________________
કોઈએ વિચાર્યો ?!
આપણો ભાવ ચોખ્ખો છે તો ગમે તેટલું દેણું હશે, પણ તે ચૂકવાશે જ, એવો કુદરતનો નિયમ છે. ભાવમાં એટલું જ હોવું ઘટે કે વહેલામાં વહેલી તકે દેવું ચૂકવી દઉં !
૨૨. ઉધસણીતી ઉપાધિ આ ‘એ. એમ. પટેલે’ ધંધામાં કેવો વ્યવહાર કરેલો ? જ્યાં જ્યાં લેણું હતું ત્યાં પોતે જ ઉઘરાણી બંધ કરી જેથી ફરી કોઈ માગવા જ ના આવે, ને આ રીતે આ વેપારથી છૂટ્યા. અરે, એમણે તો ત્યાં સુધીની હદ કરી નાખી કે પાંચસો રૂપિયાની ઉઘરાણી કરવા જતાં સામો ઊંધો ચોંટી પડ્યો કે મારે જ તમારી પાસેથી પાંચસો લેવાના છે, ત્યારે એમણે “ચાલો, હિસાબ પત્યો’ કરીને ચૂપચાપ ચૂકવી દીધા !!!
૩. આંતરવાથી પડે અંતરાય કાર્યની સફળતા કોણ નથી ઝંખતું ? પણ તેનું રહસ્ય શું ? જ્ઞાની કહે છે, ‘તારો વિલપાવર હશે તો તે સફળ થશે જ.' આપણો ભાવ ને દુવા બન્ને જરૂરી છે. સંપૂર્ણ નિરૂઇચ્છક પદને પામેલાની દુવા પ્રાપ્ત થાય તો શુંનું શું ય પ્રાપ્ત થઈ જાય !
અંતરાય કેવી રીતે પડે છે ? પોતાના જ વિચારોથી પાડેલા આંતરાથી. એ છૂટે કેમ કરીને ? એના પ્રતિસ્પર્ધી વિચારોથી- ‘મારાથી ડુંગર નહિ ચઢાય’ એ વિચારનો મહીં પેસારો થયો ત્યાં ચઢવામાં અંતરાય પડે જ ને ‘કેમ ના ચઢાય ?!” ત્યાં અંતરાય તૂટે જ. કોઈને લાભ થતો હોય ત્યાં આપણે આંતરીએ તો આપણા લાભને અંતરાય આવે જ.
અંતરાય કર્મ ના રહે ત્યાં આખા બ્રહ્માંડનો વૈભવ પ્રગટે છે. પોતે પરમાત્મા જ છે. જ્ઞાની પુરુષ તેવું સ્પષ્ટ જુએ છે પણ પોતાને અનુભવાતું નથી. કારણ કે પોતે જ પોતાના અંતરાય પાડ્યા છે, ‘હું ચંદુલાલ છું.’ કરીને..... જ્ઞાની પુરુષ મળે એ આંતરા તૂટે છે ને ભગવાન ભેટે છે !!
- જય સચ્ચિદાનંદ