Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 13
________________ આપ્તસૂત્ર ૨૩ આપ્તસૂત્ર સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. ત્યાં વહેમ શો ? તું આખા બ્રહ્માંડનો માલિક છે, તેનો પુરાવો “હું” આપવા તૈયાર છું. ૨૦૯ શંકાનું સમાધાન ના હોય, સાચી વાતનું સમાધાન હોય. શંકાનું સમાધાન ક્યારેય પણ થાય નહીં. ૨૧૦ શંકા એટલે શું ? પોતાના આત્માને બગાડવાનું સાધન. ૨૧૧ ચોપડો જોતાં ના આવડે તો વહેમ પડે ને વહેમ પડે તો દુઃખ દુ:ખ દેવું, તે દ્રષ્ટિનો દોષ છે. એ દ્રષ્ટિદોષથી જ જગત ઊભું થયું છે. જગત ખાલી ભાસ્યમાન પરિણામથી છે. એકઝેક્ટ' પરિણામ નથી. ૧૯૯ જો શંકા કરવી હોય તો ઠેઠ સુધી કરવી. એને ભગવાને જાગૃતિ કહી છે. જો શંકા કરીને બંધ થઈ જવાની હોય તો તે કરીશ નહીં. આપણે કાશીએ જવા નીકળ્યા ને મથુરાથી પાછા આવીએ, તેના કરતાં નીકળ્યા જ ના હોત તો સારું. ૨૦૦ લોક તો બધા જ પર્યાય ભૂલતા જાય. આગળ લખતા જાય ને પાછળ ભૂલતા જાય. ૨૦૧ જો શંકા કરવી તો આખી જિંદગી કરવી. ખોટની ચિંતા કરવી તો આખી જિંદગી કરવી, નહીં તો કરવી નહીં. ૨૦૨ કો'ક જ દહાડો મતભેદ પડે એ માનવતાનું પ્રમાણ. ૨૦૩ તમને મતભેદ પડે એટલી તમારી નિર્બળતા. લોક ખોટા નથી. કોઈ જાણી-જોઈને કરતો જ નથી. આપણે તો માફી માગી લેવી કે આપણી ભૂલ છે. ૨૦૪ મતભેદનો અર્થ શો ? ભીંત જોડે અથડાયો. આપણા માથાને વાગ્યું. તે ભીંતનો દોષ કે આપણો દોષ ? ૨૦૫ ‘કોઈની સાથે ક્યારેય પણ અથડામણમાં ના ઊતરશો.’ - આ મોક્ષે જવાની મોટી ચાવી છે. ૨૦૬ અથડામણ થાય છે એ આપણી જ નબળાઈ છે. ૨૦૭ અથડામણ એ જ આપણી અજ્ઞાનતા છે. સાચું-ખોટું ભગવાનને ત્યાં હોતું જ નથી. ભગવાનને ત્યાં વંદું હોતું જ નથી. ૨૦૮ જેને વહેમ પડે, તેનું આખું નિકંદન જાય. વહેમ એ ‘ટિમિડનેસ' (ભીરુતા) છે. આખું જગત “સાયન્ટિફિક ૨૧૨ કોઈના ‘ધૂ પોઈન્ટ'ને ખોટું કેમ કહેવાય ? કોઈ આંધળો ભીંતને અથડાય તો આંધળાને કંઈ વઢાય કે કેમ અથડાયો ? અલ્યા, આંધળો હતો તેથી તો અથડાયો. ૨૧૩ બીબી-છોકરાં એ તો આપણા આશ્રયે આવેલાં છે. જે આપણા આશ્રયે આવેલું હોય, તેને દુ:ખ કેમ કરીને દેવાય ? સામાનો વાંક હોય તો પણ આશ્રિતને આપણાથી દુઃખ ના દેવાય. ૨૧૪ “એડજસ્ટ' થવામાં વાંધો ક્યાં આવે છે? “આ મારી પૈણેલી' ને આ મારી ‘વાઈફ'. અરે, પણ ન હોય આ ‘વાઈફ'. આ ‘હસબંડ’ જ નથી, ત્યાં પછી ‘વાઈફ' હોતી હશે ? ૨૧૫ પૈણવાની કિંમત ક્યારે હોત ? હજારો માણસોમાં એકાદ જણને પૈણવાનું મળતું હોય તો. આ તો બધા જ પૈણે, એમાં ૨૧૬ ઘરમાં તો વ્યવહાર સારો જ રાખવો જોઈએ ને ! પોતાના ખેતરનો છોડવો ના વટાય એ આપણે ખ્યાલ રાખીએ છીએ ને ?! ૨૧૭ આપણને એમ છે કે આ આપણું ઘર છે ને કુટુંબ છે. ના, કર્મો ખપાવવાની દુકાન છે. ઘરાક-વેપારી જેવો સંબંધ છે !

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 235