Book Title: Aptasutra Full Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 8
________________ આપ્તસૂત્ર પોળમાં રહે છે ? ઉપર ? ઉપર તો કોઈ બાપો ય રહેતો નથી. ‘હું' બધે ફરી આવ્યો છું. ભગવાનનું સાચું “એડ્રેસ” તો, God is in every creature, whether, whether visible or invisible. God is in creature, not in creation. ૧૧૦ જગત આખું ભગવાનને જાણતું જ નથી. જે શક્તિ આ જગત ચલાવે છે, તેને જ જાણે છે કે આ ભગવાન છે. ખરેખર એ ભગવાન નથી. એ તો ‘મિકેનિકલ એડજસ્ટમેન્ટ' છે. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. ભગવાન વીતરાગ છે ને આ ‘મશીનરી' ય વીતરાગ છે. ૧૧૧ એક દ્રષ્ટિ કહે છે, “બનાવ્યું'. બીજી કહે છે, “બની ગયું.' બનાવ્યું કહે છે એ સંસારદ્રષ્ટિ છે ને ‘બની ગયું કહે છે એ જ્ઞાનદ્રષ્ટિ છે. “બનાવ્યું' કહે છે તેને પાછું કો'ક પૂછે કે ‘ભઈને સંડાસ જવાની શક્તિ છે ?” “ના.” ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. ૧૧૨ લોક પૂછે કે આ આત્માએ બધું જ કર્યું? ના. આ તો ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. એ કેવી રીતે? અરીસા પાસે ઊભા રહો છો, ત્યારે તમારી ઇચ્છા ના હોય તો ય એઝેક્ટ' ઊભું થઈ જાય છે ને ? આત્માને ચાલવાની શક્તિ નથી. પણ પૂર્વપ્રયોગ કરીને સિદ્ધક્ષેત્ર સુધી જાય છે. પૂર્વપ્રયોગ એટલે ‘ડિસ્ચાર્જ'. ૧૧૩ આ જગત જ “સાયન્સ' છે. ભગવાન આ “સાયન્સમાં જ રહ્યા છે ને ભગવાન સાયન્સને જોયા જ કરે છે, કે આ કેવી રીતે “સાયન્સ'નો પ્રયોગ થઈ રહ્યો છે. એ જોયા જ કરે છે. ભગવાન આમાં હાથ ઘાલતા જ નથી. ભગવાન તો દરેક ‘ક્રિએચર'ની મહીં બેઠેલા છે, શુદ્ધ ચેતન સ્વરૂપે, જ્ઞાતા દ્રા ને પરમાનંદમાં ! ૧૧૪ “ચેતન' જાણવું એ મહામુશ્કેલીનો ખેલ છે. ‘આ’ જે જાણ્યું આપ્તસૂત્ર છે, એ તો ‘નિચેતન-ચેતન' છે. “નિશ્ચેતન-ચેતન” એટલે ‘મિકેનિકલ ચેતન'. ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ, મન-બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ બધું ‘મિકેનિકલ ચેતન” છે. ૧૧૫ “નિશ્ચતન-ચેતન” એટલે જડ હોય છતાં લક્ષણો “ચેતન' જેવાં જ દેખાય. પણ ગુણધર્મ જોવા જઈએ તો એકુંય ના જડે. ૧૧૬ બે જાતના આત્મા : એક વ્યવહારમાં માનેલો. ‘હું જ છું, હું જ છુંએવી પ્રતિષ્ઠા કરેલી, તે ‘પ્રતિષ્ઠિત આત્મા'. એને સચર કહે છે. બીજો ‘દરઅસલ આત્મા’ એ શુદ્ધાત્મા, એ જ પરમાત્મા, એ જ અચળ છે. તેથી જગતને સચરાચર કહ્યું છે. ૧૧૭ ‘મિકેનિકલ આત્મા’ ચર છે, ચંચળ છે, યંત્રવત્ છે. સચર ભાગને જ તમે ચેતન માનીને એને સ્થિર કરવા જાઓ છો. ખરેખર દરઅસલ આત્મા તો સ્થિર જ છે, અચળ જ છે. ૧૧૮ જે કશું જ કરતું નથી, એનું નામ ચેતન. ફક્ત જાણે છે ને જુએ છે - એ બે જ ક્રિયા ચેતનની છે. બીજી બધી અનાત્મ ભાગની શક્તિ છે. ૧૧૯ “જ્ઞાની પુરુષ' પાસે આત્મા-અનાત્માની લમણરેખા સમજી લેવી જોઈએ. એમના ફોડ ત્રણેય કાળ સત્ય હોય. લાખો વર્ષો પછી પણ એનો એ જ “પ્રકાશ' હોય ! ૧૨૦ “જ્ઞાની પુરુષ'ના દેખાડ્યા સિવાય મનુષ્યને પોતાની ભૂલ દેખાય નહીં. આ એક જ ભૂલ નથી, અનંતી ભૂલો ફરી વળી ૧૨૧ આ જગતના ન્યાયાધીશો તો ઠેર ઠેર બેઠા હોય છે. પણ આ કર્મના ન્યાયાધીશ તો એક જ. ‘ભોગવે તેની ભૂલ! આ એક જ જાય છે, જેનાથી જગત આખું ચાલી રહ્યું છે અને ભ્રાંતિના ન્યાયથી સંસાર આખો ય ઊભો છે ! ૧૨૨ રહસ્યજ્ઞાન જગતના લક્ષમાં જ નથી. અને જેનાથી ભટકPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 235