Book Title: Aptavani 07 Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 7
________________ જ્યાં ખૂલતી જાય ત્યાં આત્મા પ્રગટ થતો જાય. એમાં પરિણામને જે જાણે છે તે આત્મા છે. ગયું.” આ કેવી ટૂંકી પણ ઉમદા વ્યાખ્યાઓ !!! લક્ષ્મી સ્પર્શનાનો નિયમ છે, તે નિયમની બહાર લક્ષ્મીનો સ્પર્શ થઈ શકે જ નહિ પછી તે ઓછી આવે તો હાયવોય શી ? ને વધારે આવે તો છોક શો ? “આપણે તો ભીડ ના પડે અને ભરાવો ના થાય એટલું તો બહુ થઈ - દાદાશ્રી લક્ષ્મી સંબંધના આ સૂત્રને જીવનમાં વણીને જગત સામે ધરાવાયું છે! ભરાવાના પૂજક ને ભીડના વિરોધકો, બન્નેને બેલેન્સમાં આ સૂત્ર લાવી દે છે ! 3. ગૂંચવાડામાં ય શાંતિ ! ઊઠ્યા ત્યાંથી ગૂંચવાડો. ટેબલ પર ચા પીતાં ય ભાંજગડ ને જમતાં ય ભાંજગડ ! ધંધામાં ભાગીદારના લપકાં ને ઘેર બૈરીના લપકાં ખાવાનાં ! આ ગૂંચવાડામાંથી બહાર નીકળવું હોય તો ‘રિયલ’માં આવવું પડશે. ‘રિલેટિવ'માં તો ગૂંચવાડો જ નર્યો છે ! ૫. ચિંતાથી મુક્તિ ચિંતા વિનાનું કોણ હશે? ‘મારું શું થશે’ કરીને પાર વગરની ચિંતા કરે ! ચિંતા મોકલે છે કોણ ? કોઈ મોકલનારો નથી. ચિંતાનું મૂળ કારણ, ચિંતા એ મોટામાં મોટો અહંકાર છે. “આ હું ચલાવું છું, મારા વગર થાય નહીં” એવી જેને માન્યતા છે તેને જ ચિંતા થાય. અને એ જ અહંકાર ! જેની ચિંતા ગઈ તેને વર્તે સમાધિ ! કર્તા સબંધીનું કરેક્ટ જ્ઞાન, ‘વ્યવસ્થિત કર્તા’ છે એ જ્ઞાન ચિંતામુક્ત કાયમને માટે કરાવે છે? છોડીને પૈણાવાની ચિંતા, ધંધામાં ખોટ જાય ત્યારે ચિંતા, માંદા થાય કે ચિંતા ! ચિંતા કરવાથી ઉલ્ટાં અંતરાય કર્મ પડે છે ! જ્ઞાની પુરુષ આત્મજ્ઞાન કરાવે, વાસ્તવિકતામાં ‘કર્તા કોણ છે? એ સમજાવે, ‘વ્યવસ્થિત શક્તિ’ કર્તા છે. ત્યારે કાયમની ચિંતા જાય. ચિંતા બંધ થાય ત્યારથી જ મોક્ષમાર્ગ શરૂ થયો કહેવાય ! આ વર્લ્ડમાં કોઈને કંઈ પણ કરવાની સત્તા નથી, બધું પરસત્તામાં જ સહજ અહંકારથી સંસાર ચાલ્યા કરે પણ આ ચિંતા તો વિકૃત થયેલો અહંકાર, તે જીવ બાળ્યા જ કરે રાતદા'ડો ! પરવશતા કોઈને ય ગમે નહીં પણ પરવશતાની બહાર જઈ ના શકાય. રોજ એની એ જ ખોલી, એનો એ જ પલંગ ને એનું એ જ ઓશીકું ! નો વેરાઈટી ! સંસારના સરવૈયામાં શું સાંપડ્યું ? સરવૈયું જોઈએ તો અત્યારે જ નીકળે તેમ છે ! સિલ્લકમાં શું સુખ મળ્યું ? ૪. ટાળો, કંટાળો ! કોઈ જગ્યા બોજારૂપ, કંટાળારૂપ ના લાગે તેવી આંતરિક સ્થિતિએ પહોંચવાનું છે ! | ઉપયોગમય જીવનની સૂક્ષ્મમાં સૂક્ષ્મ જાગૃતિ જ્ઞાની ખીલવે છે કે આ નખ કાપીને રસ્તામાં નાખી દે ત્યાં અસંખ્ય કીડીઓ ભેગી થાય, તેના પર કોઈનો પગ પડે તો ?! આનું નિમિત્ત નાખનારો બને ! પરિણામની દ્રષ્ટિ પ્રતિકૂળ સંજોગો આવે ત્યારે ચિંતા કરે તો, બે ખોટ ખાય ને ચિંતા ના કરે તો એક જ ખોટ ખાય ! અને જે કેવળ આત્મામાં જ રહે છે એને તો ક્યાંય ખોટ જ નથી ! અનુકૂળ-પ્રતિકૂળ બેઉ સરખું જ છે ત્યાં ! ૬. ભયમાં ય નિર્ભયતા ! આખું વર્લ્ડ સામું થાય તો ય આપણને જરાય મહીં ના હાલે એવું હોવું જોઈએ. સામાન્ય રીતે ‘હું પ્રયત્ન કરું છું, કોશીશ કરું છું.’ એ ખોટું પેસી 12Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 256