Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
જીવ તૈજસ-કાશ્મણ શરીરની મૂડી લઈને આવે છે ને તે જગ્યાના પુલો ગ્રહણ કરીને ઔદારિકાદિ શરીરનું નિર્માણ કરે છે. તે જગ્યા ૨૪ દંડકના જીવોને કેવા પ્રકારની મળે છે તેનું પુરું ગણિત આ પદના મુક્તાફલમાં છે. તેને વિચારીશ તો ખ્યાલમાં બેસી જાય તેવી વાત છે.
આ નવ પ્રકારની યોનિ સમસ્ત જીવો માટે છે. એક વિશિષ્ટ વાત એ છે કે મનુષ્યોમાં તીર્થકરાદિ શ્લાઘનીય પુરુષો જે જન્મ ધારણ કરે છે. તેની માતાની યોનિનો આકાર કેવો હોય છે તેના પણ ત્રણ પ્રકાર આ મુક્તાફલમાં દર્શાવ્યા છે.
કર્મોન્નતા યોનિ-તીર્થકર ઉત્તમ પુરુષોની માતાની યોનિનો આકાર કર્મોન્નતા જેવો હોય છે. શંખાવર્ત યોનિ- ચક્રવર્તીની સ્ત્રીરત્નની યોનિનો આકાર શંખના આવર્તન જેવો હોય છે. તેમાં જીવ જન્મ ધારણ કરે છે પણ વિકાસ પામીને ગર્ભમાંથી બહાર આવતા નથી. તેમાં જ મૃત્યુ પામે છે. વંશીપત્રા યોનિ- સર્વ સાધારણ મનુષ્યોને જન્મ લેવાનો યોનિનો આકાર વાંસ પત્ર સમાન હોય છે. આ રીતે જીવને વિવિધ સ્થાનમાં જન્મ ધારણ કરવા પડે છે. જો તેમાં જન્મ ન લેવો હોય, તો વાસનાને તપથી બાળી નાખવી જોઈએ.
આ વાત સાંભળી કલહંસ થોડીવાર વિચારમાં ડૂબી ગયો. પછી જાગૃત થઈ ચેતના બહેન પાસે વિનમ્ર બની દસમું મુક્તાફલ ખોલીને લાવ્યો. દસમું પદ ચરમાચરમ. ચેતના બોલી- વાંચ અક્ષરશઃ ભાઈ ! જો
ચકરાવો ચાર ગતિનો અટકાવતા શીખો! રતિ આદિ દુર્ભાવો કોઈ જગ્યાએ ના કરો! માહણો–માહણોનો સિદ્ધાંત અપનાવો! ચણતર એવું કરો કે ચારિત્ર યથાખ્યાત બને! રણસંગ્રામ કર્મ સાથે ખેલો જેથી આચરણ શુદ્ધ બને! મહતુ પુરુષનાં પંથમાં વિચરણ કરતો તું થઈ જા!
જો ભાઈ, ચરમ દ્રવ્ય, ક્ષેત્ર,કાળ,ભાવ,ભવથી બનીશ નહીં તો અચરમમાં ભવભ્રમણ ચાલુ જ રહેશે અને ચરમ બની જઈશ તો ક્યારે ય ચરાચરમ કરવું નહીં જ પડે.
આ મુક્તાફલમાં ખૂબ-ખૂબ રસાયણ ભર્યું છે. ચિત્તની એકાગ્રતા અર્થે કરી નકશો ગોઠવવો પડે છે, માટે તું તેમાં સ્થિર થઈને નરકથી લઈ અનુત્તર વિમાન સુધીનાં ક્ષેત્રો કેવી રીતે ચરમ ભાગવાળા કહેવાય? કોની અપેક્ષાએ કહેવાય? ચરમાંત પ્રદેશવાળા કે અચરમાંત પ્રદેશવાળા કે મધ્યમ કહેવાય? તેની અનેક દષ્ટિથી વિચારણા જ્ઞાની પુરુષોએ દર્શાવી છે. તેને ખોલીને સ્વાદ માણજે. ૨૬ ભાંગા ક્યાં લાગે છે, તેનો વિચાર વિનિમય કરજે. તારી બુદ્ધિ ઉપર છોડું છું. તેમાં તેના નકશાનાં ચિત્રો આપ્યા છે. માટે પરમાણુ-પરમાણુ એ ચરમઅચરમના ભાવો વિચારી લેજે.
મારા કલહંસે દસમા પદ ઉપર ઘણો વિચાર કરીને અગિયારમું અજાયબી ભરેલું
30