Book Title: Aptavani 07 Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 6
________________ માર્ગે વપરાય તો સુખ આપીને જશે ને અધર્મના માર્ગે તો રોમે રોમે કૈડીને જશે. અધર્મથી ય નિશ્ચિત છે એટલી જ લક્ષ્મી આવશે ને ધર્મથી ય નિશ્ચિત છે એટલી જ લક્ષ્મી આવશે, તો પછી અધર્મ કરી આ ભવ ને પરભવ શા માટે બગાડવો ? લક્ષ્મી મેળવવાના વિચાર ના કરાય. પરસેવો લાવવા કોઈ વિચાર કરે છે ? એવો સુંદર પણ સચોટ દાખલો જ્ઞાની પુરુષ કેટલી સુંદર રીતે ફીટ કરાવી દે છે ?! લક્ષ્મી પ્રાપ્ત કરવામાં રેસકોર્સ મુખ્ય ભાગ ભજવી જાય છે, જેનું પરિણામ માત્ર હાંફી મરવા સિવાય કંઈ જ આવતું નથી. લક્ષ્મી માટે ‘સંતોષ રાખવો, સંતોષ રાખવો'નાં નગારાં દરેક ઉપદેશકો વગાડે છે, કિન્તુ જ્ઞાની પુરુષ તો કહે છે કે એમ સંતોષ રાખ્યો રહે જ નહીં ! અને એ આપણો રોજનો અનુભવ છે. એટલું જ નહીં, પરંતુ સંતોષ માટેનું એક્ઝેક્ટ વૈજ્ઞાનિક રહસ્ય ખુલ્લું કરે છે કે, “સંતોષ તો, જેટલું જ્ઞાન હોય એટલા પ્રમાણમાં એની મેળે સ્વભાવિક રીતે સંતોષ રહે જ. સંતોષ એ કરવા જેવી ચીજ નથી, એ તો પરિણામ છે.’’ - દાદાશ્રી લક્ષ્મીનું ધ્યાન આત્મધ્યાન કે ધર્મધ્યાનને બાધક નીવડે છે. કારણ 3...... “લક્ષ્મીના સ્વતંત્ર ધ્યાનમાં ઉતરાતું હશે ? લક્ષ્મીનું ધ્યાન એક બાજુ છે તો બીજી બાજુ ધ્યાન ચૂકીએ છીએ. સ્વતંત્ર ધ્યાનમાં તો લક્ષ્મી શું, સ્ત્રીના ય ધ્યાનમાં ના ઊતરાય, સ્ત્રીના ધ્યાનમાં ઊતરે તો સ્ત્રી જેવો થઈ જાય ! લક્ષ્મીના ધ્યાનમાં ઊતરે તો ચંચળ થઈ જાય. લક્ષ્મી ફરતી ને એ ય ફરતો ! લક્ષ્મી તો બધે ફર્યા કરે નિરંતર, એવો એ ય બધે ફર્યા કરે. લક્ષ્મીનું ધ્યાન જ ના કરાય. મોટામાં મોટું રૌદ્રધ્યાન છે એ તો !'' - દાદાશ્રી લક્ષ્મીની ચિંતવનાનાં ભયંકર પરિણામો જે સૂક્ષ્મ સ્તરે થતાં હોય તે જ્ઞાની સિવાય કોણ સ્પષ્ટ કરી શકે ? લક્ષ્મીની વધુ આશા રાખવી એટલે 9 સામાની થાળીમાંથી કોળિયો ઝૂંટવી લેવો એના જેવો ગુનો છે, આ જોખમ કોણે જાણ્યાં ?!!! રાત-દા'ડો લોકોની લક્ષ્મીની ભજનાને જ્ઞાની પુરુષ ઘા કરતાં જણાવે છે કે, “તો પછી મહાવીરની ભજના બંધ થઈ ને આ ભજના ચાલુ થઈ, એમ ને ? માણસ એક જગ્યાએ ભજના કરી શકે, કાં તો પૈસાની ભજના કરી શકે ને કાં તો આત્માની. બે જગ્યાએ એક માણસનો ઉપયોગ રહે નહિ. બે જગ્યાએ ઉપયોગ શી રીતે રહે ?’ - દાદાશ્રી એક મ્યાનમાં બે તલવાર ના રહે. આખી જિંદગી ભગવાનને ભૂલી લક્ષ્મીની પાછળ પડી દોડ્યા, પડ્યા, આખડ્યાં, ઢીંચણો ય છોલાયાં, છતાં દોડ ચાલુ રાખી, પણ અંતે મળ્યું શું ? પૈસા કંઈ જોડે લઈ જવાયા ? લક્ષ્મી જોડે લઈ જવાતી હોત તો તો શેઠ ત્રણ લાખનું દેવું કરીને જોડે લઈ જાત ને છોકરાઓ પાછળથી ચૂકવ્યા કરત ! એ અદ્ભુત દાખલો આપી લક્ષ્મીના પૂજારીઓને જબરજસ્ત ચાબખો જ્ઞાની પુરુષ આપે છે ! એ દ્રષ્ટાંતનું વર્ણન કરતાં શેઠની રૂપરેખા, તેમની ડિઝાઈન, તેમના મનની કંજૂસાઈ, એ બધાનું વર્ણન શબ્દો દ્વારા કરે છે, પણ સાંભળનારને-વાંચનારને તાદ્રશ્ય ચિત્રપટ ખડું કરી દે છે ! જ્ઞાની પુરુષની આ ગજબની ખૂબી છે, જે મનને જ નહિ પણ સામાના ચિત્તને પણ હરી લે છે !!! લક્ષ્મીની પાછળ રાત-દહાડો મહેનત કરનારાઓનો જ્ઞાની પુરુષ એક જ વાક્યમાં છેદ ઉડાડી મૂકે છે કે.... ‘લક્ષ્મીજી તો પુણ્યશાળીઓની પાછળ ફર્યા કરે છે અને મહેનતુ લોકો લક્ષ્મીજીની પાછળ ફરે છે !'' - દાદાશ્રી એટલે ખરો પુણ્યશાળી કોને કહ્યો ? જે સહેજ મહેનત કરે ને ઢગલેબંધ પૈસા મળે ! “જે ભોગવે છે એ ડાહ્યો કહેવાય, બહાર નાખી દે એને ગાંડો કહેવાય ને મહેનત કર્યા કરે એ તો મજૂર કહેવાય.'' - દાદાશ્રી 10Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 256