Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
View full book text
________________
અધ્યયન-૧
સાધુ ધર્મ
અધ્યયન ૧ : શિષ્ય ધર્મ - વિનયશ્રુત
અધ્યયન ૨ : પરિષ
અધ્યયન ૧૧ : સાચો જ્ઞાની
અધ્યયન ૧૫ : સાચો ભિક્ષુ
અધ્યયન ૧૭ : પાપી શ્રમણો
અધ્યયન ૨૬ : ભિક્ષુની દિનચર્યા - સમાચારી અધ્યયન ૨૭ : ગળિયો બળદ - ખલુંકીય અધ્યયન ૩૫ : સાધુનો કર્મ : અણગારાધ્યયન
નોંધ : આ સાત અધ્યયનો સાધુઓએ રાખવાના આચારધર્મની નાનામાં નાની વિગતવાળા છે. તેની ઝીણી ઝીણી વિગતોમાં ઉતરવાને બદલે અગત્યનો સાર અહીં આપવામાં
આવેલ છે.
અધ્યયન ૧ : શિષ્ય ધર્મ
વિનયશ્રુત
શ્રી ગોપાલદાસભાઈ કહે છે તેમ બાહ્ય વિનય તે આંતરિક નમ્રતાનું લક્ષણ છે. આ અધ્યયનમાં શિષ્યે પોતાના ગુરૂ પ્રત્યે બેસવા, ઉઠવા, બોલવા વગેરે તમામ દૈનિક ક્રિયાઓમાંથી કઈ જાતનો વિનય રાખવો જોઈએ તે ઝીણામાં ઝીણી વિગતથી સમજાવ્યું છે.
Jain Education International 2010_03
-
૧૦૭
ગુરૂની આજ્ઞાની રાહ જોયા વિના તેમનો મનોભાવ સમજી લઈને તેમણે બતાવેલા માર્ગને શિષ્યે અનુસરવો. (ગા. ૧ થી ૭)
શિષ્યે ગુરૂ પાસે પોતાની વાચાળતા દેખાડવાને બદલે શાંત રહેવું અને ગુરૂ કોઈ ભૂલ બતાવે તો ગુસ્સે ન થવું. (ગા. ૮-૯) કોઈ દુષ્કૃત્ય થઈ જાય તો ગુરૂ પાસે છુપાવવું નહીં. (ગા. ૧૦) ગુરૂના આદેશની વારંવાર રાહ જોવી નહીં. (ગા.૧૨) જાહેરમાં કે એકાંતમાં ગુરૂ સમીપે શત્રુભાવ દર્શાવવો નહીં. કોઈ
ઉત્તરાધ્યયન - સાર
For Private & Personal Use Only
www.jainelibrary.org