Book Title: Aptasutra Full Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 4
________________ ૪૮ ૩૯ ૪૯ આપ્તસૂત્ર ય કહે છે, સાધુ મહારાજ પણ કહે છે. પણ ગળ્યું એટલે શું? એ જ્ઞાન તો એકલાં ‘જ્ઞાની' જ ચખાડે. પછી એ જ્ઞાન ક્રિયાકારી થાય. ૩૭ આત્મા ક્યારેય પણ અશુદ્ધ થયો નથી, કોઈ સેકન્ડમાં આત્મા અશુદ્ધ થયો નથી અને થયો હોત તો એને શુદ્ધ કોઈ કરી શકત જ નહીં આ જગતમાં ! ૩૮ આત્માનું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ આજે પણ એ જ રૂપમાં છે. આત્મા ક્યારેય પણ પાપી થયો નથી. આત્મા સંપૂર્ણ શુદ્ધ જ છે. મિથ્યાત્વ ચશ્માથી મુક્ત અને કર્તાપણાના ભાવથી મુક્ત, એનું નામ શુદ્ધાત્મા. હું કોણ છું’ એ નક્કી કર્યા પછી, ‘ન હોય મારું કહેવાય. “હું” ના આરોપણની ભૂલ છે તેથી આ “મારા'ની ભૂલ થઈ છે. જાતે હું કોણ છું' એ સમજાય નહીં. જો અહંકાર જતો રહે તો ‘હું કોણ છું એ સમજાય. પણ અહંકાર જાય શી રીતે ? જે આપણા અહંકારને ભક્ષણ કરી જાય અને આપણને વિરાટ બનાવે, તે ‘વિરાટ-સ્વરૂપ' કહેવાય.’ ‘વિરાટ-સ્વરૂપ” વગર કોઈ નમે નહીં ! ૪૩ પહેલું “જ્ઞાન” નથી થતું, પહેલો અહંકાર જાય છે ! ૪૪ અહંકાર નુકસાનકર્તા છે, એવું જાણી લો ત્યારથી જ બધું કામ સરળ થાય. અહંકારનું રક્ષણ કરવા જેવું નથી. જ્ઞાની' એટલે અહંકારરહિત. ૪૬ જે ‘બિલિફ' થાય તેવાં સાધનો મળી આવે. “સ્વ”ની બિલિફ થઈ પછી તેનું જ્ઞાન થવા માટે એક જ સાધન હોય આપ્તસૂત્ર - ‘જ્ઞાની પુરુષ !” “જ્ઞાની પુરુષ'નું નિદિધ્યાસન તે જ સાધન અને તેથી આત્મા પ્રગટ થયા કરે. આત્મા પ્રાપ્ત થયો ક્યારે કહેવાય? ચિંતા ના થાય, ‘વરીઝ' ના થાય. આધિ, વ્યાધિ, ઉપાધિમાં ય સમાધિ રહે, એ આત્મજ્ઞાનની નિશાની. એ સિવાયની વાતો કરે તે આકાશ કુસુમવત્ જેવી વાતો કહેવાય ! આ સંસાર આપણને પોષાતો હોય તો કશું સમજવાની આગળ જરૂર નથી અને સંસાર આપણને કંઈ હરકતકર્તા થતો હોય તો આપણે અધ્યાત્મ જાણવાની જરૂર છે. અધ્યાત્મમાં “સ્વરૂપને જાણવાની જરૂર છે. “હું કોણ છું' એ જાણ્યું કે બધાં ‘પઝલ’ સોલ્વ થઈ જાય છે. અધ્યાત્મ વસ્તુ એ ક્રિયા નથી, એ તો દ્રષ્ટિ છે. જગતના લોકોની સંસાર દ્રષ્ટિ છે અને ‘આ’ આધ્યાત્મિક દ્રષ્ટિ છે. જ્ઞાની પુરુષ' દ્રષ્ટિ ફેરવી આપે પછી એ બાજુ અધ્યાત્મ દેખાય.. આધ્યાત્મિક એ “વિજ્ઞાન' પાસે આવવાનો રસ્તો છે. આધ્યાત્મિક “રીલેટિવ' છે અને ‘વિજ્ઞાન' રીયલ છે. આધ્યાત્મિક “જ્ઞાન” છે અને ‘આ’ તો ‘વિજ્ઞાન' છે. બધા “રીલેટિવ ધર્મો' છે, તે મોક્ષ આપનાર નથી પણ મોક્ષ ભણી ધક્કો મારનાર છે. ધર્મ કરતાં જેમાં કોઈ વસ્તુની જરૂર પડે એ બધા રીલેટિવ' માર્ગ કહેવાય. “રીલેટિવ ધર્મ'નું ફળ શું? પુણ્ય. મુક્તિ નહીં. માનવજીવનનો સાર એટલો જ છે કે પોતે પોતાના સ્વરૂપમાં, ભાનમાં આવી અને “સ્વરૂપ'માં જ રહેવું. ૫૧ ૫૨ પ૩ ૫૪Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 235