________________
१५४
ઘાદથR. તેમાં ધાન્ય વવાય છે. ડિભરેલક પ્રદેશમાં પણ અહિરાવણ નદીમાં પૂર આવ્યા પછી એમ જ કરવામાં આવે છે. (પૃ. ૨૦ ).
(૪) પશ્ચિમ દિશામાં રહેનારા પ્લે ફણસને તથા પાંડ્યો-પાંડુમથુરાના રહેવાસીઓ સકતુને જાણતા નથી, કારણ કે એ વસ્તુઓ તેમને અપરિચિત છે. (પૃ. ૨૭).
(૫) તસલિ દેશમાં અષિતડાગ નામના સરોવર આગળ દરવર્ષે અષ્ટહિકામહોત્સવ થાય છે તથા કુંડલમેંઠ નામના વાનમંતરની યાત્રામાં ભરુચ આજુબાજુના લેકે ઉજાણ કરે છે. પ્રભાસમાં તથા અબુંદ તીર્થમાં યાત્રામાં લેકો ઉજાણી કરે છે. પ્રાચીનવાહી સરસ્વતીને પ્રવાહ છે ત્યાં આગળ જઈને આનંદપુરના લેકે શરદઋતુમાં ઉજાણી કરે છે. (પૃ. ૩૪-૩૫).
(૬) “કુત્રિકાપણ” એટલે સ્વગ –મર્ય–પાતાલ ત્રણે લેકમાં મળતી સર્વ વસ્તુઓ જેમાં વેચાતી હોય એવી દુકાન (સરખા અત્યારના Departmental stores). એમાં પ્રત્યેક વસ્તુનું મૂલ્ય તે ખરીદનારના સામાજિક દરજજા પ્રમાણે હોય છે. દાખલા તરીકે કુત્રિકાપણમાંની કોઈ ચીજનું મૂલ્ય સામાન્ય માણસ માટે પાંચ રૂપિયા હોય, તે શાહુકારો માટે અને સાર્થવાહ જેવા મધ્યમ વર્ગના પુરુષ માટે હજાર રૂપિયા હોય અને ચક્રવર્તી માંડલિક આદિ ઉત્તમ દરજજાના પુરુષ માટે એક લાખ રૂપિયા હોય. પ્રાચીન કાળમાં ઉજ્જયિની તથા રાજગૃહમાં આવાં કુત્રિકપણે હતાં. (પૃ. ૩૫-૩૬-૩૭.).
(૭) મહારાષ્ટ્ર દેશમાં દારૂની દુકાન ઉપર નિશાની તરીકે ધજા બાંધવામાં આવતી. (પૃ. ૩૭ ).
(૮) દક્ષિણાપથમાં કાકિણી એ ત્રાંબાનાણું છે. ભિલ્લમાલમાં દ્રશ્ન એ રૂપાનાણું છે. પૂર્વ દેશમાં દીનાર એ સોનાનાણું છે.
(૯) સૌરાષ્ટ્રની દક્ષિણે સમુદ્રમાં આવેલ “દ્વિીપ (દીવ બંદર)ના બે રૂપિયા ઉત્તરાપથના એક રૂપિયા બરાબર થાય છે. અને ઉત્તરાપથના બે રૂપિયા બરાબર પાટલિપુત્રને એક રૂપિયે થાય છે. દક્ષિણાપથના બે રૂપિયા દ્રવિડ દેશમાં આવેલા કાંચી નગરના એક રૂપિયા–નેલક બરાબર થાય છે, જ્યારે કાંચીના બે રૂપિયા પાટલિપુત્રના એક રૂપિયા બરાબર થાય છે. (પૃ. ૩૮).
આ વિશાળ ગ્રંથમાંના ઉલેખે પૈકીનાં આ શેડાંક ઉદાહરણે માત્ર વાનગીરૂપે જ જણાવ્યાં છે. પ્રસ્તુત પુસ્તિકામાં વિષયવાર ગોઠવેલા ઉલ્લેખમાંથી અભ્યાસી વાચક પિતાની વિશિષ્ટ દષ્ટિએ જોઈતી વસ્તુ શોધી લે એવી અમારી વિનંતી છે.
મુનિ પુણ્યવિજ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org