________________
પ્રકૃતિના સ્વભાવની મૂંઝામણથી બહાર નીકળવાનો માર્ગ આજ સુધી કોઈએ દેખાડ્યો નથી. ત્યાં અક્રમ વિજ્ઞાન શું કહે છે, ‘‘પ્રકૃતિ એનો સ્વભાવ છોડે નહિ, પણ પોતાનું જ્ઞાન બદલાય છે અને જ્ઞાન બદલાવાથી મુંઝામણ બંધ થઈ જાય છે !’”
-દાદાશ્રી
૧૫. દુઃખ મટાડવાના સાધતો
સામાના દુઃખે દુ:ખી થનારાઓના સૂક્ષ્મ અહંકારને જ્ઞાની ફ્રેક્ચર કરી નાખે તેવું કહે છે કે,
નહીં.''
“તારા સુખને માટે એનું દુઃખ મટાડી દેવાનું, એમના સુખને માટે - દાદાશ્રી
દુખિયો બીજાનાં દુઃખ તે કંઈ રીતે લઈ શકે ? કોઈનું દુઃખ લેવાનું નથી, ઓબ્લાઈઝ જ કરવાનું છે, બસ ઊંડા ઊતર્યા તે ફસાયા.
જ્ઞાની પુરુષ એક તરફ એવી સમજણ આપે છે કે, આ દુનિયામાં જે બધું મળે છે (સુખ-દુઃખ), તે બધું પોતે આપેલું છે તે જ પાછું આવે છે. નવું ધીરાણ બંધ થાય તો ચોપડો ચોખ્ખો થાય અને જ્ઞાની પુરુષ બીજી તરફ બીજી સમજણ આપે છે કે, આપણા ધોળા વાળ દેખી સામાને ચીઢ ચઢે, તેમાં આપણો શું ગુનો ? ભગવાન મહાવીરને જોઈને ગોશાળાને દુઃખ થતું, તેમાં ભગવાન મહાવીરનો શું દોષ ? એ તો સામાએ વહોરી લીધેલું દુઃખ છે. એટલે આમાં
‘જો તમે કર્તા છો, જ્યાં સુધી તમને ‘હું ચંદુલાલ જ છું’ એવું હોય ત્યાં સુધી જોખમદારી તમારી છે.'' - દાદાશ્રી
અને ‘આપણે આપેલાં દુ:ખ’ અને ‘સામાએ વહોરી લીધેલાં દુઃખ'માં બહુ ફેર છે તે સમજી લેવાનું છે. જ્ઞાની પુરુષ કહે છે, “મને કોઈ દુઃખ આપતું નથી, કારણ કે અમે દુઃખ વહોરતા નથી. વહોરે તેને દુઃખ !’’આ સોનાની કટાર તો સંપૂર્ણ અકર્તાપદને વરેલા જ્ઞાની પુરુષ જ વાપરી જાણે !
‘મારાથી ખોટું સહન થતું નથી’ કહેનારા કેટલાંય જોવામાં આવે છે. પણ ખોટું કરનારો આપણને જ કેમ ભેગો થયો ?! એ કોઈ તપાસે છે ?
21
તેમ છતાં સામાને શાંતિથી સમજણ પડાય કે આવું ખોટું ના થાય. સાચો જનસેવક તો તે કે જેને કિંચિત્માત્ર કીર્તિની, માનની, નામની, લક્ષ્મીની કે કશાની ય ભીખ ના હોય, પોતે અપરિગ્રહી હોય. સંપૂર્ણ પરિગ્રહી, તે વળી જનસેવા શું કરે ?! સેવા કરે છે તેને ય જ્ઞાની ‘પ્રકૃતિ સ્વભાવ છે, પુરુષાર્થ નથી, પ્રારબ્ધ છે.’ એમ કહીને સેવાની મૂડીની કમાણીમાં ફૂલેલાંની હવા કાઢી નાખે છે ! સ્વરૂપજ્ઞાન પછી કરુણાભાવ પ્રગટે છે તે જ ખરી વસ્તુ છે.
જ
જ્ઞાની પુરુષે જીવનનું એવું તે કયું લક્ષ બાંધ્યું હશે કે જેથી તેમને અભ્યુદય ને આનુષંગિક ફળ વર્ત્યા કરે છે ?!
“જગત આખું પરમ શાંતિને પામો અને કેટલાંક મોક્ષને પામો !'' - દાદાશ્રી
એ લક્ષને આંબવા જ્ઞાની પુરુષ રસ્તો બતાવે છે કે આમાં કંઈ કરવાનું નથી, માત્ર હેતુ નક્કી કરવાનો છે અને એ હેતુ આપણા લક્ષમાં જ રહેવો જોઈએ, બીજું કંઈ જ લક્ષમાં ના રહેવું જોઈએ. ૧૬. બોસ - તોકરતો વ્યવહાર !
આપણા અંડરહેન્ડને ટૈડકાવાય નહીં. જ્યાં સુધી આપણે બીજાને ટૈડકાવીએ છીએ ત્યાં સુધી આપણને ટૈડકાવનારાં મળી આવશે ! ઉપરીને કે અંડરહેન્ડવાળાને, કોઈને ય આપણાથી દુઃખ ના થાય એવું આપણું જીવન હોવું જોઈએ !
જે ઈમાનદાર છે તેને પડખે કોઈ નહીં તો કુદરતનો ન્યાય તો છે જ કાયમનો !
૧૭. ગજવું કાય ત્યાં સમાધાત !
ગજવું કપાયું તે કુદરતનો ન્યાય થયો. કુદરતનો ન્યાય શું કહે છે કે જેનું ગજવું કપાયું તે જ ગુનેગાર. “ભોગવે તેની ભૂલ.’’ આ નેચરલ લૉ(કાયદો)નું રહસ્ય જ્ઞાની પુરુષે જ જગતમાં પ્રથમવાર ખુલ્લું કર્યું છે. આટલું જ જે સમજી ગયો તે ઠેઠ મોક્ષે જાય ! ગજવું કપાયું તે ‘ચંદુલાલ’નું, આત્માને ગજવું હોય તો કપાયને ?
22