Book Title: Aptavani 07
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 14
________________ ખોટ જતી હોય તો રાતે તો આપણે જાગતા નથી, તો રાતે શી રીતે ખોટ જાય ? એટલે ખોટના અને નફાના કર્તા આપણે નથી, નહીં તો રાતે ખોટ શી રીતે જાય ? અને રાતે નફો શી રીતે મળે ? હવે એવું નથી બનતું કે મહેનત કરે છે તો ય ખોટ જાય છે ?'' - દાદાશ્રી ખોટના સંજોગોમાં ઘેરાયેલાઓને જ્ઞાની પુરુષ સુંદર માર્ગ બતાડે છે કે ખૂબ મહેનત કરવા છતાં ય કશું વળે નહિ ! ખોટ વધારે જાય ત્યારે સંજોગોની યારી નથી એમ કરીને ત્યાં વધુ જોર ન કરતાં આપણે એ સમયમાં આત્માનું કરી લેવું. ચોક્સીની નજર છાસિયા સોના તરફ નહીં, પણ મહીં કેટલું પ્યૉર સોનું છે તે તરફ જ હોય. તેથી તો તે ઘરાકને વઢતો નથી કે આટલું બધું છાસિયું ક્યાંથી કરી લાવ્યો ? જ્ઞાની તત્ત્વદ્રષ્ટિથી જુએ, અવસ્થાદ્રષ્ટિથી નહીં ! પછી જગત નિર્દોષ જ દેખાય ને ? “જગત આખું ય નિર્દોષ છે. મને પોતાને નિર્દોષ અનુભવમાં આવે છે, તમને એ નિર્દોષ અનુભવમાં આવશે, ત્યારે તમે આ જગતથી છૂટ્યાં.'' - દાદાશ્રી ધંધામાં ઘરના જોડે એકમત થઈને રહેવું, પણ જોડે જોડે બધાં મળીને નક્કી કરી લેવું કે ‘અમુક રકમ ભેગી થાય ત્યાં સુધી ધંધો કરવો' એવી લિમિટ બાંધી લેવી. આયુષ્યનું એક્સ્ટેન્શન મળતું હોય તો અલિમિટેડ ધંધો કર્યો કામનો. બાકી આની દોડધામમાં જિંદગી પિલાઈ જાય તો પછી આત્માનું ક્યારે થાય ?! પૈસા કમાઈ લેનારા ખટપટિયા ઉતાવળિયાઓને જ્ઞાની પુરુષ તેનાં પરિણામ દેખાડે છે કે, ‘૧૯૭૮માં કમાણીની બહુ ઉતાવળ કરીએ તો ૧૯૮૮માં આપણી પાસે જે નાણું આવવાનું હોય તે અત્યારે ૧૯૭૮માં આવી જાય, ઉદીરણા થાય, પછી '૮૮માં શું કરીએ આપણે ?’’ - દાદાશ્રી લોકસંજ્ઞાએ ચાલીને ખોટું કરવાનું શીખાય છે. લોકોને ચાલાકી કરી કમાણી કરતાં જુએ એટલે પોતે ય તે જ્ઞાન શીખી લઈ તેમ કરવા માંડે. 25 ત્યાં જ્ઞાની પુરુષ ભયસિગ્નલ દેખાડે છે કે, ‘વ્યવસ્થિત’માં છે એટલું જ તને મળશે અને ચાલાકીથી કર્મ બંધાશે ને પૈસો એકુંય વધશે નહીં ! અણસમજણમાં કેવી મોટી ખોટ ખાય છે ?! ધંધામાં ખોટું કરનારાઓને જ્ઞાની પુરુષ ચાબખો મારતાં જણાવે છે, “પણ ખોટું કરો છો જ શું કરવા તે ? એ શીખ્યા જ ક્યાંથી ? બીજું સારું કોઈ શીખવાડે ત્યાંથી સારું શીખી લાવો. આ ખોટું કરવાનું કોઈની પાસેથી શીખ્યા છો તેથી તો ખોટું કરતાં આવડે છે, નહીં તો ખોટું કરવાનું આવડે જ શી રીતે ? હવે ખોટાનું શીખવાનું બંધ કરી દો અને હવે ખોટાના બધા કાગળો બાળી નાખો.” - દાદાશ્રી ખોટની અસર જ ના થાય તે માટે જ્ઞાની પુરુષ સુંદર ચાવી આપે છે. પાંચસો રૂપિયાની ખોટ જાય ત્યારે આપણે પહેલેથી ‘અનામત’ સિલક ખોટ ખાતે રાખેલી હોય તેના નામે જમે કરી લેવું. આ કંઈ કાયમનો ચોપડો છે ?! જ્ઞાન પૂર્વે ‘એમને’ ધંધામાં ખોટ ગયેલી, તે રાત્રે ઊંઘ પણ ના આવી. પણ હિસાબ કાઢ્યો કે આ ખોટમાં ભાગીદાર કોણ કોણ ? ભાગીદાર, તેમનાં બૈરાં-છોકરાં, પોતાનાં પત્ની એ બધાં જ છે અને ચિંતા પોતે એકલાં જ માથે લે તે કેવું ? ને તરત જ ચિંતામુક્ત બની ગયા ! કેવી જ્ઞાનીની ગજબની વિચક્ષણતા ! ધંધામાં ય લોકો ચોરીઓ કરે તે જાણીબુજીને થવા દે. જેને હિસાબો જ ચૂકવવા છે, તેને માટે ચોર લઈ જાય કે બીજું કોઈ લઈ જાય, બન્ને સરખું જ ને ? ૨૦. તિયમથી અતીતિ વ્યવહાર માર્ગે મોક્ષ ભણી ક્રમે ક્રમે આગળ વધનારાઓને જ્ઞાની પુરુષ આ કાળને અનુરૂપ એવો માર્ગ બતાડે છે જે તદન નવો અભિગમ છે કે, ‘“સંપૂર્ણ નીતિ પાળ, તેમ ના થાય તો નીતિ નિયમસર પાળ ને તેમ ના થાય તો અનીતિ કરું તો ય તે નિયમમાં રહીને કર. નિયમ જ તને આગળ લઈ જશે !'' - દાદાશ્રી 26

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 256