Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
View full book text
________________
૭૨
અધ્યયન-૧૩
કર્મફળની અનિવાર્યતા
નોંધ : ર્મફળ અનિવાર્ય રીતે ભોગવવા જ પડે છે તે દર્શાવતી આ વાત બે હરિજન ભાઈઓની છે. તે ભાઈઓના નામ ચિત્ત અને સંભૂતિ હતા. બંને વચ્ચે એવો પ્રબળ પ્રેમ હતો કે પાંચ જન્મો સુધી સાથે જ જમ્યા અને જીવ્યા પરંતુ કર્મબળે છઠ્ઠા ભવમાં પૃથક પૃથક ઉત્પન્ન થયા અને ત્યારથી તેમનો જીવનક્રમ અને સાધના સ્થિતિ બદલાઈ ગયા. ભૌતિક પ્રેમ તેમને કાયમ માટે સાથે રાખી શક્યો નહીં.
ચિત્ત અને સંભૂતિના ભવમાં તેઓ એક ચંડાલને ત્યાં કશી નગરીમાં જન્મ્યા. તે નગરીમાં નમુચિ નામનો પ્રધાન મહાન સંગીતશાસ્ત્રી હતો પરંતુ તેવો જ મહાન વ્યભિચારી હતો. તે વ્યભિચાર તેણે રાજ અંતઃપુરમાં કર્યો તેથી રાજાએ તેને મોતની સજા કરી. તે સજાનો અમલ કરવાનું ચિત્ત-સંભૂતિના જંગલ પિતાના હાથમાં હતું, તેને નમુચિની દયા આવી તેથી બચાવી લીધો અને પોતાને ત્યાં ગુપ્તવાસમાં રાખ્યો. તેણે ચિત્ત અને સંભૂતિને સંગીતવિદ્યામાં પાવરધા કર્યા. બંને ભાઈઓ પોતાની સંગીત શળતા થી ઘણા લોકોને આકર્ષવા લાગ્યા. પરંતુ તેઓ ચંડાલ કુળના છે તેમ જયારે લોકો જાણતા ત્યારે તેનું ઘોર અપમાન કરી હેરાન તા. આવી અપમાનિત સ્થિતિથી ત્રાસી જઈ બંને ભાઈઓએ આપઘાત કરી મૃત્યુને ભેટવાનો પ્રયત્ન ર્યો. પરંતુ અણીને સમયે શ્રમણ મહાત્માએ તેમને બચાવ્યા અને કર્મ, ર્મ-ફળ અને ર્મસિદ્ધિના સિદ્ધાંતો સમજાવ્યા જેને પરિણામે બંને ભાઈઓએ મુનિવ્રત ધારણ કર્યું. બંને મુનિઓ વિહાર કરતાં કરતાં હસ્તિનાપુરમાં આવી ચડ્યા. તેમની ખ્યાતિ સાંભળી ત્યાંનો રાજા ચક્વત સનતકુમાર રાણી સુનંઘ સાથે તેમના દર્શને ગયો ત્યારે રાણી સુનંદાએ જયારે તેમને નમસ્કાર કર્યા ત્યારે તેણીના વાળની એક લટ સંભૂતિ મુનિના પગે અક્કી. સંભૂતિ ચક્વર્તી રાજા સનતકુમારના વૈભવ અને ઐશ્વર્યથી અંજાઈ ગયેલ અને તે મન:સ્થિતિમાં જયારે રાજાની સુંદર રાણીના શની લટ તેને અક્કી ત્યારે તેનું મન અત્યંત ચંચળ થઈ ગયું અને તેણે મનમાં નિશ્ચય બાંધ્યો કે તેના તપનો પ્રભાવ હોય તો આ જાતનો વૈભવ અને સૌર્યનો ઉપભોગ કરવાનો લાભ તેને પણ મળવો જોઈએ. આ પ્રકારના નિશ્ચયને જેનો “નિયાણું” કહે છે. આ નિયાણાના પ્રભાવે બંને ભાઈઓને કર્મ બંધનમાં ફરક પડ્યો કેમકે ચિત્ત મુનિ તો પોતાના મુનિપણામાં અડગ રહૃા.
‘નિયાણા'ને પ્રતાપે સંભૂતિ બીજા જન્મમાં કપિલપુરમાં રાણીને પેટે જન્મ્યો અને
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org