Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 113
________________ અધ્યયન-૨ ૧૦૯ ભિક્ષ જીવનના પરિષહો અધ્યયન ર : પરિષહ શ્રમણ ભગવંત શ્રી મહાવીરે સાધુ જીવનમાં સહેજે આવી પડતી બાવીસ મુશ્કેલીઓ બતાવી છે તે તમામ સાધુઓએ શીખવી, જાણવી અને સહન કરવી જોઈએ. આ મુશ્કેલીઓ નીચે મુજબ છે : (૧) સુધા : ભૂખને લીધે બળવાન તપસ્વી ભિક્ષુ પણ કાગડીના પગના સાંધા જેવી આંગળીઓવાળો બને અને શરીર હાડકાના માળા જેવું બની ગયું હોય તો પણ તેણે પ્રસન્ન મનથી સંયમ માર્ગે પ્રવર્તવું. (૨) તૃષા : વન, અટવી વગેરેમાં તૃષાએ પીડાતો હોય, મોટું સુકાઈ જતું હોય તો પણ સચેત જળ પીવું નહીં. (૩) શીત : ટાઢને દૂર કરવા અગ્નિનું તાપણું સેવવું નહીં. (૪) ઉષ્ણ : ગરમીથી થતી પીડાથી રાહત મેળવવા શીતળતાની વાંચ્છના કરવી નહી કે પંખાનો ઉપયોગ કરવો નહીં. (૫) ડાંસ-મચ્છરથી પીડાયેલ મુનિ તેમના પ્રત્યે મનને દૂષિત કરે નહીં પણ વીરપુરૂષની પેઠે મુશ્કેલીનો સામનો કરે. (૬) કપડાં તે ફાટી જતાં નવા કપડા મેળવવની ચિંતા ન કરે. (૭) અરતિ : ગામોગામ વિચરતા સંયમ માર્ગ તરફ અરતિ (અણગમો) ઉત્પન્ન થવા દેવો નહીં અને ધર્મમાં જ રમમાણ રહેવું. (૮) સ્ત્રીસંગનો પરિત્યાગ કરવો. (૯) રાગદ્વેષ રહિત નિર્દોષ આહાર ઉપર નિર્વાહ કરી ગૃહસ્થોથી અલગ રહી વિહાર કરવો. કોઈ એક સ્થળે પડી રહેવું નહીં. (૧૦) સ્મશાનમાં, વૃક્ષ નીચે કે એકાંતમાં ધ્યાનમાં બેસે ત્યારે જે ઉપસર્ગ ઉપજે તેથી ડરીને બીજે ન જવું પણ શાંતિથી સહન કરવા. (૧૧) શયા : સારીનરસી શૈયાનો વિચાર કર્યા વિના સૂવું. ઉત્તરાધ્યયન - સાર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126