Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 118
________________ ૧૧૪ સાધુનો ધર્મ અધ્યયન ૩૫ : સાધુનો ધર્મ અણગારાધ્યયન જે માર્ગે ચાલવાથી ભિક્ષુ સર્વ દુઃખોનો અંત આણી શકે છે, એવો શ્રી બુદ્ધે (તીર્થંકરે) બતાવેલો માર્ગ હું તમોને કહી સંભળાવું છું. ગૃહવાસનો ત્યાગ કરીને પ્રવ્રજ્યા લેનાર મુનિએ હિંસા, મૃષાવાદ, ચોરી, મૈથુન, ઈચ્છા, કામભોગ અને લોભ વગેરેનો ત્યાગ કરવો અને તેણે સુશોભિત કરેલ મનોહાર મંદિર-ઉપાશ્રયની મનથી પણ ઈચ્છા કરવી નહીં. (ગા. ૧ થી ૪) - સ્મશાનમાં, સૂના ઘરમાં, વૃક્ષના થડ તળે એકાંત સ્થળમાં તેમજ જ્યાં જીવજંતુ ન હોય તેમજ સ્વાધ્યાયમાં અંતરાય ન આવે તથા સ્ત્રીનો વાસ ન હોય તેવા સ્થળે રહેવું. સાધુએ ઘર બાંધવાના આરંભ સમારંભથી દૂર રહેવું. (ગા. ૬ થી ૯) સાધુએ પોતે આહાર-પાણી રાંધવા નહીં કે બીજા પાસે ગંધાવવા પણ નહીં. અગ્નિ સર્વ દિશામાં પથરાઈને ઘણા જીવોનો નાશ કરે છે તેથી સાધુએ અગ્નિ સળગાવવો નહીં. (ગા. ૧૦ થી ૧૨) સાધુએ સોનારૂપાની મનથી પણ ઈચ્છા કરવી નહીં. કાંચન અને પાષાણને સમાન ગણી ક્રયવિક્રયથી દૂર રહેવું (ગા. ૧૩-૧૪) અને ભિક્ષાવૃત્તિથી જ પેટ ભરવું અને તેમ કરતાં જે મળે તેથી સંતોષ માનવો. (ગા. ૧૫-૧૬) ભિક્ષા શાસ્ત્રોક્ત રીતે જ લેવી. સરસ આહારની અભિલાષા કરવી નહીં અને ભોજનનો સંચય પણ કરવો નહીં. આહાર સંયમના નિર્વાહને અર્થે છે સ્વાદ માટે નથી. Jain Education International 2010_03 અધ્યયન-૩૫ પુષ્પ વડે પૂજા, આસન વડે સત્કાર, વંદના, ભેટ અને સન્માનની ઈચ્છા સાધુએ મનથી પણ કરવી નહીં. શુકલ ધ્યાન ધરીને અને ધન તથા શરીરના મમત્વને ત્યાગીને મૃત્યુનો સમય આવતા સુધી પ્રતિબંધરહિત વિચારવું. (ગા. ૧૯) આવો સાધુ મરણકાળ નજીક આવેત્યારે ચારે આહારનો ત્યાગ કરી પાર્થિવ શરીરને છોડી દે છે અને લોભ, મમતા, અહંકાર, રાગદ્વેષ અને આસ્રવ રહિત બની કેવળ જ્ઞાન પામી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. (ગા. ૨૦-૨૧) શ્રી સુધર્મા સ્વામીએ શ્રી જંબુ સ્વામીને આમ કહ્યું. ઉત્તરાધ્યયન . સાર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126