Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 14
________________ આપ્તસૂત્ર ૨૫ ૨૧૮ કોઈ પ્રાકૃતિક પુષ્પ નકામું નથી, પણ તે શું કામનું છે તે શોધી કાઢવાનું છે. તને વેઢમી બનાવતાં નથી આવડતી, આ નથી આવડતું, તે નથી આવડતું, એમ કહ્યા કરવાનું નથી. પણ તેને શું આવડે છે, તેની ખોજ કરો. ૨૧૯ આ સંસાર ઘરના જ માણસોને લીધે ઊભો રહ્યો છે, બીજા કશાથી નહીં. ઘરનો લાભ લેતાં આવડતું નથી. આ તો પાંચ છ જણાનું એસોશિયેશન છે. ૨૨૦ ફેમિલી મેમ્બર' એટલે ? કે જેટલો જેનો વેપાર એટલાં એના ઘરાક ! નાનો વેપાર તો ઓછા ઘરાક ને મોટો વેપાર તો ઘણાં ઘરાક ને વેપાર બંધ થયો, ચોપડાનાં ખાતાં પૂરાં થયાં, તો ઘરાક બંધ થાય. ૨૨૧ ખરી રીતે દુનિયા જીતવાની નથી, ઘર જીતવાનું છે. ૨૨૨ આપણો છોકરો મોટો થયો હોય ને સામો થઈ જતો હોય તો જાણવું કે આ આપણું “થર્મોમિટર’ છે. આ તમારે ધર્મ કેટલો પરિણામ પામ્યો છે, એના માટે “થર્મોમિટર' ક્યાંથી લાવવું? ઘરમાં ને ઘરમાં ‘થર્મોમિટર’ મળી આવે તો પછી બહાર વેચાતું લેવા ના જવું પડે !!! ૨૨૩ દીકરો તો તેને કહેવાય કે જે બાપની બધી જ ઝંઝટ છોડાવી આપ્તસૂત્ર તો જગત ઊભું થયું છે. ધાકધમકીથી તો પ્રકૃતિ વિશેષ બગડે. ૨૨૭ કોઈને ય સુધારવાનો પ્રયત્ન કરશો નહીં, પણ જાતે સુધરવાનો પ્રયત્ન કરજો. કોઈને સુધારવાનો અહંકાર તો તીર્થકરોએ ય નહીં કરેલો, એ તો મોક્ષનું દાન આપવા આવેલા. ૨૨૮ પોતે સીધો થયો હોય તે જ સામાને સુધારી શકે. ૨૨૯ સામાને સુધારવા માટે તમે દયાળુ હો તો વઢશો નહીં. એને સુધારવા તો માથું તોડી નાખે એવો મળી જ જશે. ૨૩૦ મોક્ષે જવું હોય તો તમારા કોઈ પુત્ર-પુત્રી છે નહીં. સંસારમાં રહેવું હોય તો પુત્ર-પુત્રી તમારાં જ છે. ૨૩૧ સારી વસ્તુ ઊંધી બોલવાથી બગડી જાય, તેમ ઊંધી વસ્તુ સારી બોલવાથી સુધરી જાય છે. ૨૩૨ આપણે” આ સંયોગો જોડે સંયોગ પૂરા કરવાના છે. આ સંયોગોમાં આવી ફસાયા છીએ તો આ સંયોગો જેમ તેમ કરીને ઊંચા મૂકવાના. આપણે કંઈ ધણી થવા માટે નથી આવ્યા, આ સંયોગોને ઊંચા મૂકવાના છે ! ૨૩૩ સંયોગો “ઓટોમેટિક્લી' “સાયન્ટિફિક્તી’ થાય છે ને વિયોગ નિયમથી થાય છે. ૨૩૪ સ્થળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે ને પરાધીન કરાવનારા છે. પાછાં ‘વ્યવસ્થિત’ ભાવે રહેલા છે. ૨૩૫ આ “વર્લ્ડ'માં કોઈ એવો માણસ નથી કે જેને સંયોગો ઉપર કાબૂ હોય ! ૨૩૬ દેહ પ્રત્યે જેના રાગ-દ્વેષ ગયા, તેને કોઈ સંયોગ નડતો નથી. સંયોગ નડતા નથી, રાગ-દ્વેષ નડે છે. સંયોગ તો શેય છે ને ૨૨૪ જેના ઘરમાં મા કડક હોય, તેના છોકરાને વ્યવહાર ના આવડે. ૨૨૫ બાપ ધર્મિષ્ઠ હોય તો છોકરાંની ખોડ કાઢ કાઢ ના કરે. પ્રકૃતિની ખોડ કાઢવી ના જોઈએ. પ્રકૃતિની ખોડ કાઢવાથી ભગવાનને વાત પહોંચે છે. પ્રકૃતિ નિયમિત છે, ‘વ્યવસ્થિત' ૨૨૬ પ્રકૃતિ ધાકધમકીથી ના સુધરે કે ના વશ થાય. ધાક-ધમકીથી

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 235