Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 64
________________ અધ્યયન-૧૦ એક ક્ષણનો પણ પ્રમાદ ન કરો નોંધ : આ અધ્યયનમાં શરૂઆતમાં જ મનુષ્ય જીવનને ઝાજ્ઞા પાન સાથે સરખાવ્યું છે અને તેની ક્ષણિક્તા ઉપર ભાર મૂકીને શ્રી ભગવાને તેમના પટ્ટ શિષ્ય શ્રી ગૌતમને કહ્યું, ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ શીશ નહીં, કારણ કે ગઈ ક્ષણ પાછી આવવાની નથી અને આ જીવન ઘણું ક્ષણભંગુર છે” એટલે વસ્તુત: આ અધ્યયન પણ અપ્રમાદ માટેનું જ છે. “સમાં જોય ના વાવ” એ સૂત્ર ધ્વનિ છે. અધ્યયન ૧૦ : દ્રુમ પત્ર - ગૌતમને ઉપદેશ અધ્યયન સાર જેમ વૃક્ષનું પાકું પાન રાત્રીદિવસ થવાથી ધરતી ઉપર ખરી પડે છે, જેમ કુશાગે રહેલ જલબિંદુ ક્ષણમાત્રમાં ખરી પડે છે, તેમ મનુષ્યનું જીવન પણ ક્ષણિક જ છે, માટે હે ગૌતમ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. इइ इत्तरियम्मि आउए जीवियए बहु पच्चवायए | વિઠ્ઠmહિ ર પુરેbs, રમવું જોમ ! મા પમાયણ II (૩) दुल्लहे खलु माणुसेभवे, चिरकालेण वि सवपाणिणं । गाढाय विवाग कम्मुणो समयं गोयम ! मा पमायऐ ।। (४) જીવન ક્ષણિક તો છે જ પરંતુ અનેક વિઘ્નોવાળું પણ છે અને લાંબે કાળે પણ મનુષ્યભવ મળવો દુર્લભ છે. માટે હે ગૌતમ! એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. (ગા. ૧ થી ૪) પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, દ્વી-ઈન્દ્રિયકાય તે દરેકમાં એક વખત ઉત્પન્ન થવાથી જીવને એજ ગતિમાં હજારો વર્ષ રહેવું પડે છે. (જ મનુષ્યજન્મની દુર્લભતા દર્શાવે છે) માટે હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ ઉત્તરાધ્યયન - સાર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126