Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
View full book text
________________
૩૪
ઉપોદ્ધાત
“કપોત’, ‘તેજો', ‘પદમ' અને “શુકલ' છે. આમાંની પ્રથમ ત્રણ લેણ્યા વ્યક્તિના ઉતરતી કક્ષાએ કનિષ્ટ સ્વભાવનું દર્શન કરાવે છે, જ્યારે છેલ્લી ત્રણ લેશ્યાઓ વ્યક્તિના ચડતી કક્ષાએ ઉત્તમ સ્વભાવનું દર્શન કરાવે છે, જે નીચે પ્રમાણે છે :
(૧) જે માણસ પોતાના સ્વાર્થ પ્રત્યે જ નજર રાખી બીજાના સુખદુઃખનો કશો વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરે છે તેની “કૃષ્ણ લેશ્યા હોય છે.
(૨) જે વ્યક્તિ પોતાનો સ્વાર્થ સાચવીને તે સ્વાર્થ સાધવામાં મદદરૂપ થતી વ્યક્તિ કે વસ્તુઓને સાચવી લે છે તેની “નીલ” લેશ્યા હોય છે.
(૩) જે વ્યક્તિ પોતાનો સ્વાર્થ સાચવીને જ બીજાને મદદ કરવા તૈયાર થાય છે તેની “કપોત’ વેશ્યા હોય છે.
આ ત્રણે લશ્યામાં વ્યક્તિના નિજી સ્વાર્થને જ પ્રાધાન્ય હોય છે.
(૪) જે વ્યક્તિ પોતાના સામાન્ય આરામ કે સ્વાર્થનો ભોગ આપીને પણ પોતાને મદદરૂપ થનાર વ્યક્તિને મદદ કરવા તૈયાર થાય છે તેની “તેજો' લેશ્યા હોય છે.
(૫) જે વ્યક્તિ પોતાના સ્વાર્થનો વિશેષ ભોગ આપી પોતાના સંસર્ગમાં આવનાર તમામને મદદ કરવા તૈયાર હોય છે તેને “પદમ' વેશ્યા હોય છે.
(૬) જે વ્યક્તિ તદ્દન નિસ્વાર્થ ભાવે પોતાના સ્વાર્થને ભોગે પણ બીજાને મદદ કરવા તૈયાર હોય છે તેને “શુકલ લેશ્યા હોય છે.
માનવ સ્વભાવનું આ વર્ગીકરણ આપણે કયા સ્થાને ઉભા છીએ તે જાણવામાં અને આત્મિક પ્રગતિ કરવામાં ઘણું ઉપયોગી છે.
ધ્યાન
આવી જ એક અગત્યની માનસિક પ્રક્રિયા “ધ્યાન' વિશેની જૈન સમાજમાં રહેલી છે. ધ્યાન' બાબતમાં સામાન્ય સમજ એવી છે કે તે ઈશ્વરી તત્ત્વ ઉપર જ સમસ્ત ધ્યાન કેન્દ્રિત કરવાની એક આધ્યાત્મિક પ્રક્રિયા છે. આ જાતની માન્યતા ફક્ત અંશતઃ જ સાચી છે. ધ્યાનનો વ્યાપક અર્થ તો મનના પરિણામોને કોઈ એક વિષય ઉપર જ સ્થિર કરવા તેવો થાય. જૈન વિચારકોએ આવો વ્યાપક અર્થ સ્વીકારીને
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org