Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
View full book text
________________
અધ્યયન-૨૫
જે રાગદ્વેષથી રહિત હોય, જે અગ્નિથી શુદ્ધ કરેલ સુવર્ણની માફક પાપ મળથી રહિત હોય તે ખરો બ્રાહ્મણ છે. જે ક્રોધથી, હાસ્યથી, લોભથી અથવા ભયથી જૂઠું બોલતો નથી તે ખરો બ્રાહ્મણ છે. જે મન, વચન અને કાયાથી મૈથુન સેવતો નથી, અદત્તાદાન લેતો નથી, જે પાણીમાં રહેલ કમળની પેઠે કામભોગથી અલિપ્ત રહે છે તે ખરો બ્રાહ્મણ છે. (ગા. ૨૦ થી ૨૭)
જેણે પોતાનો પૂર્વ સંયોગ છોડી દીધો છે, જેણે જ્ઞાતિ અને બાંધવોનો સંગ છોડી દીધોછે અને જે કામભોગને વિષે તત્પર રહેતો નથી તે ખરો બ્રાહ્મણ છે. હે વિજયઘોષ ! પશુઓનો વધ કરી યજ્ઞ કરવાનું તું કહે છે તે પાપનું કારણ છે. (ગા. ૨૯-૩૦)
नवि मुंडिओण समणो न ओंकारेणबमणो ।
न मुणी रन्नवासेण न कुस चीरेण तावसो || (३१)
અર્થાત્, માથું મુંડાવ્યાથી શ્રમણ થવાતું નથી, ઓસ્કાર ભણવાથી બ્રાહ્મણ થવાતું નથી, અરણ્યમાં વાસ કરવાથી મુનિ થવાતું નથી અને વલ્કલ ધારણ કરવાથી તાપસ થવાતું નથી. (ગા. ૩૧)
समयाओ समणो होइ बंभचरेण बंमणो ।
नाणोणओ मुणी होइ तवेण होइ तावसो || (३२)
અર્થાત્, સમતાભાવ રાખે છે તે શ્રમણ, બ્રહ્મચર્ય સેવે તે બ્રાહ્મણ, જ્ઞાન પ્રાપ્ત કરે તે મુનિ અને તપશ્ચર્યા કરે તે તાપસ કહેવાય. (ગા. ૩૨)
૧૦૫
कम्मुणा बंसणो होइ कम्मुणा होइ ख्खत्तिओ ।
वइस्सो कम्मुणा होइ सुद्दो हवइ कम्मुणा ।। (३३)
અર્થાત્, કર્મ પ્રમાણે જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર કહેવાય છે. (ગા. ૩૩)
Jain Education International 2010_03
ઉત્તરાધ્યયન
-
સાર
For Private & Personal Use Only
www.jainelibrary.org