Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra Part 06
Author(s): Bhadrabahuswami, Chaturvijay, Punyavijay
Publisher: Atmanand Jain Sabha

Previous | Next

Page 376
________________ ૧૬૨ પ્રાથન. બૃહકલ્પસૂત્ર એ જૈન સાધુ-સાવીઓના આચારવિષયક વિધિ-નિષેધ અને ઉત્સર્ગ–અપવાદોનું નિરૂપણ કરતા એક મહાકાય આધારભૂત ગ્રંથ છે. એને વિષય જ એ છે કે એમાં અનેક સમકાલીન તેમ જ ભૂતકાલીન ઐતિહાસિક ઘટનાઓ, ભારતવર્ષના વિવિધ પ્રદેશનાં સીધાં કે આડકતરાં વર્ણને, સાધુસાધ્વીઓના નિત્યજીવન સાથે સંબંધ ધરાવતી અનેક વસ્તુઓના વિસ્તૃત ઉલ્લેખે, તત્કાલીન ધાર્મિક, સામાજિક સંસ્થાઓ અને ઉત્સ, અર્ધ-એતિહાસિક લેકકથાઓ તથા બીજી પણ વિવિધ પ્રકારની વિપ્રકીર્ણ માહિતીઓને યથાપ્રસંગ સમાવેશ કરવામાં આવ્યા છે. આ પ્રાચીન આધારભૂત ગ્રંથમાંથી મળતી કેટલીક સામગ્રી પુરાવિદ્દ, ઈતિહાસકાર તેમ જ સમાજશાસ્ત્રીને માટે ઘણું મહત્ત્વની હોઈ એ સર્વને વિષયવાર વ્યવસ્થિત કરી અને મૂળ ગ્રંથના તેરમા પરિશિષ્ટરૂપે આપી છે. એ ઉપગી અંશને વિદ્વાનોની સરળતા ખાતર જુદી પુસ્તિકા રૂપમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે. હવે આપણે પ્રસ્તુત પુસ્તિકામાંનાં થોડાંક ઉદાહરણો જોઈએ તે– (૧) પાદલિપ્તાચાર્યે રાજાની બહેનના જેવી યંત્રપ્રતિમા બનાવી હતી, જે જોઈને રાજા પોતે પણ બ્રાન્તિમાં પડી ગયો હતો (પૃ. ૧૨). પ્રાચીન ભારતમાં અનેક પ્રકારનાં યત્રવિધાને થતાં, એમ બીજાં સાધને ઉપરથી પણ આપણને જાણવા મળે છે. (૨) નગરના કિલ્લાઓ અનેક પ્રકારના હોય છે. જેમ કે દ્વારિકામાં છે તે પાષાણમય, આનંદપુરમાં છે તે ઇટ, સુમને મુખનગરમાં છે તે માટીને. આ ઉપરાંત કેટલાંક નગરોને લાકડાના પ્રકાર હોય છે. કેટલાંક ગામની આજુબાજુ કાંટાની વાડ પણ પ્રકારની ગરજ સારે છે. (પૃ. ૨૦-૨૧) (૩) લાટ જેવા કેટલાક દેશોમાં વરસાદના પાણીથી અનાજ નીપજે છે, સિન્ધમાં નદીના પાણીથી, દ્રવિડ દેશમાં તળાવના પાણીથી તથા ઉત્તરાપથમાં કૂવાના પાણીથી ધાન્ય થાય છે. બનાસ નદીના અતિપૂરથી જ્યારે ખેતરે રચી જાય છે ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424