________________
૨૯૧
આપ્તસૂત્ર
૩૧ ૨૮૦ જેનો અહંકાર ગયો હોય, તે ગમે તે માણસને ખુશ કરી શકે
અને “સમભાવે નિકાલ કરી શકે ! ૨૮૧ સામાની છાયા આપણા પર પડી કે એનો રોગ આપણી મહીં
પેસી જાય ! પછી એના ગુણો જોઈને કે સિદ્ધિઓ જોઈને
છાયા પડી હોય ! ૨૮૨ આ વર્લ્ડમાં એવો કોઈ માણસ નથી કે જે આપણને ચાવી
મારી શકે ! જો પીન વાગે તો તું “સ્ટવ' છે ! ૨૮૩ આપણું કરેક્ટ (બરાબર) હોય તો દુનિયામાં આપણને કોઈ
હલાવી ના શકે. પહેલું “કરેક્ટનેસ’ને પછી “એક્કેક્ટનેસ'
થાય. ૨૮૪ કોઈની ય છાયા ના પડે એવી દુનિયા તને બાજુએ મૂકતાં
આવડે, તેનું નામ સમર્પણભાવ ! ૨૮૫ જ્યાં અક્કડ થવાની સ્થિતિ ત્યાં નમ્ર થાય, એનું નામ
ખાનદાની. જેમ નમ્રતા વિશેષ થાય તેમ ખાનદાની ઊંચી. ૨૮૬ જે કામ કરીએ ને કહી દઈએ કે “મેં કર્યું, તો ખાનદાની
જતી રહે. ખાનદાન તો બેઉ બાજુએ ઘસાય. આપતાં ય
ઘસાય ને લેતાં ય ઘસાય. ૨૮૭ ‘ડ્યૂટી’ બજાવવી એ ધર્મ નથી. ‘ડ્યૂટી' ના બજાવવી એ
ગુનો છે. “ડયૂટી' તો બધા ય બજાવે જ છે. પણ કચકચ
કરતાં બજાવે તો ગુનો છે. ૨૮૮ જગતમાં બધું જ ફરજિયાત છે. મરવાનું ય ફરજિયાત છે.
જન્મવાનું ય ફરજિયાત છે. માટે એવી કંઈ શોધખોળ કરો
કે, ‘મરજિયાત’ શું છે ? ૨૮૯ જો તારે છૂટવું હોય તો ‘આ’ જાણવાનો પ્રયત્ન કર. નહીં તો
જે છે તે બરોબર છે, “કરેક્ટ' છે.
આપ્તસૂત્ર ૨૯૦ ફક્ત વાત જ સમજવાની જરૂર છે કે, વોટ ઈઝ કરેક્ટ ?
એન્ડ વોટ ઈઝ ઈનકરેક્ટ ? સાચી વાત શી છે ? કરેક્ટનેસ” શું છે? “વર્લ્ડ' શું છે ? આ બધું શું છે ? તમે કોણ છો ? પરમાત્મા શું છે ? પરમાત્મા છે? પરમાત્મા છે જ અને તે તમારી પાસે જ છે. બહાર ક્યાં ખોળો છો ? પણ કોઈ આપણને એ દરવાજો ખોલી આપે તો દર્શન કરીએ ને ? એ દરવાજો એવો વસાઈ ગયેલો છે કે કોઈ દહાડો પોતાથી ખોલાય એવો છે જ નહીં. એ તો પોતે તર્યા હોય એવાં તરણ તારણહાર “જ્ઞાની
પુરુષનું જ કામ છે ! ૨૯૨ સંસાર છે જ ફરજિયાત. ‘મરજિયાતમાં એક સેકંડે ય કોઈ
દહાડો પોતે' આવ્યો નથી. ૨૯૩ “મરજિયાત’ ભાગ ક્યારે ઉત્પન્ન થાય ? “પોતે કોણ છે એ
ભાન ઉત્પન્ન થાય ત્યારે. ૨૯૪ ભગવાનનો શો કાયદો છે ? કોઈને છૂટવું હોય, તેને
ભગવાન ક્યારેય બાંધતા નથી અને જેને બંધાવું હોય એને
ક્યારેય પણ છોડતા નથી. ૨૯૫ છૂટવાનાં કારણો સેવે, તેને છૂટવાના બધા સંયોગ મળે. ત્યાં
ભગવાન એને હેલ્પ કર્યા જ કરે છે અને બંધાવાનાં કારણો
રાખે છે, તેને ય ભગવાન હેલ્પ કર્યા જ કરે છે. ૨૯૬ લોકોની સમજણે ચાલ્યો તેથી બંધાયો ; “જ્ઞાની'ની સમજણે
ચાલ્યો એ છૂટી ગયો ! ૨૯૭ છૂટેલાની સમજણે ચાલીશ તો છૂટીશ ને બંધાયેલાની
સમજણે ચાલીશ તો બંધાઈશ. ૨૯૮ બંધાવા માટે નિમિત્તો મળેલાં છે તેમ છોડાવવા માટે નિમિત્ત
મળે તો તે છોડાવે જ છે. છૂટેલો હોય તે છોડાવે. છૂટેલો