Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પદાર્થોનું દર્શન કરી તેનું ગણિત કરી જીવે પાછા વળી પોતાના કેન્દ્રમાં સ્થિર થવા જેવું છે. ઉપસંહાર :
આ લેખ પૂરો કરતા અમારે એટલું જ કહેવાનું છે કે જૈન શાસ્ત્રો પ્રત્યે મનુષ્યની ભક્તિ ઊંડાઈથી કેળવાય તથા તેમના નિર્મળ શબ્દો. ભાષાનો અઅલિત પ્રવાહ મનષ્ય મનને નિર્મળ બનાવે, તે ઉપાદેય છે. શાસ્ત્રોની ભાષા અર્ધમાગધી હોવા છતાં તેમાં કેટલું સૌષ્ઠવ અને માધુર્ય ભરેલું છે તે પાઠ કર્તાએ પોતાની વિવેકબુદ્ધિથી અનુભવ કરી નત મસ્તક થવું જોઈએ, આ આગમો આપણી મોટી સંપત્તિ છે અને જૈનશાસનનો પાયો છે, તે ભૂલવું ન જોઈએ. કેવળ જૈનશાસન નહીં પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિ તથા ત્યાગમય સંસ્કૃતિમાં ભારતીય તત્ત્વજ્ઞાનનો જે મહિમા છે અને તેમાં પણ જૈનશાસ્ત્રોએ પૂરો ભાગ ભજવ્યો છે તે ભારતના કોઈપણ વિદ્વાનોએ નજર અંદાજ ન કરવો જોઈએ. વિશ્વના બીજા રાષ્ટ્રોના ખાસ કરીને જર્મનના વિદ્વાનોએ જૈન સંસ્કૃતિ તથા તત્ત્વજ્ઞાનને ખૂબ જ બિરદાવ્યું છે અને ઘોષણા કરી છે કે– ભારતના આધ્યાત્મિક જગતમાંથી જૈન તત્ત્વજ્ઞાનને કે તેમની અહિંસાની સાધનાને હટાવી દેવામાં આવે તો ભારતીય સંસ્કૃતિનો મહિમા આઠ આના કરતા પણ ઓછો થઈ જાય, તેવો સંભવ છે. ભારતના મહાન સંત સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ભારતના બગીચામાં વિકાસ પામેલો જૈન ધર્મ ઉચ્ચકોટિનો ગુલદસ્તો છે. સંત વિનોબા તો જૈન તત્ત્વજ્ઞાનથી ખૂબ જ પ્રભાવિત થયેલા છે અને કહે છે કે– જૈન તત્ત્વજ્ઞાન પરમ વિરક્તિનું સૂચક છે તે જ રીતે કાકા સાહેબ કાલેલકર જૈન ધર્મના સ્યાદવાદથી મંત્રમુગ્ધ છે. તો આપણે આ બધા શાસ્ત્રોની ઊંડાઈમાં અગવાહન કરી દિવ્યતા મેળવવાની છે. તેના ઉપર કુતર્કથી બીજા કોઈ પણ વિરાધનાપૂર્ણ અભિપ્રાયો આપવાની આવશ્યકતા નથી.
અંતે આગમ અનુવાદના આ મહાકાર્યમાં શાસ્ત્રનું નેતૃત્વ કરનારા આગમરત્ન ત્રિલોકમુનિ છે. પ્રાણ પરિવારના પ્રબુદ્ધ મહાસતીજીઓએ આગમ અનુવાદનો ભગીરથ પુરુષાર્થ કર્યો છે, તે સતીમંડળનું નેતૃત્વ મહાપુણ્યશાળી સાક્ષાત્ ભગવતી સ્વરૂપ લીલમબાઈ મ.એ સ્વીકાર્યું છે. તે સહુને હૃદયના આશીર્વાદ છે કે તેઓ ધારેલું કામ પૂર્ણ કરી ગોંડલ ગચ્છની જ્ઞાન સાધના ઉપર સુવર્ણ કળશ ચઢાવે, શાસનની પ્રભાવના કરી અમરત્વને પ્રાપ્ત કરે... આનંદ મંગલમ્
જયંતમુનિ પેટરબાર
'
G 28 ON