________________
આપ્તસૂત્ર
૨૧
૧૭૮ વઢવું એ મોટામાં મોટો અહંકાર છે, ગાંડો અહંકાર છે. વઢેલું કામનું ક્યારે કહેવાય ? પૂર્વગ્રહ વગર વઢે તે.
૧૭૯ વઢવાથી માણસ ચોખ્ખું કહે નહીં ને કપટ કરે. આ બધાં કપટ, વઢવાથી જ જગતમાં ઊભાં થયાં છે.
૧૮૦ એક ફેર ઝઘડો કરવો તે પાંચ હજાર રુપિયાનું નુકસાન કર્યા બરાબર છે.
૧૮૧
મતિ પહોંચતી નથી, તેથી મતભેદ થાય છે. મતિ ‘ફુલ’ (પૂર્ણ) પહોંચે ને મતભેદ ના થાય એવું હોવું જોઈએ.
૧૮૨ મતભેદ એ અથડામણ છે ને અથડામણ એ ‘વીકનેસ’ (નબળાઈ) છે.
૧૮૩ મોક્ષે જતાં અંતરાય કોણ કરે છે ? મત. મતને લઈને અજ્ઞાને ય સમજાતું નથી, જ્ઞાનની વાત તો જવા દો.
૧૮૪ ‘અમારો મત' કહ્યું એટલે આવરણ આવે. સ્વમતના આવરણને લીધે પરમત સમજાય નહીં એટલે પછી ત્યાં આગળ વાંકું જ બોલ બોલ કરે !
૧૮૫ અમે શોધખોળ કરેલી કે જગત આખું ‘વ્યૂ પોઈન્ટ”થી જુએ છે. ‘વ્યૂ પોઈન્ટ’માં શક્તિઓ નકામી જાય છે. આખી જિંદગી બેસી રહે તોય સામાનો ‘વ્યૂ પોઈન્ટ’ બદલાય તેમ
નથી.
૧૮૬ સામો માણસ ભૂલ કરીને આવે તેની કિંમત નથી, પણ ક્લેશ થાય તેની બહુ કિંમત છે. ક્લેશ છે ત્યાં ભગવાનનો વાસ નથી.
૧૮૭ ‘વ્યૂ પોઈન્ટ’માં રહેવું, ‘વ્યૂ પોઈન્ટ' સાથે ‘એડજસ્ટ’ થવું અને સેન્ટરમાં રહેવું, એ બહુ ભારે વસ્તુ છે ! ૧૮૮ મતભેદ પડે ત્યાં આપણી જ ભૂલ છે એમ માનીશું ત્યારે આ
આપ્તસૂત્ર
જગતનો છેડો આવશે. બીજો કોઈ ઉપાય નથી. ઉપાય કરવો એ આપણો છૂપો અહંકાર છે. ઉપાય શેના માટે ખોળવાના ? ૧૮૯ વિકલ્પોની ઉપાસના કરે એટલે શું મળે ? દુઃખ જ મળે ને ! ભગવાને કહેલું કે બધા જ્યાં જાય ત્યાં જઈશ નહીં. બધા જાય ત્યાંથી પાછો ફરજે !
ક્લેશ કરાવનારું કોણ ? અજ્ઞાન !!!
૨૨
૧૯૦
૧૯૧
૧૯૨
૧૯૩
૧૯૪
૧૯૫
કોઈને દુઃખ થાય એવું વાતાવરણ ઊભું કરીએ એટલે આપણને ક્લેશ ઊભો થઈ જાય.
મોઢું ચઢાવીને ઘરમાં બેસે, તે ક્લેશ કહેવાય.
આપણને કોઈ વઢીને છોડે તે ઋણાનુબંધ સારું. એના મનમાં રહે કે આને કેવો ટાઢો પાડ્યો ! આપણે વઢીને છૂટા થઈએ એ હિસાબ સારો નહીં.
આ જગતમાં ક્યારેય કોઈની ઉપર શંકા ના કરાય. સાચું હોય તો ય શંકા ના કરાય. શંકા કરવી એ ભયંકર ગુનો છે. ૧૯૬ સંસારમાં દુઃખ એટલે શું ? ત્યારે કહે, કુશંકાથી ઊભાં થયેલાં દુઃખ.
ઘરમાં મોટા ભાગની વઢવાડો તે અત્યારે શંકાથી ઊભી થઈ જાય છે. શંકાથી સ્પંદનો ઊઠે ને એ સ્પંદનોના ભડકા જાગે. અને જો નિઃશંક થાય તો ભડકા એની મેળે શમી જાય. બેઉ જો શંકાવાળા થાય તો ભડકા શમે શી રીતે ? એકાદને નિઃશંક થયે જ છૂટકો !
૧૯૭
દ્રષ્ટિમાં રોગ હોય તો સામાનું અવળું જ દેખાય, ગમે તેવું સાચું હોય તો ય !
૧૯૮ ચોરને ચોર કહેવામાં વાંધો નથી પણ તેને ખરાબ કહેવું, તેને