Book Title: Aptavani 07
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 15
________________ અનીતિ પણ મોક્ષે લઈ જશે, પણ નિયમમાં રહીને. જ્ઞાનીની આ વાતે તો ધર્મમાં ગજબની ક્રાંતિ સર્જી છે ! વ્યવહારમાં નીતિના આગ્રહીઓ અંતે અહંકારની વિકૃતિમાં પરિણમી માર્ચથી ચૂત થાય છે, ત્યાં નિયમસર અનીતિ માર્ગમાં આગળ લઈ જઈ શકે છે ! નીતિ-અનીતિનું મહત્ત્વ ઉડાડી નિયમને પ્રધાનતા અર્પી જ્ઞાની પુરુષે નવો રાહ ખુલ્લો કર્યો અને તે રીતે મોક્ષે પહોંચવાની પોતે, ભગવાનના-વીતરાગોના પ્રતિનિધિ તરીકે ગેરન્ટી આપે છે ! અનીતિમાં જ્યાં નિયમ રહે તેવો જ નથી, ત્યાં નિયમ જે રાખી જાણે છે, તેનું મન કેવું બાઉન્ડ્રીમાં આવી ગયું હોય ! ભૂખ્યું રહેવું સહેલું છે, પણ ‘ત્રણ જ કોળિયા ખાવ !’ એ કંટ્રોલ કરવો ખૂબ કઠિન છે ! એ કઠિનને જે આંબી જાય, તેની શક્તિઓ કેવી ગજબની ખીલે ! નિયમસર અનીતિનાં સચોટ દ્રષ્ટાંતો દ્વારા વિશેષ ફોડ આપી દે છે ! નિયમથી તેનું મન બંધાઈ જાય છે એટલું જ નહિ પણ નીતિથી જે કેફ તો ચઢતો હોય છે તે ‘પોતે અનીતિ કરી રહ્યો છે’ તે ભાન રહેવાથી નમ્રતામાં રહે છે, જેની મોક્ષમાર્ગમાં વિશેષ જરૂર છે, નીતિ કરતાં ય ! નિયમસ અનીતિમાં પછી પોલ ના વાગવી તેની ચેતવણી પણ એટલી જ આપી છે. પોલ મારનારની જવાબદારી પોતે નથી સ્વીકારતા. ‘નીતિ નથી પળાતી’ કરીને અનીતિમાં ડૂબતા લોકોને તેઓ નિયમસર અનીતિનાં તરણાંથી સંસાર તરાવે છે ! આવી બાંયેધરી કોણ લે ? અને ભગવાનને ત્યાં નીતિ પર રાગ નથી ને અનીતિ પર દ્વેષ નથી, ત્યાં તો અહંકારનો વાંધો છે ! કોઈ પણ વસ્તુ નિયમસર કરવામાં આવે, ને તે ય જ્ઞાની પુરુષની આજ્ઞાપૂર્વક તો અવશ્ય મોક્ષે લઈ જાય. જ્ઞાનીની આજ્ઞા એ આમાં મુખ્ય ભાગ ભજવે છે, એમ જ્ઞાની પુરુષ ખુલાસો કરે છે. નીતિ પાળનારો સંજોગોના સકંજામાં જકડાય ત્યારે અનીતિ કરવા માંડે ને તેમાં ખૂંપી જાય, ત્યાં આ નિયમસર અનીતિના માધ્યમ દ્વારા આગળ માર્ગ કાપી શકાય. અનીતિમાં ય ‘નો નેગેટિવ પોલિસી’ એ અક્રમ માર્ગનું વિજ્ઞાન તો જુઓ !!! 27 ૨૧. કળા જાણીને છેતરાવાતી જ્ઞાની પુરુષે જીવનમાં એક સૂત્ર સંપૂર્ણપણે વણી લીધેલું હોય છે, ‘જાણીબુજીને છેતરાવું.’ કેવી વિશેષતા ! છેતરનારાની મહેનત નકામી ના જાય તેનો ખ્યાલ જ્ઞાની રાખે. વળી છેતરનારા સામે કષાય થાય તેને બદલે છેતરાઈ જવાથી કષાયથી મુક્તિનો માર્ગ તેમણે ખોળી લીધેલો ! જે જાણીબુજીને છેતરાય તે મોક્ષે જાય, બ્રેઈન સુપ્રીમ કોર્ટના જજને ય ટપી જાય એવું ટોપ સુધીનું ડેવલપ થાય. અજાણતાં તો આખું જગત છેતરાય જ છે ને ?! કોઈને ય ‘ના છેતરનારા’ મળી આવશે, પણ જાણીને છેતરાયા' એવા ક્યાંથી હોય ? જ્ઞાની પુરુષે આ જગતને કેવા સ્વરૂપે જોયું હશે ?! કોઈ પૈસા ઘાલી જાય તે ય કરેક્ટ જ છે. ‘આપણું ચોખ્ખું હોય તો કોઈ તમારું નામ ના દે તેવું જગત છે.' ક્યાંય ભડકવા જેવું નથી, છતાં ય ‘મારું નામ કોણ દે ?’ એમ ચેલેન્જ પણ ફેંકવા જેવી નથી. જગત સંપૂર્ણ ન્યાય-સ્વરૂપ છે. જ્ઞાની પુરુષ એ હિસાબ કાઢીને બેઠેલા હોય. આપણા રૂપિયા કોઈ ઘાલી જાય સરકારના કાયદાઓ તોડીને, પણ નેચરના કાયદા શી રીતે કોઈથી તોડાય ? નેચરનો કાયદો તો તે રકમ વ્યાજ સાથે ચૂકવાવડાવે. પરમાણુ-પરમાણુનો હિસાબ જ્યાં કરેક્ટ છે ત્યાં ભડકવાનું શું ?! આપણે કરેક્ટ તો બહારવટિયાના ગામમાંથી લૂંટાયા વિના આરપાર નીકળી જવાય, નહિ તો હિસાબ છે ત્યાં લાખ પ્રોટેક્શન વચ્ચે પણ લૂંટાવાના ! દેણદારના વિવેકના ઉપદેશો ઘણાં સાંભળ્યા, પણ લેણદારે પણ વિવેક તેટલો જ રાખવાનો છે, એ ‘આ’ જ્ઞાની જ બોલ્યા ! પૈસાની કિંમત કરતાં મન નબળું ના પડી જાય તે વધુ મહત્ત્વનું છે. લેણદારને એક સુંદર ચાવી આપે છે, કોઈને પૈસા આપતી વખતે અંદરખાને બટન દાબી દેવું કે આ પૈસા આપણે કાળી ચીથરી બાંધીને દરિયામાં નાખીએ છીએ ! લેણદાર દેણદારને ગાળો દે, તે ગાળો લેણ-દેણના વ્યવહારમાં ‘એકસ્ટ્રા આઈટમ’ થઈ. એનો હિસાબ શું છે, તે જ્ઞાની પુરુષ સિવાય 28

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 256