________________
‘રિયલ સ્વરૂપ’ એ “ભગવત્ સ્વરૂપ’ છે, જેથી આખા જગતને ‘ભગવત્ સ્વરૂપે’ દર્શન કરું છું. ‘રિયલ સ્વરૂપ’ એ ‘શુદ્ધાત્મા સ્વરૂપ' છે, જેથી આખા જગતને ‘શુદ્ધાત્મા સ્વરૂપે’ દર્શન કરું છું. રિયલ સ્વરૂપ’ એ ‘તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વજ્ઞાને કરીને દર્શન કરું છું. (વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામીને પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાનના માધ્યમ દ્વારા પ્રત્યક્ષ નમસ્કાર પહોંચે છે. કૌંસમાં લખેલી સંખ્યા હોય તેટલી વખત બોલવું)
શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના હે અંતર્યામી પરમાત્મા ! આપ દરેક જીવમાત્રમાં બિરાજમાન છો, તેમ જ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે.
હે શુદ્ધાત્મા ભગવાન ! હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
અજ્ઞાનતાએ કરીને મેં જે જે ** દોષો કર્યા છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે ક્ષમા પ્રાણું છું. હે પ્રભુ ! મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો, શક્તિ આપો... - હે શુદ્ધાત્મા ભગવાન ! આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ-સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. ** (જે દોષો થયા હોય તે મનમાં જાહેર કરવા)
(દિવસમાં એકવાર વાંચવું)
આત્મજ્ઞાની પુરુષ ‘એ. એમ. પટેલ'ની મહીં પ્રગટ થયેલા