Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
હોવાથી તેનું નામ જેબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ તેવું સાર્થક છે. સ્થવિર મુનિપુંગવોએ આ સૂત્રના પ્રકરણોને અધ્યયન, ઉદ્દેશક કે વિભાગ, તેવા નામ ન આપતા, ગુણ નિષ્પન્ન, અર્થ પરક, યથાર્થ એવું વક્ષસ્કાર” નામ આપ્યું છે.
‘વક્ષસ્કાર'નો અર્થ શોધવા આ સંપાદિકાને બહુ દિન ચિંતન, મનનની મસ્તી માણવી પડી છે. વક્ષ શબ્દ ઘણો આલાદ જનક છે. વક્ષ એટલે ઊભરેલો, ઉપર ઊઠેલો ભાગ. તે ઊભરેલો ભાગ જમીન ઉપરનો હોય કે શરીર ઉપરનો હોય; આનંદ, હર્ષ ગુણમાંથી ઊભરાયો હોય કે પદાર્થ કક્ષમાંથી ઊભરાયો હોય, તેને વક્ષ કહેવામાં આવે છે. માનવ શરીરમાં નાભિથી ઉપર ઊભરેલા ભાગને વક્ષસ્થળ કહે છે અને જમીન ઉપરના ઊભરેલા, ઉપર ઉઠેલા ભાગને વક્ષસ્કાર (પર્વત) કહે છે. મહર્ષિ પુરુષો ઉપાંગ સૂત્રમાં જેવું, જે જાતનું વર્ણન કરે છે, તેને તેવું જ નામ આપે છે. તેઓનો એક પણ અક્ષર નિરર્થક હોતો નથી. તેથી જ પ્રસ્તુત સૂત્રના પ્રકરણોને વક્ષસ્કાર નામ આપ્યું છે.
લોકમાં છ દ્રવ્ય છે. તેમાંથી પાંચ અજીવ છે, તે પૈકીના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આ બે દ્રવ્ય લોક વ્યાપી છે અને આકાશાસ્તિકાય લોકાલોક વ્યાપી છે તે એક દ્રવ્ય છે. આ ત્રણે અરૂપી દ્રવ્યો પોતાના સ્વભાવમાં સ્થિર રહે છે. પોત-પોતાના સ્વભાવાનુસાર ગુણ-પર્યાયમાં દ્રવ્યા કરે છે.
પુલાસ્તિકાય દ્રવ્યો આખા લોકમાં ઠસોઠસ ભરેલાં છે અને તે સ્વભાવ-વિભાવ રૂપે પરિણત થયા કરે છે. પુદ્ગલ પરમાણુઓ પોતે પોતાના શુદ્ધ સ્વભાવમાં છે. સ્થવિરા ભગવંતો એ તેના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે. વિસસા, મિશ્રા અને પ્રયોગસા. શુદ્ધ સ્વભાવી પરમાણુઓ સ્વ પ્રયોગથી એટલે સ્વભાવથી (વિસસાથી) કે પર પ્રયોગ (પ્રયોગસા)થી બીજા પરમાણુઓ સાથે સંયોગ સંબંધથી જોડાય છે ત્યારે નવું રૂપ સર્જિત થાય છે અને તે વર્ગણા કહેવાય છે.
વિસસારૂપે પુદ્ગલ સ્કંધોની વણા સર્જાય છે ત્યારે તેના વિવિધ આકાર સર્જાય છે, સ્વાભાવિક પરિણતિથી જ પુરુષાકાર લોક સર્જાયો છે અને તે શાશ્વત છે. આ લોકમાં જીવ અને પુદ્ગલ ઠસોઠસ ભર્યા છે. પરમાણુ પુદ્ગલ સ્કંધરૂપે પરિણત થાય, તે તેનો વિભાવ છે. પૌદ્ગલિક દરેક સામગ્રીના વિભાવને વૈભવ કહેવાય છે. જીવ આ વૈભવનો લાભ લે છે, તેને માણે છે અને તેને સુખ, દુઃખ રૂપે અનુભવે છે. જીવો અનાદિકાળથી
30