Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉત્પન્ન થાય તેને ઉપપાત કહેવાય. એનું બીજું નામ ગતાગતિ પણ કહેવાય છે. ઉત્પન્ન થઈને
ત્યાં રહીને ક્યારે તે નીકળ્યો અને નીકળ્યા પછી ત્યાં ક્યારે પાછો ઉત્પન્ન થાય છે, તેના સમયનું માપ, તેને વિરહકાળ કહેવામાં આવે છે. વિરહકાલ બે પ્રકારે છે. (૧) ઉપપાત વિરહકાલ (૨) ઉદ્ધવર્તના વિરહકાલ. જેમ કે પ્રથમ નરકમાં વિરહકાલ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્તનો છે. ચાર ગતિની અપેક્ષાએ જીવોનો વિરહકાલ બાર મુહૂર્તનો હોય છે. આવી અનેક અપેક્ષાએ સમજણ આપી છે.
જીવને ઉત્પન્ન થવાની કતાર સતત ચાલે છે, કે પછી અંતર પડે છે. તેનું ગણિત એકેન્દ્રિયમાંથી માંડી પંચેન્દ્રિય સુધીના ચોવીસ દંડકના ભેદથી સમજાવ્યું છે. એકેન્દ્રિયમાં ક્યારેય અંતર પડતું નથી. તે જીવો સતત જીવો ઉત્પન્ન થયા જ કરે છે તેથી તેને નિરંતર ઉત્પન્ન થવાનું દર્શાવ્યું છે. બાકીનાં જીવોમાં અંતર પડે છે તેથી તેને સાંતર શબ્દથી દર્શાવ્યું છે. જીવ ક્યાંથી આવે છે ને આવવા માટે જીવ આયુષ્યનો બંધ પાડે છે. આયુષ્યની મૂડી ગ્રહણ કરવા તેમને જગતમાંથી આયુષ્ય કર્મના દલિકો ગ્રહણ કરવા પડે છે. તે ગ્રહણ કરવાની રીત કેવી છે? ખેંચવામાં પુરુષાર્થ કેટલા પ્રમાણમાં કરવો પડે છે?ને ખેંચવાની પદ્ધત્તિને “આકર્ષ” શબ્દ આપીને સમજાવ્યું છે. તેનું વર્ણન સોપક્રમ આયુષ્ય, નિસ્પક્રમ આયુષ્યના ભાંગા સહિત જીવ કેમ પુરું કરે છે, તે વાત આ મુક્તાફલમાંથી પ્રાપ્ત થશે માટે હે હંસ! તું તેનો ઉપયોગ કરી તારી જિજ્ઞાસારૂપી સુધાને શાંત કરજે અને સિદ્ધગતિમાં જવાય તેવો પુરુષાર્થ કરજે. આ સાંભળી હંસ ખુશ થયો અને સાતમું મુક્તાફળ ખોલ્યું. સાતમું પદ ઉચ્છવાસ. આ સાતમા મુક્તાફલમાં સંસારી જીવોનાં શ્વાસોશ્વાસના કાળની ચર્ચા છે. ઉચ્છવાસનો અક્ષરશઃ અર્થ સમજી લે
ઉપાયો શાસ્ત્ર યોગમાં ભર્યા છે તેમાં લઈ ઉપચાર કરો! શ્રુત થઈ જાય ધર્મથી તો જીવ સંસારમાં રઝળે છે! છત્રાતિ છત્ર ધારક તીર્થકરના માર્ગને અનુસર ભાઈ! વાટ લાંબી છે તેને ઘટાડવી હોય તો સોહમને શોધ! સહયોગ ! અણારંભી પુણ્ય મિત્રનો લઈ શુદ્ધ બુદ્ધ બની જા !
ઉચ્છવાસ માત્રમાં મોક્ષ સાધી શકે તેવી શક્તિ તું ધરાવે છે. માટે શ્વાસોશ્વાસ વર્ગણામાં પુગલો લેતા છોડતા સ્વરૂપને સાંભળ. આ પદમાં ૨૪ દંડકના જીવો કેવી રીતે કેટલા સમયે શ્વાસ લે છે અને છોડે છે, તેનું ગણિત દર્શાવ્યું છે.
આચાર્ય મલયગિરિએ લખ્યું છે કે જેટલી દુઃખની માત્રા વધારે તેટલા શ્વાસોશ્વાસ અધિક લેવાય છે. અત્યંત દુઃખી જીવોમાં નિરંતર શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલુ હોય છે. જેમ કે– (૧) નારકી દુઃખી છે જેથી તેના શ્વાસોશ્વાસ લુહારની ધમણની જેમ ચાલે છે. (૨) જ્યાં સુખની માત્રા વધે છે ત્યાં શ્વાસોશ્વાસ લાંબા સમયે લેવાય છે. જેમ કે દેવલોકના દેવો. શ્વાસોશ્વાસની ક્રિયા પણ દુઃખરૂપ છે કારણ કે તે સુખરૂપ ભાવપ્રાણનો વિકાર વિભાવ છે.
28