________________
૯. તિષ્કલુષિતતા એ જ સમાધિ ! સાચો ધર્મ તો તેને કહેવાય કે જેનાથી જીવનમાં ક્લેશ ના રહે.
ક્લેશમાં ને ક્લેશમાં મન, ચિત્ત, અહંકાર બધાં ઘવાઈ જાય. ચિત્ત ઘવાયેલું હોય તે બેચિત્ત ફર્યા કરે. મનનો ઘવાયેલો અકળાયેલો ને અકળાયેલો જ ફર્યા કરે ! જાણે આખી દુનિયા ભરખી ના જવાની હોય એને ! અહંકારનો ઘવાયેલો ડીપ્રેશનમાં હોય તેને શું કહેવાય કશું ? ક્લેશ માત્ર અણસમજણથી ઉત્પન્ન થાય છે !
મનને પહેલાં પોતે ફટવે ને પછી કાબુમાં લેવા જાય તો શી રીતે થાય ?
આ જગતમાં મોંઘામાં મોધું કંઈ હોય તો તે મફત !
મોક્ષનું ભાન તો પછી પણ આ સંસારના હિતાહિતનું ય ભાન જોઈએ કે ના જોઈએ ? કંઈક એવી ભૂલ રહી જાય છે કે જે જીવનમાં ક્લેશ કરાવે છે !
પેટમાં નાખતાં પહેલાં પેટને પૂછ તો ખરો કે તારે જરૂર છે કે નહિ ?
માનવધર્મ કોને કહેવાય? આપણા નિમિત્તે કોઈને દુઃખે ના થાય. આપણને જે ના ગમે તેવું આપણાથી બીજાને શી રીતે અપાય ? આપણે સામાને સુખ આપીએ તો આપણને સુખ મળ્યા જ કરે !
૧૦. ક્યર ત્યાંથી જ આદિ સંધાવાની ! જગતના લોકો પગ ભાંગ્યો જેને કહે છે તેને જ્ઞાની ‘એ તો સંધાઈ રહ્યો છે” એમ કહે છે. જે ક્ષણે ભાંગ્યો તેની બીજી જ ક્ષણથી સંધાવાની શરૂઆત થઈ જાય છે ! “જેમ છે તેમ' જોવાની, કેવી ગજબની તીક્ષ્ણ જાગૃતિ છે જ્ઞાનીની !
જીવમાત્રને કંઈ પણ નુકસાન દેવું એનાથી પાપ બંધાય છે અને કોઈપણ જીવને કંઈ પણ સુખ આપવું એનાથી પુણ્ય બંધાય છે.” - દાદાશ્રી
આપણામાં એવી સમજ પ્રવર્તતી જોવામાં આવે છે કે અજાણ્ય પાપ થાય તેનો દોષ ના બેસે. તેને જ્ઞાની કહે છે, “અજાણતાં દેવતામાં હાથ નંખાય તો દઝાવાય કે નહીં ?!” કેવો બુદ્ધિને ફ્રેક્ટર કરી નાખતો દાખલો ?!!!
૧૨. કરવાપણું તેથી જ થાક ! જગતના કાયદામાં પૈસાની લેણ-દેણ છે, જ્યારે કુદરતના કાયદામાં રાગ-દ્વેષની ! પાંચસો રૂપિયા લીધા તેટલા પાછાં આપીએ તો છૂટીએ એવો કુદરતનો કાયદો નથી. ત્યાં તો રાગ-દ્વેષ વગર નિકાલ થાય તો છૂટાય, પછી પચાસ રૂપિયા જ કેમ નથી અપાતા ?!
મુંબઈથી વડોદરા જાય ત્યારે આપણા લોક શું કહે ? હું વડોદરે ગયો ! અલ્યા, તું ગયો કે ગાડી લઈ ગઈ ? હું ગયો કહે તો થાક લાગે ને ગાડી લઈ ગઈ, હું તો બેઠો હતો ડબ્બામાં નિરાંતે ! તો થાક લાગે ?! ના. એટલે આ તો સાયકોલોજિકલ ઈફેક્ટ છે કે હું ગયો. ગાડીમાં બેઠા એટલે બેઉ સ્ટેશનોથી મુક્ત ! વચ્ચેનો સંપૂર્ણ મુક્તકાળ ! તે આત્મા માટે વાપરી નાખવાનો છે !
૧૩. ભોગવટો, લક્ષ્મીનો ! આખી જિંદગી કમાયા, ઘાણીના બેલની જેમ કૂટાયા છતાં બેંકમાં કેટલા લાખ જમા થયા ? જે નાણું પારકા માટે વપરાયું તે આપણું ને બીજું બધું પારકું. ગટરમાં ગયું જાણજો.
હેતુ પ્રમાણે દાનનું ફળ મળે. કીર્તિ, તકતી કે નામના માટે આપ્યું હોય તો તે મળે જ ને ગુપ્ત દાન, ચોખ્ખી ભાવનાથી માત્ર પારકાંને મદદ કરવાના હેતુથી અપાયું હોય તો તે સાચું પુણ્ય બાંધે અને અકર્તાભાવે નિકાલ કરવા આપે તે કર્મથી મુક્ત થાય !
લક્ષ્મીજી મહેનતથી આવે છે કે અક્કલથી ? મહેનતથી કમાતા હોય તો મજૂરો પાસે જ ખૂબ પૈસા હોય અને મુનીમજી ને સી.એ. તો ખૂબ
૧૧. પાપ - પુણ્યની પરિભાષા !
પાપ-પુણ્યની લાંબી લાંબી, કંટાળાજનક વ્યાખ્યાઓની જ્ઞાની પુરુષ ટૂંકી ને ટચ છતાં માર્મિક વ્યાખ્યા કહે છે કે,
18