Book Title: Agam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Author(s): Bhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
The .
આ અંતગડનું નામ કેટલું સોહામણું સુંદર તથા શાશ્વત, ધ્રુવ અને નિત્ય છે. આ નામમાં જ નિજ સ્વરૂપ પ્રાપ્ત કરવાની માસ્ટર કી–મુખ્ય ચાવી છે. પેલી ચાવી છે અંત અને બીજી ચાવી ગડ અર્થાત્ કૃત = કરેલુ. જે તમારું નથી, ઊછીનું લાવી આત્માંગણમાં ભર્યું છે તેનો અંત કરો, સાફ કરો. અંત કરશો તો અનંત પ્રગટ થશે અને જે પ્રગટ થશે તે જ તમે છો.
ચાલો જોઈએ શું શું ભર્યું છે આપણા ઘરમાં. દ્રવ્યરૂપી પુદ્ગલ પરમાણુ કર્મના રૂપમાં, ક્ષેત્રથી આખાલોકના એક એક આકાશ પ્રદેશમાં અધ્યવસાય દ્વારા વાસનાથી વાસિત કરી છે. કાળથી સમયે સમયે સાત-આઠ શુભાશુભ કર્મ ગ્રહણ કરી, ભાવથી કષાય, વેશ્યા વડે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ, સંસ્થાનના રૂપમાં ગ્રહણ કરી આત્મવીર્યને વેર્યું છે. આમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ગ્રહણ કરેલા તે બધા પુદ્ગલ પરમાણુના અનંત અનંત કર્મસ્કંધો આત્માના અસંખ્યાત પ્રદેશો ઉપર આવરણ કરીને ગોઠવાઈ ગયા છે. તેઓના ફળસ્વરૂપ ભોગવવાનો અવસર આવે ત્યારે તેને જ્ઞાન ઉપયોગ દ્વારા જાણે અને દર્શન ઉપયોગ દ્વારા જોયા કરે. કોઈ પ્રતિકાર કર્યા વિના જ સહન કરતો જ રહે તો પ્રકૃતિ સ્થિતિ આદિથી બંધાયેલા અંતસ્વભાવી કર્મ સ્કંધો આત્મપ્રદેશોને છોડી પાછા પુલ રૂપે બની જાય છે અર્થાત્ આત્માનો પીછો છોડી દે છે. ત્યારે અંતક્રિયામાંથી જ અનંત પ્રગટ થાય છે. જેમ કે દ્રવ્યાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા, વીર્યાત્મા, ઉપયોગાત્મામય બને છે અને કષાય અને યોગમાંથી આત્મા અલગ થઈ જાય છે.
અજ્ઞાનરૂપી અંધકવિષ્ણુ પિતાના મોહરૂપ કામભોગથી મિથ્યાત્વરૂપ ધારિણી દેવીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ અઢાર પાપસ્થાનરૂપ પુત્રો, આઠ હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગછા, દુર્ભાવના વાસનારૂપ પત્ની સાથે સુરતા ખેલતા હતા. આમ એક એક કરતા નેવું આત્માઓ પ્રભુ નેમના તથા પ્રભુ મહાવીરના દર્શન તથા વાણી શ્રવણ થતાં જ, નિજનું ભાન પ્રાપ્ત કરતાં જ તીક્ષ્ણ સંબંધના બંધન તોડી સંયમની ઢાલ, તપની તલવાર પકડી ચાલી નીકળ્યા. છેલ્લા શ્વાસોશ્વાસ સુધી કર્મ સંગ્રામ ખેલી, કર્મ શત્રુનો અંત કરી અનંતને પામી ગયા, ગૌતમમાંથી પુરુષોતમ, રૌદ્રમાંથી જ્ઞાનસમુદ્ર, તૃષ્ણાની ગાગરમાંથી જ્ઞાનસાગર, ભીરુમાંથી જ્ઞાનગંભીર, વિષયોની વિસ્મિતમાંથી સ્તિમિત, ચલાયમાન ભોગોમાંથી અચલ, ક્ષણભંગુર ક્ષોભમાંથી અક્ષોભ, પ્રસન્નતાના પ્રસેનજિત, સહિષ્ણુતાના વિષ્ણુ, અનંતજ્ઞાન દર્શન ધારક, પૂર્ણ વિતરાગ, આત્માના સન્મુખ ચંદ્ર
(
)..