________________
આપ્તસૂત્ર
૧૫૮
૧૯
વ્યવહારમાં ‘નોર્માલિટી’ જોઈએ. બહુ નજીકનો સગો હોય તો એક ફેર વળગી પડવા આવે ને બીજી ફેર વઢવા આવે એવું ના હોવું જોઈએ.
૧૫૯ મતભેદ થાય ત્યારે ઝઘડો થાય. મનભેદ થાય ત્યારે ‘ડાયવોર્સ’ થાય. તનભેદ થાય ત્યારે નનામી નીકળે. ૧૬૦ જાણ્યું તેનું નામ કહેવાય કે કોઈ જોડે મતભેદ ના પડે. આમ ઘરમાં મતભેદ પડે તે કેમ ચાલે ? બઈ કહે કે ‘હું તમારી છું’ ને ધણી કહે કે ‘હું તારો છું’, પછી મતભેદ કેમ ? ૧૬૨ જેનું સાસુપણું છૂટી ગયું, તેનો બધો મોહ ઊડી ગયો ! પછી ફરી સાસુ થવાનો વારો જ ના આવે ને ! સાસુપણું જલદી છૂટે એવું નથી.
૧૬૧
૧૬૩ બીજાને અનુકૂળ થતાં આવડે, એને કોઈ દુઃખ જ ન હોય. ‘એડજસ્ટ એવરીવ્હેર’.
૧૬૪ પોતે મુશ્કેલીમાં કોઈ જગ્યાએ મૂકાયેલો હોય, ત્યારે તે પોતાનું ‘એડજસ્ટમેન્ટ’ કરી લે તો ય સંસાર રૂપાળો લાગે ! ૧૬૫ મતભેદ પાડવા એ જ ‘પોઈઝન’ છે. થવું છે અમર ને પીએ છે ‘પોઈઝન’ !
૧૬૬ સંકુચિત જ્ઞાન એ મત છે ને વિશાળ જ્ઞાન એ જ ‘વિજ્ઞાન’
છે.
૧૬૭ મતભેદ પાડો ત્યાં આત્મા ક્યાં રહે ? મતભેદ ત્યાં આત્મા નહીં ને આત્મા ત્યાં મતભેદ નહીં. જ્યાં મતભેદ છે ત્યાં આત્મા ક્યારેય પ્રગટ ના થાય. અહંકાર હોય ત્યાં મત હોય. ૧૬૮ ધર્મનું રક્ષણ કરવાનું છે, મતભેદનું રક્ષણ કરવાનું નથી. ૧૬૯‘વિજ્ઞાન’થી મતભેદ જાય. ‘વિજ્ઞાન’થી સંપૂર્ણ સમાધિ રહે,
૨૦
૧૭૦ આપણી વાત સામાને ‘એડજસ્ટ’ થવી જ જોઈએ. આપણી વાત સામાને ‘એડજસ્ટ’ ના થાય, તો તે આપણી જ ભૂલ છે. બધી રીતે ભૂલ નથી. પણ કંઈક આપણી ભૂલ છે. ભૂલ
ભાંગે તો ‘એડજસ્ટ’ થાય. વીતરાગોની વાત ‘એવરીવ્હેર એડજસ્ટમેન્ટ'ની છે.
૧૭૧
૧૭૩
આપ્તસૂત્ર
નિરંતર સમાધિ રહે. એ ‘વિજ્ઞાન’ જગતમાં કો’ક ફેરો ઊભું થાય છે. બાકી ‘વિજ્ઞાન’ હોય નહીં.
૧૭૨‘શું કરવાથી પોતે સુખી થાય', એટલું જ જો આવડી જાય ને, તો બધું જ ‘સાયન્સ' આવડી ગયું એને.
‘એવરીવ્હેર એડજસ્ટ’ થાય ત્યારે વીતરાગોની વાત પૂર્ણ પામ્યો કહેવાય.
૧૭૬
૧૭૪ નિર્વિકલ્પ સુખનો અર્થ શો ? વિકલ્પ કરવા જેટલી ય એમાં મહેનત નથી. કોઈ પણ જાતની મહેનત વગર સુખ ઉત્પન્ન થાય છે એ પોતાનું સ્વયંસુખ છે અને આ વિકલ્પી સુખ મહેનતવાળું છે.
૧૭૭
સંસારમાં સુખ તો હોય જ નહીં. પણ ભગવત ઉપાય લો તો કંઈક શાંતિ લાગે ને જ્ઞાન-ઉપાયથી કાયમની શાંતિ રહે.
૧૭૫ જ્યાં આરોપિત સુખ છે જ નહીં, સ્વાભાવિક સુખ છે ત્યાં મુક્તિ છે.
‘જ્ઞાની પુરુષ’ નિરંતર સ્વાભાવિક સુખમાં જ રહ્યા કરે અને એ જ આપણને સ્વાભાવિક સુખમાં લાવી શકે. બાકી, બીજો કોઈ લાવી ના શકે. જે તર્યો છે એ જ તારે. ડૂબકાં ખાનારો તે શું કરે ?
બહારની વઢવાડ એકાવતારી હોય અને અંદરની વઢવાડ સો-સો અવતાર. લાખ-લાખ અવતાર સુધી ચાલ્યા કરે !