Book Title: Aptasutra Full
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 2
________________ આપ્તસૂત્ર આપ્તસૂત્ર એ “કેવળ જ્ઞાન' કહેવાય છે. “કેવળ જ્ઞાન' પૂર્ણાહુતિ છે અને કેવળ દર્શન’ શરૂઆત છે. “સમજ' એ “કેવળ જ્ઞાનની ‘બિગિનિંગ' છે. ક્રિયા લાખ અવતાર કરીશ તો ય કશું વળશે નહીં. ‘પરમ વિનયથી મોક્ષ છે. “પરમ વિનયથી “સમજ'નાં દ્વાર ખૂલી જાય છે. અહંકાર ઓગળે તો જ “પરમ વિનય’ ઉત્પન્ન થાય. વીતરાગનો આખો માર્ગ જ ‘વિનયનો છે. આ વિનય ધર્મની શરૂઆત હિન્દુસ્તાનમાં થાય છે. હાથ જોડવાથી તે સાષ્ટાંગ પ્રણામ સુધીમાં જે જે કરવામાં આવે છે તેવાં પાર વગરના વિનયધર્મ છે. અને છેવટે “પરમ વિનય' થયો એટલે મોક્ષ થાય. 10. ૧૧ તારે જો મોક્ષપંથ પર વિચરવું હોય તો “તારે' કંઈ જ કરવાનું' નથી ને સંસારમાં ભટકવું હોય તો બધું જ ‘કરવાનું છે. સંસારવ્યવહાર ‘ક્રિયાત્મક છે અને આત્મવ્યવહાર જ્ઞાનાત્મક' છે. એક ક્રિયા કરે છે ને બીજો જોયા કરે છે. કરનાર ને જાણનાર, બે એક હોય જ નહીં, જુદા જ હોય. જુદા હતા, જુદા છે ને જુદા રહેશે. મોક્ષે જવું હોય તો ખાલી વીતરાગોની વાતને સમજો. વીતરાગો શું કહેવા માગે છે એટલું સમજો, એમ જ કહેવા માગે છે. બીજું કશું જ નથી કહેવા માગતા. અણસમજણથી સંસાર ને સમજણથી સંસારનો વિનાશ. જ્ઞાની પુરુષ” બધી જ જાતની સમજણ આપી દે. તે પછી શાસ્ત્રો વાંચવા ના પડે. જ્ઞાનની માતા કોણ ? “સમજ'. એ સમજ ક્યાંથી પ્રાપ્ત થાય? “જ્ઞાની' પાસે સમજો. જ્ઞાન” જાણવાનું નહીં ? ના, કશું જ જાણવાનું નહીં, ખાલી સમજવાનું જ છે. હું તમને કહું છું તે સમજો. એટલે બહુ થઈ ગયું. ખાલી ‘સમજ” જ જ્ઞાનમાં પરિણામ પામશે. ‘પૂર્ણ સમજ એ “કેવળ દર્શન' કહેવાય અને વર્તનમાં આવે પરમ વિનય' એટલે શું ? જેણે કિંચિત્માત્ર કોઈની ‘વિરાધના’ ના કરી હોય ! જ્યાં વાદ ના હોય, વિવાદ ના હોય, કાયદો ના હોય, ત્યાં “પરમ વિનય' છે. કાયદો એ બંધન છે. જગતમાં જેટલાં પ્રાકૃત ગુણો છે, તે અણસમજણથી ઊભા થયેલા છે. નક્કરતા નહીં સમજાવાથી આ બધું થયું છે ! અનંત અવતારથી ભટક, ભટક, ભટક.. કરે છે ને પોતાની જાતને શું ય માની બેસે છે ! આ જગત એ સંગ્રહસ્થાન છે. સંગ્રહસ્થાનમાં જુઓ અને જાણો. ખાઓ, પીઓ પણ કશું મહીંથી લઈ જવાનું નહીં. મમતા ના કરશો. ભોગવજો બધુંય, બહાર જોડે કશું લઈ જશો તો સંગ્રહસ્થાનમાં પાછું આવવું પડશે ! જગત એ કંઈ વસ્તુ નથી. એ તો આત્માનો વિકલ્પ છે. ‘જેમ છે તેમ' તેનાથી ઊંધું દેખાય, તેનું નામ જગત. જગત-વ્યવહાર દેખાવ કરવા માટે છે, અનુભવવા માટે નથી. ૧૨ ૧૩ ૧૪ ૧૫

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 235