Book Title: Aptavani 07
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 13
________________ કુદરતના પ્લાનિંગમાં શાહુકારનું સ્થાન છે તો ત્યાં ચોરોનું ય સ્થાન છે. આ ચોર, લૂંટારુઓ તો ગટરો છે, ગંધાતું કાળું નાણું ચોખ્ખું કરી આપનારી ગટરો છે ! ગટર ના હોય તો શહેરની દશા શી થાય ? માટે જે છે, જે બને છે તે કરેક્ટ જ છે ! વસ્તુ વપરાશના કાયદાઓ હોય છે. આજે દશ ખમીસ વાપર્યા, તો આગળ ઉપર એટલાં ઓછાં વાપરવાનાં. આખી જિંદગીના વપરાશનો આંકડો જે નિશ્ચિત છે તેટલો જ રહે. પછી તે સામટું વાપરી નાખો કે જેમ જેમ જરૂર પડે તેમ તેમ વાપરતા જાઓ ! ૧૮. ક્રોધતી નિર્બળતા સામે... દુનિયામાં કોઈ એવો જભ્યો નથી કે જે ક્રોધ કરી શકે. ક્રોધ કરાતો નથી, ક્રોધ થઈ જાય છે. આ તો ક્રોધ થઈ ગયા પછી પોતાની ભૂલને છાવરવા શાણાઓએ રસ્તો ખોળી કાઢયો છે કે આ ક્રોધ તો મેં પેલાને પાંસરો કરવા કર્યો, નહીં તો એ પાંસરો થાય એમ જ નથી !!! ક્રોધને શમાવવાની સાચી સમજણનું પૃથક્કરણ જ્ઞાનીએ કેવી સુક્ષ્મતાએ કરી બતાવ્યું છે ! કપ-રકાબી ફૂટે ને ક્રોધ થાય, તેનું કારણ શું? આપણને ખોટ આવી તેથી ? નોકરને ઠપકો આપ્યો તે અહંકાર કર્યો. વિચારક તો તરત જ વિચારી નાખે કે કપ-રકાબી ફૂટ્યા તે ખરેખર કોણે ફોડ્યા ? એ નિવાર્ય કે અનિવાર્ય હતું? ઠપકો હંમેશા હાથ નીચેનાને કે નરમને જ અપાય છે. સુપરવાઈઝરને કેમ નથી અપાતો ? ત્યાં કેવાં ચૂપ રહે છે ! એક તો પ્યાલા ગયા ને બીજું ક્રોધ કર્યો, તે બે ખોટ કેમ પોષાય ? ઉપરથી સામા જોડે ભવોભવનું વેર બાંધ્યું તે નફામાં ! આમ જ્ઞાની પુરુષે ક્રોધ, તે થવાનાં કારણો, તેનો ઉપાય સર્વ ખૂણાઓથી દેખીને આપણી સમક્ષ પ્રકટ કર્યા છે ! ક્રોધ ના થાય તેની સમ્યક ઉપાય જ્ઞાની પુરુષ સમજાવે છે કે પોતાની ભૂલને જ્ઞાનીના સત્સંગમાં જાણી લે તો પછી ક્રોધ ના થાય. ‘ક્રોધને બંધ કરો, બંધ કરો” એમ ઉપદેશ કેટલાંય કાળથી મળ્યા કરે છે ત્યારે વિજ્ઞાન શું કહે છે કે ક્રોધ એ પરિણામ છે, પરિણામ કેમ કરીને બંધ કરાય ?! આ પરિણામ શેના આધારે આવે છે તે જાણવાનું છે. ક્રોધનો પોતે સંપૂર્ણ સ્ટડી કરી લેવાનો છે. ક્રોધ ક્યાં ક્યાં આવે છે, ક્યાં ક્યાં નથી આવતો, કેટલાંક આપણું લાખ સવળું કરે તો ય ત્યાં ક્રોધ આવ્યા વગર રહેતો નથી ને કોઈ લાખ અવળું કરે તો ય ત્યાં ક્રોધ આવતો નથી, એનું શું કારણ ? જેવી જેના માટે ગ્રંથિ બંધાઈ તેવું ફૂટ્યા વગર ના રહે. તો ત્યાં શું કરવું ? જ્ઞાની ચાવી આપે છે, એ વ્યક્તિ જોડે જેટલા વખત ક્રોધ થવાનો છે એટલો થશે જ. પણ હવે નવેસરથી તેના માટે મન બગડવા ના દેવું જોઈએ. ત્યાં પોતાના જ કર્મનો ઉદય જોઈ, સામાને નિર્દોષ જોયા કરવું. મન સુધરે પછી તેની જોડે ક્રોધ ના થાય, માત્ર પાછળની અસરો આપીને પછી કાયમને માટે બંધ થઈ જાય. બીજાના દોષ જોવાના બંધ થાય ત્યારે જ ધાર્યું પરિણામ આવે. પરિણામને જરા ય હલાવ્યા વિના કારણનો નાશ કરવાનો મૂળભૂત માર્ગ આટલી ઝીણવટથી જ્ઞાની વિણ કોણ બતાવી શકે ? જ્ઞાની આપણને જાગૃતિ લાવી આપે પછી જ આ બધું ઝીણવટથી દેખાય ને ત્યાર પછી એ દૂર થાય. ૧૯. ધંધાતી અડચણો અડચણોને પ્રિય બનાવે તે પ્રગતિ માંડે ને અડચણને અપ્રિય ગણે તેની પ્રગતિ રૂંધાય. સામો અડચણ કરે ત્યાં વીતરાગ રહીને આગળ ચાલવા માંડે તો મોશે પહોંચાય. સમતાનું ઝીણવટભર્યું સ્પષ્ટીકરણ જ્ઞાની કરે છે, વ્યવહારના લક્ષમાં વર્તતી સમતા અહંકાર વધારનારી છે ને એ નફટાઈમાં પરિણમે છે. આત્મજ્ઞાન ત્યાં જ સાચી સમતા વર્ત. આ કળિયુગમાં તો જેમ જેમ ઇચ્છાપૂર્તિ થતી જાય, તેમ તેમ અહંકાર વધતો જાય ને અથડાય. ઇચ્છા પ્રમાણે ના થાય તો અહંકાર ઠેકાણે રહે. ધંધામાં નફા-ખોટની અસરોમાં ઇન્વોલ્વ થયેલાઓને જ્ઞાની પુરુષ એક જ વાક્યમાં જાગૃત કરે છે, કે...... પણ ખોટ જતી હોય તો તો દહાડે જવી જોઈએ ને ? રાતે ય જો 24

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 256