Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
હું કોઈપણ વસ્તુનું શ્રુતજ્ઞાન વર્ણાત્મક છે. વર્ણમાં વર શબ્દ સમાયેલો છે. વર/ શબ્દ તે વરિયતાનો વાચક છે. વરિયતા એટલે શ્રેષ્ઠતા; પ્રજ્ઞ પુરુષોએ જે ભાવોનું વરણ કર્યું છે, જે ભાવોની યોગ્યતાને નિહાળી છે; તે યોગ્યતા ભરેલા વર્ણનો, તે પ્રણવર્ણા છે.
અભિધાન રાજેન્દ્ર કોષમાં પૂછવા શબ્દની વ્યાખ્યા કરી છે કે પ્રજ્ઞ પુરુષ એટલે તીર્થકર દેવાધિદેવ અને આચાર્ય ભગવંતો દ્વારા, વઘઇ એટલે પ્રરૂપિત હોય, તે પ્રજ્ઞાપના છે, વસ્તુતઃ અહીં આપ્તજનોને અય્યર્થ ભાવે ગ્રહણ કર્યા છે. પ્રજ્ઞવર્ણા શબ્દમાં કોષમાં કહેલા ભાવો સ્પષ્ટ રૂપે ઉલ્લસિત છે, પરંતુ જે વ્યાખ્યા કોષમાં કરવામાં આવી છે તે વ્યાખ્યા પ્રજ્ઞાપના શબ્દમાં અનુક્ત રહી જાય છે. અસ્તુ.....
આ શાસ્ત્રના નામ માટે પરંપરાથી પ્રજ્ઞાપના સત્ર શબ્દ સ્થાપિત થઈ ગયો છે. જે અવિભક્ત અખંડ અને ક્રિયાત્મક શબ્દ છે. અહીં આપણે પૂછવ શબ્દને વિભક્ત કરીને પ્રજ્ઞ-વ, તેવું સ્વરૂપ પ્રદર્શિત કર્યું છે. તેમાં કર્તા અને ક્રિયા બંનેનો સ્પષ્ટ રીતે સમાવેશ થઈ જાય છે..
ખરેખર ! આ સમગ્ર શાસ્ત્ર ઘણા જ ગૂઢ, કલ્પનાતીત તથા સૂક્ષ્મ ભાવોને પ્રરૂપિત કરનાર બેજોડ શાસ્ત્ર છે. તે જૈનદર્શનના આધ્યાત્મિક ભાવો સિવાયના પદાર્થગત સૂક્ષ્મ ભાવોનું દ્રવ્યાર્થિકનય કે પારમાર્થિક નય દ્વારા ઉદ્ઘાટન કરે છે. એક રીતે આત્માનું જેમ અધ્યાત્મ છે, તેમ પદાર્થનું પણ “અધિદ્રવ્ય હોય, તેમ ફલિત થાય છે. અધ્યાત્મમાં
ધ + આત્મા આ બે શબ્દોની સંધિ થયેલી છે. ધ નો અર્થ અંતર્ગત થાય છે. પદાર્થની અંતર્ગત કે બીજા દ્રવ્યોની અંતર્ગત ક્રિયા હોય છે, તે ક્રિયાઓને સમજવી, તેટલી જ મહત્વપૂર્ણ છે. જેટલી આધ્યાત્મિક ક્રિયા જીવ દ્રવ્યમાં થાય છે, તેટલી અંતર્ગત ક્રિયા પુલાદિ અજીવ દ્રવ્યમાં પણ થાય છે. પ્રજ્ઞાપના સૂત્ર આવી અંતર્ગત ક્રિયાઓનું ઉદ્ઘાટન કરે છે, તેટલું જ નહીં પણ સાપેક્ષ ભાવોને ભિન્ન-ભિન્ન નયોથી નિહાળી તેના અસ્તિત્વને શેયથી પ્રમેય સુધી અને પ્રમેયથી મહાપ્રમેય સુધી સમજવા બુદ્ધિને દોરી જાય છે. જેમ ભગવતી સૂત્ર પોતાનું નિરાળું સ્થાન ધરાવે છે, તેમ પ્રજ્ઞવર્ણા–પ્રજ્ઞાપના શાસ્ત્ર પણ ભગવતીજીનું સમકક્ષ હોવા છતાં પોતાનું એક નિરાળું સ્થાન ધરાવે છે અને નિરાળી શૈલીથી ભાવોની અભિવ્યક્તિ કરે છે.
શાસ્ત્રનો ઘણો વિષય ભગવાન મહાવીર તથા ગૌતમ સ્વામીના સંવાદરૂપે પ્રરૂપિત છે. જોકે આ સંવાદની શૈલી અન્ય શાસ્ત્રોમાં પણ છે પરંતુ અહીં પનવણાપ્રજ્ઞવર્ણા સૂત્રમાં ગૌતમ સ્વામી એક-એક વિચિત્ર પ્રશ્નોનો ઊંડાઈથી સ્પર્શ કરે છે; તેના ઉદાહરણો પાઠકોને ઠેર-ઠેર મળવાના છે, છતાં આપણે અહીં એક પ્રસંગનો ઉલ્લેખ કરીશું.