Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
વિચરી રહ્યા છે. તેઓ આવું જ વર્ણન શ્રુતજ્ઞાનના આધારે કરી રહ્યા છે. તે સાંભળી સંતુષ્ટ થયેલા શક્રેન્દ્ર મહારાજ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને ઉપાશ્રયમાં આવ્યા, વંદન કરી જમણો હાથ લાંબો કર્યો, આચાર્ય દેવે તેમના હાથની લાંબી રેખા પલ્યોપમના આયુષ્યને ઓળંગી રહી હતી, તે જોઈ તેમણે લોચન ઊંચા કર્યા. વૃદ્ધ બ્રાહ્મણની મુખાકૃતિ જોઈ અને બોલી ઊઠ્યા. હે દેવાનુપ્રિય ! આપશ્રી કોઈ માનવ નથી પણ માનવરૂપ ધારી શક્રેન્દ્ર છો. તે સાંભળીને દેવેન્દ્ર પ્રસન્ન બની ગયા, પોતાનું રૂપ પ્રગટ કર્યું. પોતે આવ્યા હતા તેના સંકેત ચિહ્નરૂપે ઉપાશ્રયમાં પૂર્વનો દરવાજો હતો તે પશ્ચિમનો કરીને અદશ્ય થઈ ગયા.
તેઓશ્રીએ પરમ આખ પુરુષ પરમાત્મા પ્રરૂપિત, ગણધર રચિત દ્વાદશાંગીની વામય દુનિયામાંથી છત્રીસ અજાયબી શોધીને એક અજાયબ ઘર બનાવી દીધું ન હોય! તેવો ભાસ થાય છે. તે ૩૬ અજાયબી નીચે પ્રમાણે છે
(૧) પ્રજ્ઞાપના (૨) સ્થાન (૩) બહુવક્તવ્યતા (૪) સ્થિતિ (૫) વિશેષ (૬) વ્યુત્કાન્તિ (૭) ઉચ્છવાસ (૮) સંજ્ઞા (૯) યોનિ (૧૦) ચરમ (૧૧) ભાષા (૧૨) શરીર (૧૩) પરિણામ (૧૪) કષાય (૧૫) ઇન્દ્રિય (૧૬) પ્રયોગ (૧૭) લેશ્યા (૧૮) કાયસ્થિતિ (૧૯) સમ્યકત્વ (૨૦) અંતક્રિયા (૨૧) અવગાહના (૨૨) ક્રિયા (૨૩) કર્મ (૨૪) કર્મબંધક (૨૫) કર્મવેદક (૨૬) વેદબંધક (૨૭) વેદવેદક (૨૮) આહાર (૨૯) ઉપયોગ (૩૦) પશ્યતા (૩૧) સંજ્ઞી (૩૨) સંયમ (૩૩) અવધિ (૩૪) પ્રવિચારણા (૩૫) વેદના (૩૬) સમુઠ્ઠાત.
આ અજાયબ ઘરની અજાયબીના પરમાર્થ રહસ્યનું રસાયણ કરી શ્રી મલયગિરિજીએ ૩૬ મુક્તાફળમાં ભરી દીધું છે. તેઓશ્રીએ અજાયબ ઘરને ૩૬ મુક્તાફળથી શણગારી મહાવ્રત મહૂલી બનાવી, સ્યાદ્વાદરૂપી સરોવરના કિનારે સુવ્યવસ્થિત રૂપે ગોઠવી દીધી ન હોય ! તેવો અહેસાસ થઈ રહ્યો છે. ધન્ય હો કરુણાનિધાન બંને મુનિપુંગવોને !
તેથી જ તો આ મુક્તાફળની મસ્કૂલમાં પ્રવેશ કરવા મારો ઉપયોગ રૂપી રાજહંસ જ્ઞાન ગગનમાં ઉડ્ડયન કરતાં કરતાં મુક્તાફળ સંપાદન કરવા ત્યાં પહોંચી ગયો. હવે તેમને મન માન્યું ભોજન મળી ગયું તેથી આનંદનો કોઈ પાર ન રહ્યો. તેણે સ્યાદ્વાદ સરોવરરૂપી શ્રુતગંગામાં સહેલગાહ આરંભી દીધી. એકબાજુ ક્ષુધાનું શમન થાય તેવા મુક્તાફળ અને બીજી બાજુ તૃષા શાંત થાય તેવા કણામય કમળો જોયાં. ઉપયોગરૂપી રાજહંસ તેમાં જામી ગયો. મન થાય ત્યારે કણાના કમળ નાલિકાનું દૂધ પી લેતો અને મન થાય ત્યારે મહૂલીમાંથી મુક્તાફળ લઈ લેતો. તે મુક્તાફળને લઈને
29