Book Title: Aptasutra Full Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 3
________________ આપ્તસૂત્ર ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ The world is the puzzle, itself; but it is always in principle. આ જગતની ચીજો ‘બીજ’ સ્વરૂપે નથી, ‘ફ્રૂટ’ સ્વરૂપે છે. આ તો ખેતર તૈયાર લઈને જ આવ્યા છે. ડૂંડાં જ લણવાનાં છે. જગત એટલે ઊંધે રસ્તે ખેંચવું તે. ઊંધે રસ્તે ના ખેંચત તો, જગત સ્વર્ગ જેવું જ થઈ ગયું હોત ને ! બે વસ્તુ છે જગતમાં : પોષવું અહમ્ યા ભગ્ન. આ જગતમાં આ બધાનો અહમ્ પોષાય છે કે ભગ્ન થાય છે. બેમાંથી ત્રીજું કશું બનતું નથી. જગત ના કામનું નથી, પણ કામ લેતાં આવડવું જોઈએ કારણ કે બધા ભગવાન છે, જુદાં જુદાં કામ લઈને બેઠા છે. માટે ના ગમતું રાખશો નહીં જગતમાં. જગત ન્યાયસ્વરૂપ છે. એનું ફળાદેશ ‘વ્યવસ્થિત' શક્તિ કરે છે. ભગવાન ન્યાયસ્વરૂપ નથી ને ભગવાન અન્યાયસ્વરૂપે ય નથી. કોઈને દુઃખ ના હો એ જ ભગવાનની ભાષા છે. ન્યાય-અન્યાય એ તો લોકભાષા છે. અજ્ઞાનનો સ્વીકાર એ જ સાચો જ્ઞાનમાર્ગ. આત્માનો જ્ઞાતા ‘આત્મજ્ઞાની' કહેવાય. સર્વ તત્ત્વનો જ્ઞાતા ‘સર્વજ્ઞ’ કહેવાય. અબુધ થાય ‘તે’ જ ‘સર્વજ્ઞ’ થઈ શકે ! આત્મા, જ્ઞાન અને પરમાત્મા એક જ વસ્તુ છે. પોતાના આધારે જીવે એ પરમાત્મા અને પુદ્ગલના આધારે ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ આપ્તસૂત્ર જીવે તે જીવાત્મા. ‘હું કોણ છું’ એનું ભાન જ નથી. ‘પોતે' ‘પોતાથી' ગુપ્ત રહેવાનો પ્રયત્ન કરે છે. પારકું જાણે બધું ! પોતે પોતાથી ગુપ્ત રહે છે એ અજાયબી જ છે ને ! સાચા ધર્મ તો બધા જ છે, પણ જે ધર્મમાં ‘હું કોણ છું’ અને ‘કરે છે કોણ ?’ એની તપાસ કરે છે, એ છેલ્લા ધર્મના માર્ગે છે. અને ‘કોણ’ એ જાણે એ છેલ્લો ધર્મ છે ! ‘કરવાથી’ ‘હું કોણ છું' એ જાણી શકાય તેમ નથી. ‘કરવામાં’ તો અહંકાર જોઈએ. ને અહંકાર હોય ત્યાં ‘હું કોણ છું' તે જાણી ના શકાય ! ‘પોતે કોણ છે ને કોણ નથી’ એ જાણવું, એનું નામ ‘જ્ઞાન’. મોક્ષ તો જ્યાં સુધી શુદ્ધતા ઉત્પન્ન ના થાય ત્યાં સુધી ના થાય. શુદ્ધતા માટે ‘હું કોણ છું' એનું ભાન થવું જોઈએ. ‘જ્ઞાની પુરુષ’ એ શુદ્ધ હોય એટલે એમને જોતાં જ શુદ્ધ થઈ જવાય. આત્મસ્વરૂપને જાણવાનું છે, એ નક્કી કરવાનું છે. જાણવું તો પડશે ને ? એમને એમ ગપ્પેગપ્પાં બોલીએ કે ‘હું આત્મા છું, હું આત્મા છું.’ એમાં કંઈ વળે નહીં. આત્મા અનુભવમાં આવવો જોઈએ, ત્યાં સુધી આ સંસારની ઉપાધિ જાય નહીં ને ! ખાવાનું, પીવાનું, ઊઠવાનું, જાગવાનું, એ બધા દેહના ધર્મમાં જ છે. આત્મધર્મમાં એક વાર એક સેકન્ડ પણ આવ્યો નથી. જો આવ્યો હોત તો ભગવાનની પાસેથી ખસત જ નહીં. આત્મા આવો છે, તેવો છે, આવો નથી, એ તો બધાં શાસ્ત્રોPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 235