Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
View full book text
________________
ઉપોદ્ઘાત
૩૫
ધ્યાન'ના ચાર પ્રકારો કહ્યાં : (૧) આર્ત ધ્યાન (ર) રૂદ્ર ધ્યાન (૩) ધર્મ ધ્યાન અને (૪) શુકલ ધ્યાન. મનુષ્ય જીવનની તમામ પ્રવૃત્તિઓનો આ ચાર પ્રકારોમાં જ સમાવેશ થઈ જાય છે.
આપણા સાંસારિક જીવનમાં આપણે બહુધા પ્રથમ બે પ્રકારના ધ્યાનમાં જ રહેતા હોઈએ છીએ. “આર્ત એટલે દુઃખ અને રૂદ્ર એટલે ક્રૂર. આપણા રોજિંદા જીવનનો સરવાળો કરીશું તો બહુધા આપણે કોઈ પ્રસંગથી કાંતો દુઃખી થતા હોઈએ છીએ અગર તો ક્રોધે ભરાતા હોઈએ છીએ. પરંતુ આપણામાં કોઈ સમયે સાત્વિકતા પણ જાગે છે, જયારે આપણે ચિંતનની ભૂમિકા ઉપર ઉભા હોઈએ અને સત્ પુરૂષોએ ચિંધેલ માર્ગે જવા પ્રયત્ન કરીએ છીએ. આવા પ્રસંગે આપણે “ધર્મ-ધ્યાનમાં પ્રવેશ કરીએ છીએ, અને શુદ્ધ આત્મ-દશા સંપૂર્ણપણે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે શુકલધ્યાનમાં પ્રવેશ થાય છે. નિર્વિકલ્પ સમાધિની દશા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે “શુકલધ્યાન' સંપૂર્ણ રીતે પરિણમે છે.
ધ્યાન'નું આ વર્ગીકરણ સતત ધ્યાનમાં રહે અને આપણે કઈ ક્ષણે કયા પ્રકારના ધ્યાનમાં છીએ તેની જાગૃતિ સતત રહ્યા કરે તો ઉત્તરોત્તર આત્મિક પ્રગતિ અવશ્ય થાય.
પ્રવચન માતા
દશવૈકાલિક સૂત્રમાં આવે છે કે ભગવાન મહાવીરને કોઈએ પ્રશ્ન પુછયો કે ભગવાન ! સાધક કેવી રીતે ચાલે, ઉભો રહે, બેસે, બોલે, સૂવે, ખાય કે જેથી તેને પાપ કર્મનું બંધન ન થાય? શ્રી ભગવાને કહ્યું :
जयं चरे जयं चिठे जयमासे जयं सए। जयं भुजंतो भासन्तो पावंकामं न बन्धड़।।
શ્રી ભગવાને ટૂંકમાં જવાબ આપ્યો કે, “સાધક વિવેકથી ચાલે, વિવેકથી ઉભો રહે, વિવેકથી બેસે, વિવેકથી સૂવે, વિવેકથી ખાય અને વિવેકથી બોલે તો તેને
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org