Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 9
________________ આપ્તસૂત્ર નની ભટક કરવું પડે એ અજ્ઞાન-જ્ઞાનની બધાને ખબર છે. આ ગજવું કપાયું, એમાં ભૂલ કોની ? આના ગજવામાંથી ના કપાયું ને તારું જ કેમ કપાયું ? તમારા બેમાંથી અત્યારે ભોગવે છે કોણ? ‘ભોગવે તેની ભૂલ ! ૧૨૩ તીર મારનારની ભૂલ નથી, તીર વાગ્યું કોને તેની ભૂલ છે. તીર મારનારો તો જ્યારે પકડાશે ત્યારે તેની ભૂલ. અત્યારે તો માર ખાનારો પકડાયો ! ૧૨૪ જ્યાં જ્યાં દંડ પડે છે ત્યાં જાણવું કે આપણો જ ગુનો છે. નહીં તો દંડ પડી જ કેમ શકે ? ૧૨૫ જેણે એક વખત નક્કી કર્યું હોય કે મારામાં જે ભૂલો રહી હોય તેને ભાંગી જ નાખવી છે, તે પરમાત્મા થઈ શકે છે ! ૧૨૬ ભૂલ કોની? ભોગવે તેની શી ભૂલ? “ચંદુલાલ છું એ માન્યતા, એ જ તારી ભૂલ. એ માન્યતા જ દુઃખદાયી છે. એ માન્યતા ખસી કે કોઈ ગુનેગાર જેવું છે જ નહીં જગતમાં ! ૧૨૭ મૂળ ભૂલ જ પોતાની છે એટલે બીજો કોઈ ગુનેગાર નથી એમ સાબિત થાય. આની પાછળ રહસ્ય શું છે? ચેતન ગુનો કરે તો વાંધો આવે. ચેતન તો ગુનો કરતો નથી. ચેતન ચેતનભાવ કર્યા કરે અને તેમાંથી આ પુદ્ગલ ઊભું થાય છે ! તેમાંથી આ ભાંજગડ ઊભી થાય છે. પણ તે ય દુઃખદાયી નથી. ‘હું આ છું એ માન્યતા જ દુઃખદાયી છે ! બીજું કોઈ ગુનેગાર છે જ નહીં ! ૧૨૮ ભગવાન અનંત સુખનું ધામ છે ! તમને જો સુખ ગમતું હોય, દુઃખ ના ગમતું હોય તો ભગવાનને ભજો. અને દુઃખ ગમતું હોય, સુખ ના ગમતું હોય, તો જડને ભજો. ૧૨૯ સુખ એનું નામ કહેવાય કે જે આવ્યા પછી દુઃખ ના આવે. બીજું, જે જગતના લોકો સુખ કહે છે એ તો લૌકિક સુખ છે, સાચું સુખ ન હોય. આપ્તસૂત્ર ૧૩૦ સુખ તો પોતાની પાસે જ છે. આ પારસ્પારિક સુખો ભોગવવાની જે ઇચ્છા થાય છે, તે તો અજ્ઞાન સંગતિને લીધે છે. જેને આ સંગત નથી તેને તો સાચા સુખનું “રીયલાઈઝ' (પ્રતીતિ) થઈ જ જાય ! ૧૩૧ ક્લેશરહિતનું મન થયું તે “મોક્ષ'. ક્લેશ સાથેનું મન તે સંસાર'. ૧૩૨ જો મોક્ષે જવું હોય તો ‘એવરીવ્હેર એડજસ્ટ થવું જ પડશે. ૧૩૩ “એડજસ્ટ એવરીવ્હેર' આ વાક્ય તમારો સંસાર ‘ટોપ' ઉપર લઈ જશે. વ્યવહારમાં ય “ટોપ” ઉપર ગયા સિવાય કોઈ મોક્ષે ગયેલો નહીં. વ્યવહાર તમને ના છોડે, ગૂંચવ ગૂંચવ કરે તો તમે શું કરો ? માટે વ્યવહારનો ફટાફટ ઉકેલ લાવો. ૧૩૪ કલુષિત ભાવ જ ઉત્પન્ન ના થાય, ત્યારથી ભગવાનપદ ઉત્પન થયું ગણાય. અને કલુષિત ભાવો સંપૂર્ણ જાય તથા તેમના નિમિત્તે સામાને ય કલુષિત ભાવ જ ઉત્પન્ન ના થાય, તે ભગવાન ગણાય ! ૧૩૫ જ્યાં કંઈ પણ ક્લેશ છે ત્યાં ભગવાને ય નથી ને ધર્મે ય નથી. ૧૩૬ આત્મા સુખ પરિણામવાળો છે ! પોતે આત્મા છે, એનું સુખ કોઈથી લઈ શકાય તેમ નથી. પોતે અવ્યાબાધ સ્વરૂપી છે. ગજબની જાહોજલાલી છે પોતાની પાસે ! ત્યાં દુઃખ અડે જ કેમ ? ૧૩૭ કશી મુશ્કેલી આવે તેમ નથી. મન ડગ્યું તો મુશ્કેલી વળગે ! બસ, આટલો જ જગતનો નિયમ છે ! ૧૩૮ અનુકૂળ “પોલિશ' કરે છે ને પ્રતિકૂળ ઘડતર કરે છે. માટે બેઉમાં આપણને શો વાંધો છે ?

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 235