________________
આપ્તસૂત્ર ૨૭૦ વ્યાકુળતામાં નિરાકુળતા રહે, એ જ સાચી નિરાકુળતા. ૨૭૧ મહીં સુખ હોય ત્યાં સુધી કોઈ માણસ કોઈનું કશું બગાડે નહીં.
દુખિયો માણસ જ બીજાનું બગાડે. દુખિયો હોય, તે બીજાને સળી કરે. સુખિયો માણસ તો બધાંને સુખ આપવાનો પ્રયત્ન
૨૬૧
આપ્તસૂત્ર
૨૯ ૨૫૮ ભગવાને શું કહ્યું કે કાંટો જોયા કરજે. જો અંતરસુખ ઘટે અને
બાહ્યસુખ વધે તો સમજજે કે મરવાનો થયો છે. ૨૫૯ જે ધર્મથી અંતરશાંતિ ના થાય એ ધર્મ ધર્મ જ કહેવાય નહીં ને ! ૨૬૦ જ્યાં શાંતિ નથી ત્યાં કિંચિત્માત્ર ધર્મ નથી.
મનની શાંતિ એ મનોવૈભવ છે. મનોવૈભવ એ “ટેમ્પરરી એડજસ્ટમેન્ટ' છે. આત્મશાંતિ એ આત્મવૈભવ છે ને
આત્મવૈભવ એ “પરમેનન્ટ એડજસ્ટમેન્ટ' છે. ૨૬૨ ઉપાધિમાં શાંતિ રહે, એને ભગવાને પુરુષાર્થ કહ્યો અને
ઉપાધિમાં સમાધિ રહે, એને ભગવાને “જ્ઞાન” કહ્યું. ૨૬૩ અનુકૂળતા એ ‘ફૂડ’ છે અને પ્રતિકૂળતા એ “વિટામિન' છે. ૨૬૪ અપમાન “વિટામિન' છે અને માન એ “ફૂડ' છે. ૨૬૫ “પ્યૉર’ સમજણમાં સુખ છે. આ તો ‘ઈમ્યૉર’ સમજણનાં
દુ:ખ છે. ૨૬૬ સુખ-દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી. સુખ-દુઃખ એ તો
અજ્ઞાન પરિણામ છે. આ તો “એન્ડ’વાળા સુખ-દુઃખ છે. ૨૬૭ અવળી સમજણ એ દુઃખ છે ને સવળી સમજણ એ સુખ છે.
સમજણ કઈ મળે છે તે જોવાનું. અવળી સમજણની આંટી પડી તો દુઃખ, દુઃખ ને દુઃખ અને એ આંટી છૂટી ગઈ તો સુખ, સુખ ને સુખ !! બીજું દુઃખ-સુખ છે જ નહીં આ
દુનિયામાં ! ૨૬૮ ઈન્દ્રિયનો સ્વભાવ છે કે ઈન્દ્રિયગમ્ય સુખને જ ખોળે અને
અતીન્દ્રિયનો સ્વભાવ છે કે અતીન્દ્રિય સુખને જ ખોળે. ૨૬૯ વ્યાકુળતાથી આ બધાં દુઃખો ઊભાં થાય છે અને ‘જ્ઞાની' પાસે
નિરાકુળતાથી દુઃખો નાશ થઈ જાય.
૨૭૨ દુઃખ-સુખ તો આવ્યાં જ કરવાનાં. એ “સાયન્ટિફિક
સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. દુઃખ-સુખ એ “ઇફેક્ટિવ' છે. તેમાં આપણે એવું કંઈક કરી લેવું જોઈએ કે કોઈ
ઈફેક્ટ' જ ના થાય. ૨૭૩ “સર્વ દુઃખોથી મુક્તિ શી રીતે થાય', એ જાણવા માટે જ આ
જીવન જીવવાનું છે. ૨૭૪ જે જેવી રીતે જીવવા માગે છે, તે તેવી રીતે જીવી શકે જ. ૨૭૫ બહુ ઉપયોગપૂર્વક, વિચારપૂર્વકનું જીવન જીવવાનું છે.
દરેકનું પરિણામ શું આવશે એ જોવું. પરિણામને વિચારતાં વિચારતાં આત્મા તેવો થઈ જાય ? ના. એ પરિણામના વિચારને જે જાણે છે તે આત્મા છે. પણ પરિણામ તો સીધાં
જ જોઈશેને ? ઝીણવટથી જીવવું જોઈએ કે નહીં ? ૨૭૬ આ મનુષ્યજન્મ મળ્યો છે તેમાં “આપણું કેટલું અને પરાયું
કેટલું', એનો વિવેક કરવાનો છે. ૨૭૭ આ જગતમાં કોઈ એવું સ્થાન નથી કે કોઈ એવી અવસ્થા
નથી કે જે તમને ડીપ્રસ’ કરી શકે ! ૨૭૮ કોઈ એવો સમય, સંજોગ કે અવસ્થા એવી ના હોય કે જે
આપણને “ડીપ્રેસકરી શકે ! ૨૭૯ આપણાથી લોક ભડકવા માંડ્યા તો જાણવું કે વિકરાળ જંગલ
આવ્યું. જો લોકો રાજી હોય તો જાણવું કે રસ્તો સારો છે.