Book Title: Agamoddharak Pravachan Shreni 096 to 129 Author(s): Anandsagarsuri, Hemsagarsuri Publisher: Anand Hem Granthmala View full book textPage 4
________________ ૧૦ સંપાદકીય નિવેદન * અનંત દુખ સ્વરૂપ, અનંત દુખફલ અને અનંત દુઃખ-પરંપરાવાળા ૮૪ લાખ જીવ નિસ્વરૂપ, ચારગતિમય એવા આ સંસારસમુદ્રમાં આ જીવ અનાદિકાળથી પરિભ્રમણ કરતાં કરતાં કંઈક અકામનિજાગે ઉત્તરોત્તર વિકાસ પામતા અતિદુર્લભ મનુષ્યભવ પામે. મનુષ્યપણું, આયશેત્રાદિ ધર્મની શુભસામગ્રી પ્રાપ્ત થવા છતાં વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર ભગવંતે નિરૂપણ કરેલી દ્વાદશાંગી કે તેને હિતેપદેશનું શ્રવણ-શ્રદ્ધાપરિણમન ન થવાના કારણે અનેક મનુષ્ય નિરર્થક નીવડયા. જીવને જ્યારે કે પ્રકારે કુશલાનુબંધી પુણ્યકર્મને વેગ થાય છે, ત્યારે જ જિનેશ્વર ભગવંતના વચનનું શ્રવણ-શ્રદ્ધા–પરિણમન થાય છે. જિનેશ્વર ભગવંતની ગેરહાજરીમાં કે ક્ષેત્રાંતોમાં તેમનાં વચને તેવા જ્ઞાની ગીતા આચાર્યાદિ મુનિભગવંતના નિરંતર સમાગમ સેવા સહિત તેમના મુખેથી શાશ્રવણ દ્વારા એ થાય છે. વર્તમાનકાળમાં પણ તેવા વિદ્યમાન આગમ અને શાસ્ત્રના અજોડ ઉંડા અભ્યાસી-વિવેચક ગીતાર્થ શિરોમણિ, અનેક સ્થળે આગની વાચના આપનાર, આગને આરપાષાણ અને તામ્રપત્રમાં પ્રથમ કેતરાવનાર પૂ આચાર્ય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીનું ચાતુર્માસ વિ. સં. ૧૯૮૮ની સાલમાં મુંબઈ, ભૂલેશ્વર-લાલબાગમાં હતું, ત્યારે તેમનાં પ્રવચનેવ્યાખ્યાને અપૂર્વ રસથી નિરંતર શ્રવણ કરવા સાથે લગભગ શબ્દ શબ્દનું અવતરણ કરેલ હતું. તે વખતે લખેલાં પ્રવચને મુદ્રિત થશે-તે ખ્યાલ હતે જ નહિ, માત્ર સંગ્રહબુદ્ધિ હતી. લગભગ ૪૦ વર્ષ પછી પ્રેમકેપી કરાવી તેને પેરા-હેડીંગ-મથાળાં ગોઠવી વાચકવર્ગને વાંચવામાં રસ ઉત્પન્ન થાય, તેના ગંભીર પદાર્થો બરાબર સમજી શકાય, તે રૂપે મુદ્રણ કરાવી વાચકવર્ગના હસ્ત-કમળમાં સમર્પણ કરવા સમર્થ બજે-તેથી હું ધન્ય બને છું.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 388