________________
આપ્તસૂત્ર
૩૩ પુરુષ કો'ક કાળે એક હોય. મોક્ષ દુર્લભ નથી, “મોક્ષદાતા
પુરુષ’ અતિ અતિ દુર્લભ છે. ૨૯૯ સંસારનાં બંધનો આપણને બાંધી શકે એમ છે જ નહીં એવું
‘વીતરાગો'નું જ્ઞાન છે. કોઈ ચીજથી બંધાય જ નહીં એવી આપણી “જાત છે. એ “જાતને ઓળખો, એનું જ્ઞાન કરો,
એવો આત્મા છે ! ૩00 સંસારમાં નરી પરવશતા ! નિરંતર પરવશતા ! જાનવરો ય
પરવશ, મનુષ્યો ય પરવશ, કેમ પોસાય ? એમાંથી સ્વતંત્ર થવાય એવો ‘આ’ માર્ગ છે ! ‘આ’ ‘રીયલ’ માર્ગ છે, સ્વતંત્ર
થવાનો ! ૩૦૧ આ સંસાર એટલે પરવશતાનું સંગ્રહસ્થાન ! ૩૦૨ આ સંસાર નરી ફસામણ છે. ફસાયા પછી નીકળાય નહીં.
અરે, આ કાદવમાં ઊંડો ઊતરે તો ય ના નીકળાયને ! કાદવમાં ગરક્યા પછી નીકળવા જેમ જેમ પ્રયત્ન કરે, તેમ
તેમ વધારે ને વધારે ગરકાય ! ૩૦૩ તારે જો મોક્ષે જવું હોય તો પછી ઝાંખરામાં ભરાઈ ના
રહીશ. ધોતિયું ભરાય તો તે ભલે ફાટી જાય પણ ખેંચીને ચાલવા માંડવું. અરે, નીકળી જાય તો ભલે, તેને છોડીને
ચાલવા માંડવું! ૩૦૪ આ પરવશ જગ્યા છે. “આપણે” સ્વતંત્ર છીએ ! “પોતાની'
જગ્યાએ જઈએ તો ઉકેલ આવી જાય. જગત આખું આ
પરવશપણાથી મુક્તિ ખોળે છે. ૩૦૫ હિન્દુસ્તાનના લોકોને તો વિભૂતિ સ્વરૂપ ભગવાન કહ્યા છે.
તમે ભાન જતાં રહેલા, તો ય ભગવાન છો ! તો પછી “મારું શું થશે ? સુખ ક્યાંથી મળશે ?” એવું કેમ ?
આપ્તસૂત્ર ૩૦૬ સંસારમાં સુખ કહેવાય જ કેમ ? આ તો માની લીધેલું સુખ
છે. સુખ તો સ્વતંત્રતા હોવી જોઈએ તેમાં છે. “કોઈ બાપો ય ઉપરી ના જોઈએ.” જ્યાં સુધી માથે “બૉસ' હોય, ત્યાં
સુધી સુખ કહેવાય જ કેમ ? ૩૦૭ મોક્ષ થયો ક્યારે કહેવાય ? આપણે છૂટી ગયા છીએ, એવું
ભાન થાય. મારો કોઈ ઉપરી નથી, ભગવાને ય મારો ઉપરી
નથી, એવું ભાન વર્તે. ૩૦૮ માથે ભગવાન હોય ત્યાં મોક્ષ ના હોય. મોક્ષ હોય ત્યાં
ભગવાન ઉપરી ના હોય. એક પણ ઉપરી હોય ત્યાં સુધી પરવશપણું કહેવાય.
પરવશપણું કેમ પોસાય ? ૩૧૦ ‘હું પોતે જ પરમાત્મા છું' એવું ભાન થાય તો મોક્ષે જવાય.
નહીં તો મોક્ષનો સાક્ષાત્કાર જ હોય નહીં, જૂજમાં દર્શન
કહેવાય. ૩૧૧ તારો ઉપરી કોણ ? તારી ‘બ્લેડર્સ' અને તારી ‘મિસ્ટેકસ'.
બ્લેડર્સ' “અમે' ભાંગી આપીએ ને ‘મિસ્ટેકસ' તારે
ભાંગવાની. તેનો “અમે' તને રસ્તો દેખાડીશું. ૩૧૨ “ચંદુલાલ છું એ જ મોટામાં મોટી “બ્લેડર’ છે ! ભૂલોને
'માફ કરવામાં આવે છે. “બ્લેડર્સને માફ કરવામાં આવતી
નથી.
૩૧૩ ‘અમે' ક્યું પદ જોયું હશે ?! બ્રહ્માંડનું માલિકીપણું જોયું છે !
એ બ્રહ્માંડના માલિકને જોઈએ કે એમનો શો ‘બિઝનેસ’ છે
તે આપણો ‘બિઝનેસ” થશે, ત્યારે તમને એ પદ પ્રાપ્ત થશે !! ૩૧૪ આ ‘પ્લોટનું માલિકીપણું છૂટે તો આખા બ્રહ્માંડના માલિક
થાય ને “પ્લોટ'ના માલિક થાય તો બ્રહ્માંડનું માલિકીપણું
જાય.