Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ ઉપોદ્ઘાત ‘અધર્મ એટલે જૈન પરિભાષામાં તે દ્રવ્ય કે જેનાથી માણસની સારી કે નરસી પ્રગતિ અટકે. આ સ્થિતિ પ્રગતિ-હીનતા (Rest)ની છે. જેમકે આકાશમાં ઉડતું પંખી ઉડવાનું બંધ કરે અને ઝાડની ડાળ ઉપર બેસી વિશ્રામ કરે તો તે સ્થિતિ “અધર્મ દ્રવ્યની થઈ. અહીં સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે Rest – વિશ્રામની સ્થિતિ હોય તો ખોટું શું છે? આ એક વિચારણીય પ્રશ્ન છે. જૈન તત્ત્વજ્ઞો કહે છે કે આત્માનું લક્ષણ હંમેશાં પ્રગતિ કરવા તરફનું જ હોય છે. જે પરિસ્થિતિમાં આપણને “અવગતિ થયાનું લાગે છે તે ખરેખર તો પ્રગતિના કારણભૂત સ્થિતિ છે કેમકે અવગતિની સ્થિતિમાંથી આત્મા પસાર થાય ત્યારે તેને અનુભવ મળે છે કે અમુક કારણસર તેની પ્રગતિને બદલે અવગતિ થઈ છે. તેનો અનુભવ થતાં કદાચ બે ત્રણ જન્મો પણ થાય. પરંતુ એક ક્ષણ તો એવી આવશે જ કે જયારે આ અનુભવ લઈને આત્મા સાચા રસ્તા ઉપર ચડશે. આથી સંપૂર્ણ વિશ્રામની સ્થિતિ આત્માની છેલ્લી પ્રગતિની સ્થિતિ ઉત્પન્ન કરવામાં બાધક છે. આથી આત્માની ગતિશીલતા અટકી પડે તે સ્થિતિ “અધર્મ દ્રવ્યની છે. (૪) (૫) “આકાશ-કાળ' બાકી બે દ્રવ્યો રહ્યાં તે આકાશ અને કાળ – space and Time – જીવનની તમામ પ્રવૃત્તિઓમાં આ બંનેની જરૂર રહે છે. તે બંને ન હોય તો કોઈ પણ પ્રવૃત્તિ થઈ શકે જ નહિ. આ પાંચેય દ્રવ્યોના સંસર્ગમાં રહીને “જીવ' આ સંસારમાં પોતાની પ્રવૃત્તિ સારા કે નરસા કાર્યોમાં કરે છે અને કાર્ય-કારણના અફર નિયમ મુજબ તે કાર્યોના સારા નરસા પરિણામ ભોગવે છે. સુખ-દુઃખની ચાવી સંસાર ચક્રની આ સમજ આપણે સ્વીકારીએ તો શું ફલિત થાય છે? સ્પષ્ટ રીતે જે વાત ફલિત થાય છે તે એ જ કે આપણા સુખ દુઃખની ચાવી આપણા જ ઉત્તરાધ્યયન - સાર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126