Book Title: Aptavani 07 Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 8
________________ ગયું છે. જે મેળે જ થઈ જાય છે, તેને કરવાનું ક્યાં રહ્યું ? ભય-ભડકાટ તે ક્યાં સુધીનો હોય ? રાત્રે જરાક ઉંદરે ખખડાવ્યું હોય ત્યાં ભૂત પેઠું કરીને આખી રાત ફફડે ! ખાલી વા ફુકાયો કે વડોદરા પર બોમ્બ પડવાનો, તે ચકલાં બધાં ઉડી જાય ! આખું ગામ ખાલી કરી જાય ! કુદરતના ગેસ્ટ તરીકે જીવે તેને શો ભો ? કુદરત જરૂર જેટલું મોકલી આપે જ છે. ‘લોકોને કેવું લાગશે ?’ કરીને ભય પામ્યા કરે ! એવો ભય તે રખાતો હશે ? ઈન્કમટેક્ષનો કાગળ આવે કે ફફડી મરે ! ‘તાર લો’ સાંભળીને ફફડી મરે ! નય આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં જીવે ! માટે વીતરાગ થવાનું છે. વીતરાગ થાય તેના સર્વ પ્રકારનાં ભય જાય ! જ્ઞાનીને ભય શાથી ના હોય ? જ્ઞાનીઓને જ્ઞાનમાં વર્તાયા કરે કે આ જગત બિલકુલ કરેક્ટ જ છે માટે ! કુદરતી રીતે એની મેળે બુદ્ધિ વપરાય એટલી જ બુદ્ધિ કામની, બીજી બધી બુદ્ધિ બળાપો કરાવે. કો'કને એટેક આવેલો જુએ ત્યાંથી બળાપો શરુ થાય કે મને ય એટેક આવશે તો ?! આ બધી વધારાની બુદ્ધિ ! એવી બુદ્ધિ ખોટી શંકા કરાવે. ખાલી લુંટારાનું નામ પડે કે શંકામાં પડી જાય, લૂંટાવાની વાત તો રહી ક્યાંય દૂર ! માટે ક્યાંય કશાથી ગભરાવા જેવું નથી ! આખા બ્રહ્માંડના માલિક આપણે ‘પોતેજ છીએ ! કોઈની એમાં ડખલ છે જ નહીં. ભગવાનની પણ ડખલ નથી ! જે કંઈ સારું-ખોટું બની રહ્યું છે તે તો આપણો હિસાબ ચૂકવાવડાવે છે ! નિરંતર ભયવાળું જગત છે, પણ ભય કોને છે ? અજ્ઞાનતા છે તેને, શુદ્ધાત્મા થયા તેને ભય શેનો ? ભય લાગે કે નિર્ભયતા રહે, બન્ને જાણવાની ચીજો છે. શેઠે પચાસ હજાર દાનમાં આપ્યા, પણ પછી મિત્રે કહ્યું કે ‘અહીં ક્યાં આપ્યા ? આ તો ચોર લોકો છે, પૈસા ખાઈ જશે !' ત્યારે શેઠ શું કહે, ‘એ તો મેયરના દબાણથી આપ્યા, નહીં તો હું પાંચ રૂપિયા ય આપું એવો નથી !' આ ક્રિયા તો ઉત્તમ થઈ, સત્કાર્ય થયું પણ તે ગયા ભવના ભાવ ચાર્જ કરેલા તેનું આ ડિસ્ચાર્જમાં ફળ આવ્યું ને દાન અપાયું. પણ આજે નવું શું ચાર્જ કર્યું ? જે ભાવના કરી, પાંચ રૂપિયા પણ આપું એવો નથી, તે ચાર્જ થયું ! ૭. કઢાપો-અજંપો કપ-રકાબી, નોકરથી તૂટી જાય તે પ્રસંગનું વર્ણન, એમાં નોકરની વ્યથા, શેઠાણીનો ઉકળાટ, શેઠનો અજંપો અગર તો કઢાપો થાય. દરેકની બાહ્ય તેમ જ આંતરિક અવસ્થાઓનું એઝેક્ટ ‘જેમ છે તેમ’ વર્ણન જ્ઞાની પુરુષ કરે છે. નોકરને વઢાય નહીં એવો ઉપદેશ અસંખ્ય વાર સાંભળ્યો પણ તે કાન સુધી જ રહે, હૃદય સુધી પહોંચે જ નહીં. જ્યારે જ્ઞાની પુરુષનાં વચનો હૃદય સુધી પહોંચે છે ને નોકરને ક્યારેય વઢવાનું બને જ નહીં એવી સાચી સમજણ ઊભી થઈ જાય છે. પરિણામે અત્યાર સુધી નોકરનો જ દોષ જોનારાને પોતાની ભૂલ દેખાય છે, જે ભગવાનનો ન્યાય છે ! આમાં નોકરને જ દોષિત ઠેરવી તેના પર આક્ષેપ મૂકાય છે, વઢાય છે. ત્યારે જ્ઞાની શું કહે છે કે નોકર શેઠનો વિરોધી નથી. તેમાં તેનો ગુનો શું ? નોકર વેર બાંધીને જાય એવી આપણી વાણીને સ્થાને સૌ પ્રથમ તે દાક્યો છે કે નહીં તેની તપાસ શું ના હોવી ઘટે ? ‘ભાઈ, તું દાઝયો તો નથી ને ?” આટલાં જ શબ્દો નોકરની તે સમયની ગૂંગળામણને કેવી ગજબની રીતે રિલીઝ કરી દે છે ! વળી તે દઝાયો ના હોય તો ‘ભઈ, ધીમે રહીને ચાલજે' એવી સહજ ટકોર તેનામાં કેટલું બધું પરિવર્તન લાવવાનું સામર્થ્ય ધરાવે છે અને ત્યાં કઢાપો કરે તો શું વળે ?! જેનો કઢાપો-અજંપો જાય તે ભગવાન કહેવાય.” - દાદાશ્રી આ સીધું સાદું વાક્ય ઠેઠ ભગવાન પદની પ્રાપ્તિના માર્ગ મોકળા કરી દે છે ! કઢાપો ને અજંપો આ શબ્દો ખૂબ જ સામાન્યપણે ગુજરાતીમાં વપરાય છે, પણ તેની સાચી ને સંપૂર્ણ સમજ જે રીતે પૂજ્યશ્રીએ આપી છે એ તો અદ્ભુત જ છે ! કોઈ પણ જીવને દુ:ખ દે તો મોક્ષ અટકે, તો આ નોકર તો મનુષ્ય રૂપમાં છે, એટલું જ નહિ આપણો આશ્રિત ને સેવક છે ! હૃદયસ્પર્શી શબ્દોમાં જ્ઞાની આપણા નોકર પ્રત્યેના અભાવો કેવા ભાવમાં ફેરવી દે છે ! પોતાની કરકસરવાળી પ્રકૃતિથી ઘરનાં બધાંને દુઃખ થાય તેPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 256