Book Title: Aptasutra Full Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 6
________________ આપ્તસૂત્ર જાય તો બીજા કોઈ સાધનની જરૂર નથી. આત્મા અવક્તવ્ય, અવર્ણનીય છે. તે પુસ્તકમાં ઉતરે તેવો નથી. આત્મા પ્રાપ્ત થયો એની નિશાની શી ? પોતાની પ્રકૃતિનો ફોટો' પાડતાં આવડ્યો તે. ‘પુરુષ’ અને ‘પ્રકૃતિ બે જુદી વસ્તુઓ છે. પુરુષ શુદ્ધાત્મા ને પ્રકૃતિ પુદ્ગલ છે. પ્રકૃતિ પુરણ-ગલન સ્વભાવની છે, પુરુષ જ્ઞાનસ્વભાવનો છે. પ્રકૃતિ' પરાધીન છે, આત્માધીન નથી. ‘પ્રકૃતિને ઓળખે તે પરમાત્મા થાય. ‘પુરુષ'ને ઓળખે તો “પ્રકૃતિ' ઓળખાય. પ્રકૃતિને નિહાળે તે પુરુષ’. ‘પ્રકૃતિને નિહાળી રહ્યો તે પરમાત્મા. પ્રકૃતિ'મય થયો એટલે પરવશ થયો. ‘પ્રકૃતિના અંતરાય તૂટ્યા એટલે ‘પુરુષ’ થયો. જે પ્રાકૃત ભાગથી મુક્ત છે, એવું ‘જેને” “જ્ઞાન” છે, એ ‘જ્ઞાની'. ક્રમિક માર્ગ' કરવાનો છે ને “અક્રમ માર્ગ' સમજવાનો છે. સમજથી શમાવાનું છે. “અક્રમ' એ ક્રિયામાર્ગ નથી, સમભાવે નિકાલ' કરવાનો માર્ગ છે. “અક્રમ જ્ઞાન' જ સ્વયં ક્રિયાકારી છે. ક્રમ એટલે અત્યારે જ્યાં અટક્યા છો ત્યાંથી આગળ “સ્ટેપ બાય સ્ટેપ' જવું તે. પહેલું જાણ્યામાં આવે, પછી એ વાત શ્રદ્ધામાં બેસે, પછી વર્તનમાં આવે તે ‘ક્રમિક'. “અક્રમ'માં તો તરત જ પહેલું શ્રદ્ધામાં આવી જાય, પછી જ્ઞાનમાં આવે, પછી પરિણામમાં આવે. ક્રમિક માર્ગ એટલે દ્રવ્યની શુદ્ધિ કરવાની ને અક્રમ માર્ગ આપ્તસૂત્ર એટલે ભાવની શુદ્ધિ કરવાની ! કર્મ બાંધે નહીં ને સંસાર ચાલ્યા કરે, એ “અક્રમ વિજ્ઞાન અને કર્મ બાંધે ને સંસાર ચાલે, તે “ક્રમિક જ્ઞાન'. ક્રમિક માર્ગ' એ “જ્ઞાન” છે, એ ઠેઠ છેલ્લે ‘વિજ્ઞાન’ થાય છે ! જેવું ‘ક્રિમિક વિજ્ઞાન છે એવું આ “અક્રમ વિજ્ઞાન” છે. પણ અક્રમ વિજ્ઞાન’ પુસ્તકોમાં નથી. એ “જ્ઞાની'ના હૃદયમાં છે. ક્રમિક જ્ઞાન’ ‘ઈફેક્ટને “કૉઝ' કહે છે ને “અક્રમ જ્ઞાન’ કૉઝ’ને ‘કૉઝ' કહે છે. આ મન-વચન-કાયા ‘ઈફેક્ટિવ' છે. એટલે એને જે “ઈફેક્ટ' થાય છે. તે “મારી ઈફેક્ટ છે” એમ માને છે. તેનાથી રાગદ્વેષ થાય ને “કૉઝ’ પડે છે. પણ જો એ જાણે કે આ “મારી' ઈફેક્ટ નથી', તો તેને રાગ-દ્વેષ ના થાય ને “કૉઝ' ના પડે. કોઈ અવતાર લેતો નથી. અવતાર તો “ઈફેક્ટ' છે. એની મેળે જ અવતાર થઈ જાય છે. “કૉઝિઝ' સેવેલા હોય તો અવતાર થયા વગર રહેતો જ નથી. ‘જ્ઞાની પુરુષ' “કૉઝિઝ' બંધ કરી આપે, એટલે “ઈફેક્ટ' એકલી બાકી રહે. કોઈ પણ કારણ વગર કાર્ય બનતું જ નથી. કાર્ય એ ઇફેક્ટ' છે, કારણ એ “કૉઝિઝ' છે. “કૉઝિઝ' એન્ડ ઈફેક્ટ' ઈફેક્ટ' એન્ડ “કૉઝિઝ'..... આમ ઘટમાળ ચાલ્યા જ કરે છે ! “કૉઝિઝ'માં ફેરફાર થઈ શકે, પરિણામમાં નહીં. “મને આ થયું, હું કરું છું' એવું નહીં, પણ “મેં આ જાણ્યું રહે, જ્ઞાતા-દ્રષ્ટા રહે, તો “કૉઝ’ ના પડે ! જ્યારે યોજના ઘડાય છે, ત્યારે “પોતે' તે અવસ્થામાં તન્મયાકાર થયો. એટલે અવસ્થામાં “અવસ્થિત' થયો. અવસ્થિત'નું પછી કુદરત સાથે મિલ્ચર થઈને રૂપકમાં ૯૦. ૮૩. ૯૨ ૮૪Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 235