________________
અનીતિ પણ મોક્ષે લઈ જશે, પણ નિયમમાં રહીને. જ્ઞાનીની આ વાતે તો ધર્મમાં ગજબની ક્રાંતિ સર્જી છે ! વ્યવહારમાં નીતિના આગ્રહીઓ અંતે અહંકારની વિકૃતિમાં પરિણમી માર્ચથી ચૂત થાય છે, ત્યાં નિયમસર અનીતિ માર્ગમાં આગળ લઈ જઈ શકે છે ! નીતિ-અનીતિનું મહત્ત્વ ઉડાડી નિયમને પ્રધાનતા અર્પી જ્ઞાની પુરુષે નવો રાહ ખુલ્લો કર્યો અને તે રીતે મોક્ષે પહોંચવાની પોતે, ભગવાનના-વીતરાગોના પ્રતિનિધિ તરીકે ગેરન્ટી આપે છે !
અનીતિમાં જ્યાં નિયમ રહે તેવો જ નથી, ત્યાં નિયમ જે રાખી જાણે છે, તેનું મન કેવું બાઉન્ડ્રીમાં આવી ગયું હોય ! ભૂખ્યું રહેવું સહેલું છે, પણ ‘ત્રણ જ કોળિયા ખાવ !’ એ કંટ્રોલ કરવો ખૂબ કઠિન છે ! એ કઠિનને જે આંબી જાય, તેની શક્તિઓ કેવી ગજબની ખીલે !
નિયમસર અનીતિનાં સચોટ દ્રષ્ટાંતો દ્વારા વિશેષ ફોડ આપી દે છે ! નિયમથી તેનું મન બંધાઈ જાય છે એટલું જ નહિ પણ નીતિથી જે કેફ તો ચઢતો હોય છે તે ‘પોતે અનીતિ કરી રહ્યો છે’ તે ભાન રહેવાથી નમ્રતામાં રહે છે, જેની મોક્ષમાર્ગમાં વિશેષ જરૂર છે, નીતિ કરતાં ય ! નિયમસ અનીતિમાં પછી પોલ ના વાગવી તેની ચેતવણી પણ એટલી જ આપી છે. પોલ મારનારની જવાબદારી પોતે નથી સ્વીકારતા.
‘નીતિ નથી પળાતી’ કરીને અનીતિમાં ડૂબતા લોકોને તેઓ નિયમસર અનીતિનાં તરણાંથી સંસાર તરાવે છે ! આવી બાંયેધરી કોણ લે ? અને ભગવાનને ત્યાં નીતિ પર રાગ નથી ને અનીતિ પર દ્વેષ નથી, ત્યાં તો અહંકારનો વાંધો છે !
કોઈ પણ વસ્તુ નિયમસર કરવામાં આવે, ને તે ય જ્ઞાની પુરુષની આજ્ઞાપૂર્વક તો અવશ્ય મોક્ષે લઈ જાય. જ્ઞાનીની આજ્ઞા એ આમાં મુખ્ય ભાગ ભજવે છે, એમ જ્ઞાની પુરુષ ખુલાસો કરે છે.
નીતિ પાળનારો સંજોગોના સકંજામાં જકડાય ત્યારે અનીતિ કરવા માંડે ને તેમાં ખૂંપી જાય, ત્યાં આ નિયમસર અનીતિના માધ્યમ દ્વારા આગળ માર્ગ કાપી શકાય. અનીતિમાં ય ‘નો નેગેટિવ પોલિસી’ એ અક્રમ માર્ગનું વિજ્ઞાન તો જુઓ !!!
27
૨૧. કળા જાણીને છેતરાવાતી
જ્ઞાની પુરુષે જીવનમાં એક સૂત્ર સંપૂર્ણપણે વણી લીધેલું હોય છે, ‘જાણીબુજીને છેતરાવું.’ કેવી વિશેષતા ! છેતરનારાની મહેનત નકામી ના જાય તેનો ખ્યાલ જ્ઞાની રાખે. વળી છેતરનારા સામે કષાય થાય તેને બદલે છેતરાઈ જવાથી કષાયથી મુક્તિનો માર્ગ તેમણે ખોળી લીધેલો ! જે જાણીબુજીને છેતરાય તે મોક્ષે જાય, બ્રેઈન સુપ્રીમ કોર્ટના જજને ય ટપી જાય એવું ટોપ સુધીનું ડેવલપ થાય. અજાણતાં તો આખું જગત છેતરાય જ છે ને ?! કોઈને ય ‘ના છેતરનારા’ મળી આવશે, પણ જાણીને છેતરાયા' એવા ક્યાંથી હોય ?
જ્ઞાની પુરુષે આ જગતને કેવા સ્વરૂપે જોયું હશે ?! કોઈ પૈસા ઘાલી જાય તે ય કરેક્ટ જ છે. ‘આપણું ચોખ્ખું હોય તો કોઈ તમારું નામ ના દે તેવું જગત છે.' ક્યાંય ભડકવા જેવું નથી, છતાં ય ‘મારું નામ કોણ દે ?’ એમ ચેલેન્જ પણ ફેંકવા જેવી નથી. જગત સંપૂર્ણ ન્યાય-સ્વરૂપ છે. જ્ઞાની પુરુષ એ હિસાબ કાઢીને બેઠેલા હોય.
આપણા રૂપિયા કોઈ ઘાલી જાય સરકારના કાયદાઓ તોડીને, પણ નેચરના કાયદા શી રીતે કોઈથી તોડાય ? નેચરનો કાયદો તો તે રકમ વ્યાજ સાથે ચૂકવાવડાવે. પરમાણુ-પરમાણુનો હિસાબ જ્યાં કરેક્ટ છે ત્યાં ભડકવાનું શું ?! આપણે કરેક્ટ તો બહારવટિયાના ગામમાંથી લૂંટાયા વિના આરપાર નીકળી જવાય, નહિ તો હિસાબ છે ત્યાં લાખ પ્રોટેક્શન વચ્ચે પણ લૂંટાવાના !
દેણદારના વિવેકના ઉપદેશો ઘણાં સાંભળ્યા, પણ લેણદારે પણ વિવેક તેટલો જ રાખવાનો છે, એ ‘આ’ જ્ઞાની જ બોલ્યા ! પૈસાની કિંમત કરતાં મન નબળું ના પડી જાય તે વધુ મહત્ત્વનું છે.
લેણદારને એક સુંદર ચાવી આપે છે, કોઈને પૈસા આપતી વખતે અંદરખાને બટન દાબી દેવું કે આ પૈસા આપણે કાળી ચીથરી બાંધીને દરિયામાં નાખીએ છીએ !
લેણદાર દેણદારને ગાળો દે, તે ગાળો લેણ-દેણના વ્યવહારમાં ‘એકસ્ટ્રા આઈટમ’ થઈ. એનો હિસાબ શું છે, તે જ્ઞાની પુરુષ સિવાય
28