Book Title: Aptavani 07
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 9
________________ સમજાયા બાદ ‘પોતાનું કરકસર વગર ઘર કેમ ચાલે ?”નું જ્ઞાન બદલી મન નોબલ રહે તો જ બધાંને સુખ આપી શકાય, એવું જ્ઞાન ફીટ થાય ત્યારે મૂંઝામણ અટકે ! સફાઈના આગ્રહીઓને પૂજ્ય દાદાશ્રી કેવું થર્મોમીટર દેખાડે છે ? ‘સફાઈ એડમીટ એટલી કરવી સારી કે જે પછી મેલી થાય તો ય આપણને ચિંતા ના થાય.” - દાદાશ્રી જગત આખું બે ખોટ ખાય છે : એક તો વસ્તુ ગુમાવી તે ભૌતિક ખોટ ને બીજું કઢાપો-અજંપો કર્યો તે આધ્યાત્મિક ખોટ ! જ્યારે જ્ઞાની એક જ ખોટ ખાય, ભૌતિક એકલી જ ! કે જે અનિવાર્ય જ હતી ને !! પ્યાલા ફૂટે ત્યારે, નવા આવશે અગર તો ‘ભલું થયું ભાંગી જંજાળ’ એમ કરીને ય જે આનંદમાં રહી ગયો તેને, ચિંતા કરવાની જગ્યાએ આનંદમાં રહ્યો માટે પુણ્ય બંધાય ! ખોટમાં ય નફો કરવાની કેવી સુંદર કળા ! વસ્તુની મમતા વસ્તુનો વિયોગ થતાં દુઃખ દે, પણ એ જ પ્યાલા પાડોશીને ત્યાં ફૂટે તેવું પોતાને ત્યાં ફૂટે ત્યારે રહે તે ભગવાન થાય ! પોતાપણું છૂટ્યાનું પરિણામ સરળ રીતે સમજાવવાની જ્ઞાનીની કળા તો જુઓ ! એ જ પ્યાલા ફૂટે ને કઢાપો-અજંપો થાય ત્યારે પરિણામમાં શું ભોગવવાનું થાય ? જાનવર ગતિ ! ૮. ચેત જીવડા, અંતિમ પળોમાં ! મરણ પથારીએ પડ્યો હોય તો ય એંસી વર્ષનો કાકો નોંધ કર્યા કરે કે ‘ફલાણા વેવાઈ તો ખબર જોવા ય ના આવ્યા !' અલ્યા, પરભવની પોટલીઓ સંકોર ને ! શું તોપ ને બારે ચઢાવવા છે વેવાઈએ અત્યારે ! મરતી વખતે જિંદગીનું સરવૈયું કાઢવાનું છે બધાની જોડે બાંધેલા વેરઝેર, રાગ-દ્વેષનાં બંધનો પ્રતિક્રમણ હૃદયપૂર્વક પસ્તાવો કરી છોડવાનાં છે ! એક કલાક જો મરતાં પહેલાં પ્રતિક્રમણ કરવા મંડી પડે તો ય આખી જિંદગીના પાપો બધાં ધોવાઈ જાય તેમ છે ! જિંદગીના છેલ્લા કલાકમાં આખા ભવનું સરવૈયું જોઈ લેવાનું હોય. અને એ સરવૈયા પ્રમાણે એનો આગળનો અવતાર થાય. આખી જિંદગી ભક્તિ કરી હોય તો અંત સમયે પણ ભક્તિ 15 જ થાય. ને કષાય કર્યા હોય તો તે જ થાય ! સ્વજનના અંત સમયે સગાંવહાલાંઓએ એમની ખૂબ કાળજી લેવી જોઈએ. એ ખુશ રહે, તેમ જ ભક્તિમાં, જ્ઞાનમાં રહે તેવું વાતાવરણ રાખવું. આ સગાં-સબંધીઓનો સથવારો ક્યાં લગી ? સ્મશાન લગી. કબીર સાહેબે કહેલું, તું જન્મ્યો ત્યારે લોક હસે ને તું રડતો હતો. હવે દુનિયામાં આવીને એવું કંઈક કર કે જતી વખતે તું હસે ને લોક રડે ! સગું મર્યું હોય ત્યારે લોક કલ્પાંત કરે. કલ્પાંત એટલે એક ‘કલ્પ’ના અંત સુધી ભટકવાનું. મર્યા પછી લોક ચૂંથાગ્રંથ બહુ કરે. કેમના મરી ગયા ને કોણ ડૉકટર હતા ને શું દવા કરી ? એના કરતાં બધાંને કહેવું, કાકાને તાવ આવ્યો ને ટપ, શોર્ટ કટ ! જેટલું આયુષ્યકર્મ હોય તેટલું જ જીવાય. એક સેકન્ડ પણ વધુ ના જીવી શકાય એવું એક્ઝેક્ટ ‘વ્યવસ્થિત’ છે જગત ! છોકરો મરી જાય પછી રડ્યા કરે, ભૂલે નહીં. તેથી શું વળે ? ગયા એ ગયા. રામ તારી માયા. ફરી એ ના ભેગા થાય. દીકરાની યાદ આવે તો એના આત્માનું કલ્યાણ થાવ એમ પ્રાર્થના કરવી ને તેનાં પ્રતિક્રમણો કરવા. મરણ પાછળ લૌકિક કરવાનાં રિવાજ, લૌકિક એટલે સુપરફલ્યુઅસલી સામસામી કરવાનો વ્યવહાર. ત્યારે એને સાચો માને છે લોકો ને દુઃખી થાય છે ! હિન્દુસ્તાનમાં મરનારને ભય નથી કે મને કોણ ખભો દેશે ?! કુદરતનો નિયમ છે કે આપણું મરણ આપણી સહી વગર આવી શકે જ નહીં ! દુઃખના માર્યા ગમે ત્યારે છેલ્લી ઘડીએ ય સહી કરી આપે જ ! એટલું સ્વતંત્ર છે જગત ! આત્મહત્યાથી કંઈ છૂટકારો નથી. બીજા સાત ભવ આવા જ જાય ! પોતે પરમાત્મા, તેને આપઘાતની શી જરૂર ? પણ આ ભાન નથી તેથી જ સ્તો ને ! 16

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 256