Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
View full book text
________________
૪
થયો. (ગા. ૮) સૌ કોઈને પોતાના પુણ્ય કર્મનું ફળ મળે છે. કરેલ કર્મના ફળથી કોઈ છૂટી શકતો નથી. મને પણ મારા પુણ્યનું ફળ મળી ચૂક્યું છે. પણ શીલ ગુણોથી યુક્ત સાધુ પુરૂષોની ગાથા સાંભળીને હું શ્રમણ થયો છું. (ગા. ૯ થી ૧૨) સર્જા સુધિન્ન સાત નાળ ડાળ જૈમ્માન ન મોવ થ્યિ । (ગા. ૯)
બ્રહ્મદત્ત (સંભૂતિ) : હે ભાઈ, મારા ધાર્યા પ્રમાણે તારી આ પ્રવ્રજ્યા તને બહુ દુ:ખરૂપ પડતી હશે. તું મારી સાથે મુગ્ધાઓના ગીત, નૃત્ય-નાટ્ય અને આભરણોના ભોગ ભોગવ.
ચિત્ત : હે રાજન, સર્વાં વિવિયં નીયં સર્વ ગીત વિલાપ તુલ્ય છે, સર્વાં નટ્ટ વિડંવિયં સર્વ નાટ્ય વિડંબના રૂપ છે, સત્વે આમરળા મારા સર્વ આભરણ ભારરૂપ છે, સત્ને હ્રામા ઢુવા સર્વ કામભોગ દુઃખ જ ઉત્પન્ન કરવાવાળા છે. હે રાજન, કામભોગ બાળકને અને મૂર્ખને જ હર્ષ ઉત્પન્ન કરે છે. માટે અશાશ્વત કામભોગોને છોડીને મોક્ષદાતા ચારિત્ર ધર્મ અંગીકાર કરો. જેમ સિંહ મૃગને પકડી જાય છે તેમ કાળ મનુષ્યને લઈ જાય છે ત્યારે માતા, પિતા, બાંધવ કોઈ તેને બચાવી શકતું નથી અને તેના દુઃખમાં તે કોઈ ભાગ પડાવી શકતું નથી. કારણ કે કર્મના ફળ તે કર્મ કરનારને જ ભોગવવા પડે છે – ત્તારમેવમ્ અનુનાફ મ્નમ્ |
બ્રહ્મદત્ત (સંભૂતિ) : હે ભાઈ, તમો જે કહો છો તે હું પણ સારી રીતે સમજું છું. પરંતુ મારા જેવા અજ્ઞાનીથી ધર્મમાં અંતરાય કરનારા આ ભોગવિલાસ છોડી શકાતા નથી . નાનમાળા વિનં ધમ્મ ગમ ભોગેસુ મુઠ્ઠિયો । ધર્મ શું છે તે હું જાણું છું છતાં કામભોગમાં આસક્ત રહું છું. જેમ કાદવથી ભરેલ જગ્યામાં ખેંચાયેલ હાથી કાંઠો નજરે દેખાવા છતાં કાદવમાંથી બહાર નીકળી શકતો નથી તેમ કામભોગમાં ખેંચાયેલા અમે ધર્મ શું છે તે જાણવા છતાં તેમાંથી નીકળી શકતા નથી. ચિત્ત : હે રાજન, કાળ ત્વરાથી વહે છે અને મનુષ્યના કામભોગ અનિત્ય છે. આથી કામભોગ છોડવાને તું અશક્ત હો તો ઉત્તમ કાર્યો કર અને સર્વ જીવો ઉપર અનુકંપા રાખ. હું તો તારી આજ્ઞા માંગીને જાઉં છું.
આ રીતે સર્વોત્કૃષ્ટ ચારિત્ર ધર્મ પાળનાર મહર્ષિ ચિત્ત કામભોગથી વિરક્ત રહીને સિદ્ધ ગતિને પામ્યા. (ગા. ૧૪ થી ૩૩)
✰✰✰
Jain Education International 2010_03
ઉત્તરાધ્યયન
-
અધ્યયન-૧૩
સાર
For Private & Personal Use Only
www.jainelibrary.org