Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
બેસી તેના શબ્દ શબ્દવિચારવા પડે તેમ છે. અલ્પબદુત્વ કંઠસ્થ કરીને મારા આસક્તિના આવરણ ભેદવા હું જરૂર પ્રયત્ન કરીશ. આ મુક્તાફળ એમજ રાખું છું.
નવું ચોથું મુક્તાફળ લાવીને તેના પરમાર્થનું પાણી માગું છું, તેમ કહીને ઝટપટ દોડી ગયો, મહાવ્રતની મઢુલીમાં અને ચોથું મુક્તાફળ લઈ આવ્યો. તેણે ચેતનાની સાક્ષીએ ખોલ્યું. ચોથું મુક્તાફળ ખોલતાં પદનું નામ પ્રગટ થયું– સ્થિતિ.
સ = સ્વસ્થ થા, તે તારું સ્વાથ્ય છે.
થિ = થિજાવી ન દે જીવન તારું, ક્ષણિક પૌલિક સુખના થિયેટરમાં.
તિ = તિમિર ટાળ અને અનંત જ્ઞાનનો પ્રકાશ પામ.
પૂર્ણ શબ્દનો અર્થ થયો આયુષ્ય કર્મની સ્થિતિનું માપ. જે જીવ જ્યાં ગયો ત્યાં આયુષ્યની સ્થિતિ પ્રમાણે સ્વસ્થાનમાં રહેવાનું અને પછી ત્યાંથી વિદાય લઈને રવાના થવાનું. આ રીતે સ્થિતિનો અર્થ જાણ્યા પછી ચિંતન કરવા લાગ્યો.
જીવ દ્રવ્ય નિત્ય છે પરંતુ તેના પર્યાય પરિવર્તનશીલ હોવાથી તથા પુદ્ગલ સંગાથે સંગી-રંગી હોવાથી વિવિધ સ્થાને જન્મ ધારણ કરે છે. અર્થપર્યાય ગુણોના તથા વ્યંજનપર્યાય દ્રવ્યના. ગુણોના અર્થ પર્યાય પ્રમાણે વ્યંજનપર્યાય પ્રગટ થતા હોય છે. તેથી જીવ અને પુદ્ગલદ્રવ્યના વ્યંજનપયોય નારકાદિ ગતિમાં જવા માટે આયુષ્ય કેમે સાથે જોડાયેલ છે. તે આયુષ્ય કર્મના દલિકો જે ગતિના જેટલા પ્રમાણે બંધાયેલા હોય તેટલા પ્રમાણે તે સ્થાનમાં રહેવાના કાળને સ્થિતિ કહેવાય છે. નાનામાં નાનો સ્થિતિકાળ ૨૫૬ આવલિકાથી લઈને, મોટામાં મોટો સ્થિતિકાળ તેત્રીસ સાગરોપમ સુધીનો બંધાય છે. જીવના પ૩ ભેદમાં કોણ કેટલી સ્થિતિ બાંધે? તે આ પદમાં દર્શાવ્યું છે. પહેલાં જીવના ભેદ, પછી તેના સ્થાન, પછી સંખ્યા અને પછી આ પદમાં સ્થિતિ દર્શાવી. જીવના પરિભ્રમણનું ગણિત વિચારાયું છે. સૂક્ષ્મ નિગોદના જીવોનો રહેવાનો અલ્પકાળ, બાદરનો તેનાથી મોટો, પછી ઇન્દ્રિયની અધિકતા આયુકર્મની અધિકતા હોવાથી સ્થિતિ લાંબી ચાલે, પછી નારકી હોય તો તે પ્રમાણે, તિર્યંચ હોય તો તે પ્રમાણે, મનુષ્ય હોય તો તે પ્રમાણે અને દેવ હોય તો જઘન્ય દસ હજાર વર્ષથી લઈને તેત્રીસ સાગરોપમ સુધીનો સમય નક્કી થાય છે. આખર તે સ્થાન તો છોડવાનું જ છે. જીવોનો જે ક્રમ પ્રથમપદમાં દર્શાવ્યો તે ક્રમ પ્રમાણે સ્થિતિ દર્શાવી છે સ્થિતિ પદ મારે કંઠસ્થ કરવું જરૂરી છે. કેટલી ગંભીર અને અજાયબી ભરેલી વાત દર્શાવી છે. કેવડી મોટી સ્થિતિવાળો જીવ પણ નાના કાળની સ્થિતિમાં જોડાય છે. મારાપણાના ભાવ સ્વસ્થાનમાં