Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 69
________________ અધ્યયન-૨૩ તે માટે આપવામાં આવેલ છે. પરંતુ તીર્થકરોની તો એવી આશા છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ મોક્ષના સાધન છે. આવા બાહ્ય લક્ષણો નથી. (ગા. ૧૮ થી ૩૩) કેશી : હે ગૌતમ ! હજારો શત્રુઓની વચમાં તમે ઉભા છો, તેઓ તમારા ઉપર હુમલો કરે છે તેને આપ શી રીતે જીતી શક્યા છો? ગૌતમ : એકને જીતવાથી પાંચને જીતી શકાય છે અને પાંચને જીતવાથી દસને જીતી શકાય છે અને આ દસને જીતવાથી સર્વ શત્રુઓને જીતી શકાય છે. એટલે કે એક આત્માને જીતવાથી પાંચ કષાયો – કામ, ક્રોધ, માન, માયા અને લોભને જીતી શકાય છે. (ગા. ૩૫-૩૬). કેશી : હે ગૌતમ ! આપ “બંધન' (પાશ) કોને કહો છો? ગૌતમ : રાગ, દ્વેષાદિ અતિ તીવ્ર પાશ છે અને પુત્ર, કલત્ર આદિના સ્નેહપાશ અતિ ભયંકર છે. (ગા. ૪૧ થી ૪૩) કેશી : અંતર-દ્ભયને વિષે એક લતા ઉત્પન્ન થાય છે. જેના ફળ ઘણા વિષમય છે તે શું છે? ગૌતમ : ભવ-તૃષ્ણા (જીજીવિષા) રૂપી આ લતાના ફળ દુષ્કર્મો છે તેને મૂળમાંથી જ છેદી નાંખવી જોઈએ. (ગા. ૪૫ થી ૪૭) કેશી : એક ઘોર ‘અગ્નિ આ સંસારમાં સળગી રહ્યો છે જે જીવનને બાળે છે તે શું છે? ગૌતમ : કષાયો અગ્નિરૂપ છે અને જ્ઞાન, શીલ તથા તપ જળરૂપ છે. તેની ધારાએ સીંચાયેલ અગ્નિ ઓલવાય છે. (ગા. ૫૦ થી ૫૩) કેશી : એક દુષ્ટ અશ્વ માણસને ઉન્માર્ગે લઈ જાય છે તે શું છે? ગૌતમ : “મન” આ દુષ્ટ અશ્વ છે. તેને ધર્મ શિક્ષારૂપી લગામથી વશ કરાય છે. (ગા. પ૫ થી ૫૮) કેશી : મહા જળપ્રવાહથી ઘસડાતા પ્રાણીઓને બચાવવા કોઈ સ્થાનક છે? તે પ્રવાહ અને સ્થાનક શું છે? ગૌતમ : જરા અને મરણ એ જળપ્રવાહ છે અને ધર્મરૂપી મહાદ્વીપ છે તે આધારરૂપ સ્થાનક છે. કેશી : આ સંસાર-સાગરના પ્રવાહમાં એક નાવ પરિભ્રમણ કરે છે તે ઉપર ઉત્તરાધ્યયન - સાર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126