Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
View full book text
________________
૨૬
ઉપોદ્ઘાત
(૬) ધ્યાન : શુદ્ધ આત્માના ચિંતનમાં સતત ધ્યાનમગ્ન રહી મનની એકાગ્રતા
કેળવવી.
અત્યંતર તપના આ છ પ્રકારો યોગ્ય પ્રકારે કેળવાય તો આધ્યાત્મિક શુદ્ધિ અને ચિત્તકલેશનું નિવારણ સહજ બને અને બાહ્ય તપશ્ચર્યાનો માર્ગ પણ સરળ થાય. જીવન શુદ્ધિની આ જાતની આંતરિક પ્રક્રિયા સંપૂર્ણ તર્કશુદ્ધ છે અને તે વિનાનું બાહ્ય તપ ફળદાયક થવા સંભવ નથી.
બાહ્ય તપ
બાહ્ય તપના પણ છ પ્રકારો શાસ્ત્રકારોએ કહ્યા છે. તે તમામ પ્રકારોમાં અત્યંત૨ તપની છાપ હોવાની આવશ્યકતા છે. આ છ પ્રકારો નીચે મુજબ છે :
(૧) અનશન અગર ઉપવાસ : 'અનશન' એટલે ખોરાક લેવાનો પ્રતિબંધ. ‘ઉપવાસ’નો અર્થ વધુ વિસ્તૃત છે. ‘ઉપ’ એટલે નજદીક અને ‘વાસ’ એટલે રહેઠાણ. ‘ઉપવાસ’ એટલે આત્માની નજદીકનું રહેઠાણ. ‘ઉપવાસ’ રહિતના અનશનમાં અને લાંઘણમાં કાંઈ ફરક નથી. તેથી અનશન વખતે આત્મ-સ્થિરતા કેળવવી.
જ
(૨) ઉણોદરી : સામાન્ય ખોરાક કરતાં ઓછો ખોરાક લેવો. આ તપના અનેક પ્રકારો હોઈ શકે. દા.ત. એકાસણું, એકાન્તરે આહાર લેવો, અમુક સમયે જ લેવો અને અમુક પ્રકારનો જ લેવો વગેરે. ભાવતી વસ્તુ પણ મર્યાદામાં લેવી અને પેટભરીને ખાવાની ટેવ જતી કરવી તે આ પ્રકારના તપમાં આવે.
(૩) વૃત્તિસંક્ષેપ : જુદા જુદા વિષયોમાં મનોવૃત્તિને છુટી મુકવી નહીં અને ખાવાપીવામાં તેમજ રહેણીકરણીમાં અનિયંત્રિત રીતે સ્વૈરવિહાર કરવાથી મનોનિગ્રહ અશક્ય બને છે. માણસની ઈચ્છાને કોઈ મર્યાદા નથી, તેને અનિયંત્રિત રીતે સંતોષવા જઈએ તો તેનો કદી અંત આવતો નથી. જેમ અગ્નિમાં બળતણ નાંખવાથી અગ્નિ શાંત થતી નથી તેમ વાસના રૂપી અગ્નિ ભૌતિક ઈચ્છાઓની તૃપ્તિથી શાંત થતી નથી અને વાસનાની શાંતિ ન થાય ત્યાં સુધી સાંસારિક જીવનમાં સુખની શોધ નિષ્ફળ રીતે જીવનના અંત સુધી ચાલ્યા જ કરે છે. આથી ભગવાન બુદ્ધે ખરું કહ્યું કે, ‘‘આપણે આપણી ભૌતિક ઈચ્છાઓની પરિતૃપ્તિથી આપણી જાતને જેમ આનંદિત
Jain Education International 2010_03
ઉત્તરાધ્યયન
સાર
For Private & Personal Use Only
www.jainelibrary.org