Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 7
________________ આપ્તસૂત્ર ૧૦૧ ‘હું કરું છું” એ ભાન ઊડી જાય અને “કોણ કરે છે એ જાણી જાય, એનો ઉકેલ આવે. ૧૦૨ ‘હું જ કર્તા છું' એ ભાસ્યમાન પરિણામ છે, યથાર્થ પરિણામ નથી. યથાર્થમાં તો “પોતે' કર્તા છે જ નહીં. ૧૦૩ આ જગતમાં કોઈ એક વ્યક્તિ કર્યા છે જ નહીં. Federal causes (સમુચ્ચય કારણો) છે. scientific circumstantial evidence 89. આપ્તસૂત્ર આવે છે, ત્યારે તે વ્યવસ્થિત હોય છે. ૯૪ અવસ્થિત' એ “કૉઝિઝ' છે અને ‘વ્યવસ્થિત' એ “ઇફેક્ટ' છે. “અવસ્થિત શક્તિ' એ “કૉઝિઝ ઓફ એક્શન' છે. અવસ્થિત શક્તિ' ફેરફાર થઈ શકે, “વ્યવસ્થિત શક્તિ' ફેરફાર થઈ શકે નહીં. ૯૫ જો તું અહંકારી છે તો તું જ કર્તા છે અને જો તું નિર્અહંકારી છે તો ‘વ્યવસ્થિત' કર્તા છે. કર્તા પોતે છે જ નહીં. આખા જગતના મનુષ્યો મન-વચન-કાયાની અવસ્થાને પોતાની ક્રિયા માને છે. “રીયલી સ્પીકિંગ' “પોતે' કિંચિત્માત્ર કર્તા સ્વરૂપે છે જ નહીં. બધાં અજ્ઞાન દશાનાં સ્પંદનો છે અને તે કુદરતી રચનાથી ઉત્પન્ન થયેલાં છે. તેનો કોઈ બાપો ય રચનાર નથી. કુદરત એ કોઈ વસ્તુ નથી. કુદરત એટલે સંજોગોનું ભેગું થવું તે સંજોગોનો ભેગા થવાનો પ્રયત્ન થવા માંડ્યો, એનું નામ કુદરત અને એ સંજોગો ભેગા થઈ રહ્યા, એનું નામ ‘વ્યવસ્થિત'. અવસ્થિત' એટલે ‘બેટરી' “ચાર્જ કરેલું. ‘વ્યવસ્થિત’ એટલે “ડિસ્ચાર્જ થાય તે. આત્મા જણાશે ક્યારે ? જ્યાં સુધી આ જગતમાં “હું કર્તા છું', “કંઈ પણ હું કરી શકું છું', એ જે જે અણસમજણ છે, એ અજ્ઞાન જ્યાં સુધી દૂર થાય નહીં, ત્યાં સુધી આત્મા ય નહીં જડે ને આત્માની વાતે ય નહીં જડે ! ૧00 જ્યાં સુધી આ સચર વિભાગમાં એટલે કે દેહ, મન-બુદ્ધિ ચિત્ત-અહંકાર એ બધામાં જ “હું છું' એવો દેહાધ્યાસ વર્તે છે, ત્યાં સુધી ‘વસ્તુ’ જડશે નહીં અને ‘વસ્તુ'નો સ્વાદ પણ નહીં આવે. 108 The world is the puzzle itself. God has not created this world at all. God is creator of this world is correct, by christians' view point, by muslims' view point, by indians' view point, but not by fact. By fact, only scientific circumstantial evidence 9 al. ૧૦૫ જીવમાત્રને મગજ ચલાવે છે, કરાવડાવે છે અને બુદ્ધિના એન્ડ' સુધી મગજમારી જ છે. તેમાં ભગવાનનું કંઈ પણ કર્તાપણું છે નહીં. ભગવાનનું બુદ્ધિમાં કર્તાપણું નથી, માત્ર જ્ઞાનમાં કર્તાપણું છે. ૧૦૬ બેમાંથી એક કર્તા હોય. જો ભગવાને બનાવ્યું તો આપણ કંઈ કરવાનું રહેતું નથી અને આપણે કરીએ તો ભગવાને કંઈ કરવાનું રહેતું નથી. ૧૦૭ જો જગત ભગવાને બનાવ્યું હોય તો ભગવાનને કોણે બનાવ્યો? અને એને પાછો કોણે બનાવ્યો ?... ૧૦૮ જો ભગવાન કર્યા હોય તો પછી તમારી કશી જવાબદારી રહે? ના રહે. ભગવાને ય કર્તા નથી ને તમે ય કર્તા નથી. ‘વ્યવસ્થિત’ કર્તા છે. ૧૦૯ શું ભગવાન નથી ? છે. એનું સાચું “એડ્રેસ' શું ? કઈ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 235