________________
૧૮
આપ્તસૂત્ર ૧૪૮ સંસારનાં વિષયસુખની જેટલી સ્પૃહા વધારે, તેટલું
(આધ્યાત્મિક) ડેવલપમેન્ટ’ ઓછું. ૧૪૯ ધણી થવામાં વાંધો નથી, પણ ધણીપણું બનાવવામાં વાંધો
આપ્તસૂત્ર
૧૭ ૧૩૯ આ “સ્પીડ બ્રેકર' છે, તે શા માટે છે ? તમારી “સેફટી' માટે
છે. માટે આ અડચણો આવે છે તે તમારા હિત માટે છે. આ અડચણો ના હોય તો બધા સ્પીડમાં અટક્યા વગર દોડાદોડ
કરે ને અથાડી મારે. નોર્માલિટીમાં રહેવા માટે અડચણો છે. ૧૪૦ તમને દુઃખ કોણ દે છે ? તમારાં ક્રોધ-માન-માયા-લોભ.
એમાં કુદરતનો શો દોષ ? ૧૪૧ આ સંસાર ‘વ્યવસ્થિત' છે એવું સમજમાં આવે તો ઘણાં
દુઃખો ઓછાં થઈ જાય. ૧૪૨ આ જગતમાં લઢવાડ ક્યાં હોય ? જ્યાં આસક્તિ હોય ત્યાં
જ. ૧૪૩ શાદી (લગ્ન) બે રૂપે પરિણામ પામે : કોઈ વખત
આબાદીમાં જાય, તો કોઈ વખત બરબાદીમાં જાય. ૧૪૪ આ બધા સુખને હારુ પૈણે છે, પણ મહીં દુઃખી થાય છે
બિચારા ! કારણ કે સુખી થવું, દુઃખી થવું એ પોતાના હાથની વાત નથી. એ પૂર્વે કરેલાં કર્મના આધીન જ છે એમાં
છૂટકો નથી. એ ભોગવવાં જ પડશે. ૧૪૫ ‘હસબંડે' ય કર્યા વગર ચાલે તેમ નથી, જેટલી સંડાસની
જરૂર છે એટલી ‘હસબંડ'ની જરૂર છે. ‘હસબંડ તો બે-ચાર દહાડા બહારગામ જાય તો ચાલે, પણ સંડાસ વગર ના ચાલે. જેની જેની જરૂરિયાત તે ખોળે. રસોડું ય ખોળે. આવા
જગતમાં લોકોએ કેવા કેવા અર્થ વગરના વિકલ્પો કર્યા ! ૧૪૬ સ્ત્રી-પુરુષનો (પરણ્યા પછી) વ્યવહાર કેમ કરવો, એની તો
બહુ મોટી કોલેજ છે. આ તો ભણ્યા વગર પૈણી જાય છે. ૧૪૭.
‘મિનિટે ય ભાંજગડ ના પડે, એનું નામ ધણી. મિત્ર જોડે જેમ બગડવા નથી દેતા તેમ સાચવવું. મિત્ર જોડે ના સાચવે તો મિત્રતા તૂટી જાય.
૧૫). સંસારમાં બીજું કશું ના આવડે, તેનો વાંધો નથી. પણ
એડજસ્ટ થતાં તો આવડવું જ જોઈએ. સામો ડીએડજસ્ટ” થયા કરે ને આપણે “એડજસ્ટ' થયા કરીએ તો સંસારમાં
તરી પાર ઊતરી જશો. ૧૫૧ બાઈનો ધણી થતાં આવડ્યું ક્યારે કહેવાય ? કે બાઈ
નિરંતર પૂજ્યતા અનુભવતી હોય ! ૧૫ર આપણું ધણીપણું ક્યાં સુધી રહે ? આપણે ગુનામાં ના
આવીએ ત્યાં સુધી. ૧૫૩ મૂળથી આ લોકોને કોઈ વઢે તે ગમતું નથી. અલ્યા, એને જ
વિટામિન બનાવી દેને, તો કામ થઈ જાય. ૧૫૪ દુઃખ એ આત્માનું ‘વિટામિન' છે અને સુખ એ દેહનું
‘વિટામિન' છે. ૧૫૫ ‘હસબંડ' એટલે ‘વાઈફ'ની ‘વાઈફ'. આ તો લોક ધણી થઈ
બેસે છે. અલ્યા, ‘વાઈફ' કંઈ ધણી થઈ બેસવાની છે ? ૧૫૬ આ તો અહીં જીવ્યો ત્યાં સુધી ધણી ને જીવ્યો નહીં તો ?
અથવા તો કાલે ‘ડાયવોર્સ' લે તો? પછી તું શાનો ધણી ? ૧૫૭ પોતે' જ ‘પરમાત્મા છે પણ અણહક્કમાં પડ્યો છે. તેથી
પોતાનું ભાન નથી. ભગવાને કહેલું કે તું ત્રણ સ્ત્રી કરે તો અમને વાંધો નથી. પણ તું હક્કની રાખ. અને સ્ત્રીના મનને તું સાચવજે. અને તારું મન સ્ત્રી સાચવે અને કર્મ ના વધે એ ખ્યાલ રાખજે.